Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ 108 ટીમને રાષ્ટ્રીય 'સેવિયર એવોર્ડ' મળ્યો:દર્દીનો જીવ બચાવવા બદલ હૈદરાબાદમાં સન્માનિત કરાયા

    10 hours ago

    પાટણની 108 એમ્બ્યુલન્સ ટીમને હૃદયરોગના ગંભીર દર્દીનો જીવ બચાવવા બદલ રાષ્ટ્રીય કક્ષાનો 'નેશનલ સેવિયર એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન હૈદરાબાદ ખાતે યોજાયું હતું. 108 ઇમરજન્સી સેવાના EMT નિલેશ ચેતવાણી અને પાયલોટ જયસિંહ રાજપૂતને આ એવોર્ડથી સન્માનિત કરાયા. હૈદરાબાદમાં GVK ગ્રુપના સ્થાપક અને ચેરમેન જી.વી.કે. રેડ્ડી તેમજ ગુજરાત EMRI GHSના COO જશવંત પ્રજાપતિના હસ્તે તેમને 'નેશનલ સેવિયર એવોર્ડ' પ્રદાન કરવામાં આવ્યો હતો. ઘટના ગત 23 એપ્રિલના રોજ બની હતી, જ્યારે પાટણ 108 ટીમને 50 વર્ષીય દર્દી તુલસીભાઈ નરશીભાઈને ધારપુરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરવાનો ઇમરજન્સી કોલ મળ્યો હતો. 123 કિલોમીટરના આ લાંબા રૂટ પર, વેન્ટિલેટર સપોર્ટ પર રહેલા દર્દીને રસ્તામાં જ કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. આ કટોકટીભરી સ્થિતિમાં, 108 ટીમે તાત્કાલિક CPR આપ્યું અને દર્દીનો એરવે મેનેજ કર્યો. અમદાવાદ હેડ ઓફિસના ડોક્ટરની ટેલિફોનિક સલાહ મુજબ, જરૂરી ઇન્જેક્શન અને દવાઓ આપીને દર્દીના ધબકારા ફરી શરૂ કરવામાં ટીમને સફળતા મળી હતી. દેશના 15 રાજ્યોમાં કાર્યરત 108 ઇમરજન્સી સેવાના શ્રેષ્ઠ ક્રિટિકલ કેસોમાંથી પાટણના આ કેસની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવી હતી. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પાટણ જિલ્લા 108 ની ટીમ, પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી અને EME નરેશ પટેલને અભિનંદન મળી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉગ્ર બની:બોટાદમાં કલેક્ટરને આવેદનપત્ર; રાષ્ટ્રપતિ, PM અને CMને રજૂઆત
    Next Article
    પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી ઝડપાયો:પશ્ચિમ કચ્છ LCBએ રવિરાજસિંહ સોઢાને પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment