Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીએ નવસારીમાં AI આધારિત 'નમો કમલમ'નું લોકાર્પણ કર્યું:500 ડમરુના નાદ અને 1100 બહેનોએ કળશથી સ્વાગત કર્યું, 389 ગામોમાં 4000 સ્ક્રીન પર લાઈવ પ્રસારણ

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી નવસારી પહોંચ્યા છે, જ્યાં તેમણે નવસારીના નેશનલ હાઇવે ગ્રીડ નજીક ભાજપના દેશના પ્રથમ AI આધારિત અત્યાધુનિક કાર્યાલય ‘નમો કમલમ’નું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. કાર્યક્રમ સ્થળે 5000થી વધુ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. સમગ્ર જિલ્લામાં 4000 સ્ક્રીન પરથી 1.15 લાખ લોકો આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા છે. PMનું કળશ અને ડમરુથી સ્વાગત કરાયું વડાપ્રધાન હેલિપેડ પર ઉતર્યા ત્યારે તેમનું ભવ્ય અને પરંપરાગત શૈલીમાં સ્વાગત કરાયું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ 1100 બહેનો માથે કળશ મૂકીને તેમના આગમનને વધાવ્યું. 500 જેટલા પુરુષોએ વિશેષ ડમરુ વાદન કરીને સમગ્ર વાતાવરણને શિવમય બનાવ્યું. આ સિવાય 30 બહેનોએ ઢોલ-ત્રાંસાના તાલ સાથે પરંપરાગત વાદ્યો વગાડીને વાતાવરણ ગજવી નાખ્યું. ‘નમો કમલમ’ પરિસરની મુલાકાત લીધી ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન ‘નમો કમલમ’ પરિસરની મુલાકાત લઈને વિગતવાર સમીક્ષા કરી. તેમણે મુખ્ય કાર્યાલય, અદ્યતન મીડિયા સેન્ટર અને ડિજિટલ કોલ સેન્ટરની કાર્યપ્રણાલીનું નિરીક્ષણ કર્યું. આ ઉપરાંત આધુનિક લાઈબ્રેરી તેમજ સાંસદ અને ધારાસભ્ય માટે બનાવાયેલી ખાસ કેબિનની મુલાકાત લીધી. આ સાથે જ તેમણે પંડિત દીનદયાળ મીટિંગ હોલ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી હોલ અને અટલ સભાખંડનું પણ નિરીક્ષણ કર્યું. 389 ગામોમાં 4000 સ્ક્રીનથી ઘરઆંગણે જ લાઈવ પ્રસારણ કાર્યક્રમના સીધા પ્રસારણ માટે જિલ્લાભરમાં વ્યાપક ડિજિટલ આયોજન કરવામાં આવ્યું છે. નવસારીના તમામ 389 ગામોમાં કુલ 4000 જેટલી સ્ક્રીન ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થાના માધ્યમથી 1.15 લાખથી વધુ ગ્રામજનો પોતપોતાના ગામમાં બેસીને કાર્યક્રમ જોઈ શકશે. ગ્રામીણ પ્રજા વડાપ્રધાનના સંબોધનને ઘરઆંગણે જ લાઈવ સાંભળી શકશે. ત્રિસ્તરીય સુરક્ષા અને વ્યાપક સુવિધાઓ હાઇવે નજીકના આ પરિસરમાં સુરક્ષાના નિયમો મુજબ કડક ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમગ્ર પરિસરની સુરક્ષાનું સીધું મોનિટરિંગ કરી રહ્યા છે. 'નમો કમલમ'ની બાજુમાં જ વિશાળ વોટરપ્રૂફ ડોમ અને પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાઈ છે. મુલાકાતીઓ માટે પીવાના પાણી સહિતની તમામ સુવિધાઓ પૂર્ણ કરાઈ છે, જ્યાં લોકાર્પણ બાદ PM મોદી જનસભાને સંબોધશે.
    Click here to Read More
    Previous Article
    તેલંગાણા વિધાનસભામાં અધિકારીને હાર્ટ એટેક આવ્યો:બેભાન થઈને ઢળી પડ્યા હતા, મંત્રીએ CPR આપ્યો; હોસ્પિટલ લઈ જતી વખતે મોત
    Next Article
    બેફામ સ્પીડે દોડતા ડમ્પરની પલટી, બે લોકો માંડ બચ્યા; CCTV:15 ટન રેતીનો કાર પર ઢગલો, વંથલી-જૂનાગઢ હાઈવેનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment