Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉગ્ર બની:બોટાદમાં કલેક્ટરને આવેદનપત્ર; રાષ્ટ્રપતિ, PM અને CMને રજૂઆત

    9 hours ago

    બોટાદમાં ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે વિવિધ હિંદુ, ગૌસેવા અને સામાજિક સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનોએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન અપાયું છે. ગાય માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિક નથી, પરંતુ કૃષિ, પર્યાવરણ અને ગ્રામ્ય અર્થતંત્ર સાથે પણ ગાઢ રીતે જોડાયેલી છે. તેથી, કેન્દ્ર સરકાર ગાયને સત્તાવાર રીતે 'રાષ્ટ્રમાતા' જાહેર કરે તેવી તેમની મુખ્ય માંગ છે. આ કાર્યક્રમ દરમિયાન હજારો નાગરિકોના સમર્થનરૂપ હસ્તાક્ષરો પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. આ હસ્તાક્ષર અભિયાનના દસ્તાવેજો પણ જિલ્લા કલેક્ટરને સુપરત કરાયા હતા, જેથી જનભાવના રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડી શકાય. સંગઠનોએ જિલ્લા કલેક્ટર મારફતે ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીને અલગ-અલગ આવેદનપત્રો મોકલ્યા હતા. આ આવેદનપત્રોમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે જરૂરી કાયદાકીય અને વહીવટી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરાઈ છે. પ્રતિનિધિઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે ગૌસંરક્ષણ માટે અનેક કાયદા હોવા છતાં ગાયોની દુર્દશા, ગેરકાયદેસર હેરફેર, તસ્કરી અને અકસ્માતોમાં મૃત્યુ જેવી ઘટનાઓ હજુ પણ જોવા મળે છે. ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાથી ગૌસંરક્ષણને વધુ મજબૂતી મળશે અને સમાજમાં ગૌસેવા પ્રત્યે જાગૃતિ વધશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ગૌસંરક્ષણ, ગૌશાળાઓને વધુ સહાય, રસ્તાઓ પર રખડતી ગાયોના પ્રશ્નોનો કાયમી ઉકેલ અને ગૌવંશના સંવર્ધન માટે અસરકારક નીતિઓ અમલમાં મૂકવાની પણ માંગ કરાઈ હતી. ઉપસ્થિત લોકોએ આ માંગને રાજકીય નહીં, પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ભાવનાથી જોડાયેલો વિષય ગણાવ્યો હતો. સંગઠનના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગ પર યોગ્ય સમયમર્યાદામાં હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વધુ વ્યાપક જનઆંદોલન, હસ્તાક્ષર અભિયાન અને લોકજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. તેમણે દેશભરના નાગરિકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. અંતમાં, જિલ્લા કલેક્ટરે રજૂઆત સ્વીકારીને નિયમ મુજબ સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હોવાનું પ્રતિનિધિઓએ જણાવ્યું હતું. આ કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પૂરઝડપે જતું એક્ટિવા થાંભલા સાથે અથડાયું:17 વર્ષીય સગીર ભાઈનું ઘટનાસ્થળે જ મોત, 14 વર્ષીય બહેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત
    Next Article
    પાટણ 108 ટીમને રાષ્ટ્રીય 'સેવિયર એવોર્ડ' મળ્યો:દર્દીનો જીવ બચાવવા બદલ હૈદરાબાદમાં સન્માનિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment