Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહપુરની અખંડાનંદ સ્કૂલમાં 'નમો કે નામ' રક્તદાન કેમ્પ યોજાયો:PM મોદીના જન્મદિવસ નિમિત્તે શિક્ષકો, કર્મચારીઓ અને DEO કચેરીની ટીમે રક્તદાન કર્યું

    6 hours ago

    દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરની શાળાઓમાં નમો કે નામ રક્તદાન કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. શાહપુર વિસ્તારમાં આવેલી અખંડાનંદ શૈક્ષણિક સંકુલમાં પણ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. અંદાજે 250 કરતા વધુ લોકો રક્તદાન કરે તેવો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેમજ જે પણ રક્ત એકત્ર થશે તે થેલેસેમિયાના દર્દીઓને આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે નિમિત્તે અલગ અલગ સેવાના કાર્ય થઈ રહ્યા છે. ત્યારે થેલેસેમિયાના દર્દીઓને રક્ત માટે હાલાકી ન પડે તે માટે રેડ ક્રોસ સોસાયટીને સાથે લઈને અખંડાનંદ સ્કૂલ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં શાહપુર વિસ્તારમાં આવેલી શાળાઓના શિક્ષકો અને સ્ટાફ કર્મચારીઓ તેમજ અમદાવાદ આચાર્ય મંડળ અને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કર્મચારી જોડાયા હતા અને રક્તદાન કર્યું હતું. તેમજ ધારાસભ્ય કૌશિક જૈન અને ભાજપ શહેર પ્રમુખ પ્રેરક શાહ પણ રક્તદાન કેમ્પસમાં હાજર રહ્યા હતા. એક દિવસમાં અંદાજે 250 કરતા વધુ શિક્ષકો અને શાળાના કર્મચારીઓ રક્તદાન કરવાના છે. અખંડાનંદ સ્કૂલના સંચાલક ચિરાગ સોલંકીએ જણાવ્યું હતું કે, નમો કે નામ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષ સુશાસન, સેવા અને સમર્પણની ભાવના સાથે કાર્ય કરવામાં આવ્યું છે. 17 તારીખથી લઈને 27 સપ્ટેમ્બર સુધી અલગ અલગ કાર્યક્રમ પણ દેશભરમાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે શાહપુરમાં આવેલી અમારી શાળામાં પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. 250 કરતાં વધુ લોકો રક્તદાન કરશે તેવું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. અંદાજે 1400 કરતા વધુ લોકોએ રક્તદાન કેમ્પ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેથી રક્તદાન કરનાર લોકોનો આંકડો વધારે પણ થઈ શકે તેવી આશા છે. વધુમાં ચિરાગ સોલંકીએ જણાવ્યું હતું કે, રેડ ક્રોસ સોસાયટી સાથે ટાયપ કરીને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આખા દિવસમાં જે પણ રક્ત ભેગું થશે તે થેલેસેમિયાના દર્દીઓને આપવામાં આવશે. આજના આ રક્તદાન કેમ્પમાં અમદાવાદ શહેર આચાર્ય સંઘના તમામ લોકો, શાળા સંચાલક મંડળ, શિક્ષકો તેમજ શાળાના સ્ટાફના કર્મચારીઓ અને અમદાવાદ શહેર પૂર્વ પશ્ચિમ કચેરીના કર્મચારીઓ રક્તદાન કરવાના છે. તેમજ મોટી સંખ્યામાં વાલીઓ પણ અમારી સાથે રક્તદાન કેમ્પમાં જોડાવાના છે.
    Click here to Read More
    Previous Article
    પાટણના સિદ્ધિ સરોવરમાં યુવકે ઝંપલાવ્યાની આશંકા:મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળ્યા, ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી
    Next Article
    નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી:મહેસાણાના મોઢેરા નજીકથી નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment