Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદી 8મી સપ્ટેમ્બરે ગુજરાત આવશે:વડોદરા-નવસારીમાં જનસભાને સંબોધશે, નવસારી જિલ્લા કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે

    11 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવશે. PM મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન વડોદરા અને નવસારીમાં બે મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાશે. વડોદરામાં લોકાર્પણ કાર્યક્રમ સાથે જનસભાને સંબોધશે, જ્યારે નવસારીમાં જિલ્લા કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. છેલ્લે પીએમ મોદી 4 જુલાઈએ સાણંદ સ્થિત CG સેમિની OSAT ફેસિલિટીના ઉદઘાટન પ્રસંગે ગુજરાત આવ્યા હતા. 8મીએ બપોરે 12 વાગ્યે વડોદરા પહોંચશે પ્રવાસના કાર્યક્રમ મુજબ PM મોદી બપોરે 12 વાગ્યે વડોદરા એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ તેઓ વડોદરા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અહીં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ કાર્યક્રમ બાદ PM મોદી જનસભાને સંબોધન કરશે. 3 વાગ્યે ચોપરથી નવસારી જશે વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ બપોરે 3 વાગ્યાની આસપાસ ચોપર મારફતે નવસારી પહોંચશે. નવસારીમાં જિલ્લા કમલમ કાર્યાલયના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. 4.15 વાગ્યે નવસારીથી સુરત, 4.38 વાગ્યે મુંબઈ રવાના નવસારીનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ PM મોદી સાંજે 4.15 વાગ્યે નવસારી હેલીપેડથી સુરત માટે રવાના થશે. ત્યાર બાદ સાંજે 4.38 વાગ્યે સુરતથી મુંબઈ જવા રવાના થવાનો કાર્યક્રમ છે. આ રીતે PM મોદીની 8 સપ્ટેમ્બરની ગુજરાત મુલાકાતમાં વડોદરા અને નવસારી એમ બે શહેરોમાં જાહેર તથા સંગઠનાત્મક કાર્યક્રમો યોજાશે. PMના કાર્યક્રમના પગલે હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા 8મી સપ્ટેમ્બરે વડાપ્રધાન વડોદરા અને નવસારી આવી રહ્યા હોય આજે મોડી સાંજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા. છેલ્લા 4 જુલાઈએ અમદાવાદના સાણંદ આવ્યા હતા PM મોદીએ છેલ્લા 4 જુલાઈએ સાણંદ સ્થિત CG સેમિ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. સાણંદના કાર્યક્રમ બાદ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજ્યના મંત્રીમંડળ સાથે બેઠક યોજી હતી.
    Click here to Read More
    Previous Article
    'તું કોણ અમને કહેવાવાળો?':આજવા ચોકડી પાસે બાપોદ પોલીસ વાનના ડ્રાઇવર પર 3 શખ્સોનો જીવલેણ હુમલો, ઇજાગ્રસ્ત ડ્રાઇવર ICUમાં દાખલ
    Next Article
    તહેવારોને લઈને પાલિકાએ 6 યુનિટનું ઇન્સ્પેક્શન કર્યું:મુક્તાનંદ સર્કલ પાસે ‘અપના પંજાબ’ અને ‘જય મહાકાળી સેવઉસળ’માં અસ્વચ્છતા જણાતા 80 કિલો શાકભાજી સહિતના અખાદ્ય પદાર્થનો નાશ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment