Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી:મહેસાણાના મોઢેરા નજીકથી નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર

    6 hours ago

    મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના મોઢેરા નજીક આવેલી નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા ઈસમનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે. કેનાલના સાયફનમાં એક પુરુષનો મૃતદેહ મુક્તપણે તરતો હોવાનું સ્થાનિક લોકોના ધ્યાને આવતાં તુરંત જ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મોઢેરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહને કેનાલમાંથી સુરક્ષિત બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ફાયર ફાઈટરોની મદદથી મૃતદેહને બહાર કાઢીને પંચનામું કરી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતક વ્યક્તિની ઓળખ છતી ન થાય તે માટે કેનાલમાં મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં મળ્યો છે કે કેમ, તેમજ આ બનાવ પાછળ આત્મહત્યા છે કે પછી હત્યા કરીને પુરાવા નાશ કરવાના ઈરાદાથી શબને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યું છે તે અંગે અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. હાલમાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા સાથે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વકની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    શાહપુરની અખંડાનંદ સ્કૂલમાં 'નમો કે નામ' રક્તદાન કેમ્પ યોજાયો:PM મોદીના જન્મદિવસ નિમિત્તે શિક્ષકો, કર્મચારીઓ અને DEO કચેરીની ટીમે રક્તદાન કર્યું
    Next Article
    લાલપુરમાં PM મોદીના જન્મદિવસ પર 'સેવા સંકલ્પ અભિયાન' શરૂ થશે:17 સપ્ટેમ્બરે વીર સાવરકર હાઈસ્કૂલમાં દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment