Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તહેવારોને લઈને પાલિકાએ 6 યુનિટનું ઇન્સ્પેક્શન કર્યું:મુક્તાનંદ સર્કલ પાસે ‘અપના પંજાબ’ અને ‘જય મહાકાળી સેવઉસળ’માં અસ્વચ્છતા જણાતા 80 કિલો શાકભાજી સહિતના અખાદ્ય પદાર્થનો નાશ કર્યો

    14 hours ago

    વડોદરા શહેરમાં આગામી તહેવારોને અનુલક્ષીને નાગરિકોના આરોગ્યની સુરક્ષા તેમજ ખાદ્યપદાર્થોની શુદ્ધતા અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે વડોદરા મહાનગરપાલિકા (VMC) ની ખોરાક શાખા દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરના આદેશ તેમજ અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે વાસણા-ભાયલી રોડ, ઓલ્ડ પાદરા રોડ, કારેલીબાગ, મુક્તાનંદ સર્કલ અને સમા-સાવલી રોડ પર આવેલા કુલ 6 જેટલા જાણીતા ખાદ્ય એકમોનું ઓચિંતું ઇન્સ્પેક્શન કર્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન પનીર અને પ્રીપેર્ડ ફૂડના શંકાસ્પદ નમૂનાઓ લેબ ટેસ્ટિંગ માટે લેવાયા હતા. સાથોસાથ ગંભીર ક્ષતિઓ બદલ 2 એકમોને શેડ્યૂલ-4 ની નોટિસ પાઠવી, વોર્ડ સ્ટાફ સાથેની સંયુક્ત કામગીરીમાં ₹15,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ 80 કિલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કરી 1 યુનિટ તાત્કાલિક બંધ કરાવાયું હતું. પીઝા પોઇન્ટ અને હરીઓમ દાલબાટીને અસ્વચ્છતા બદલ નોટિસ તપાસ દરમિયાન વાસણા-ભાયલી રોડ પર આવેલા 'પીઝા પોઇન્ટ' રેસ્ટોરન્ટમાં કિચન અને સ્ટોરેજ એરિયામાં ભારે ગંદકી તથા અસ્વચ્છ પરિસ્થિતિ જણાતાં ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ શેડ્યૂલ-4 ની કડક નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત સમા-સાવલી રોડ પર સ્થિત 'હરીઓમ દાલબાટી' રેસ્ટોરન્ટમાં પણ હાઇજિનના નિયમોનો ઉલ્લંઘન સામે આવતાં સંચાલકને શેડ્યૂલ-4 ની નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ સ્થળ પર જ ₹5,000 નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. કારેલીબાગમાં મિસબ્રાન્ડેડ પ્રોડક્ટ્સ પકડાતાં દુકાન બંધ કરાવાઈ ખોરાક શાખાની ટીમે કારેલીબાગ વિસ્તારમાં બ્રાઇટ સ્કૂલ નીચે આવેલા 'ભાવિકા વીઝન' નામના રિટેલર યુનિટમાં આકસ્મિક દરોડો પાડ્યો હતો. આ તપાસ દરમિયાન મોટા પાયે શંકાસ્પદ અને મિસબ્રાન્ડેડ ખાદ્યપદાર્થોનો જથ્થો સંગ્રહાયેલો મળી આવ્યો હતો. નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન જણાતાં ફૂડ ટીમે તાત્કાલિક અસરથી આ આખું યુનિટ બંધ કરાવી આગળની કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. મુક્તાનંદ સર્કલે 80 કિલો શાકભાજી-ખોરાકનો નાશ, ₹10,000 નો દંડ મુક્તાનંદ સર્કલ પાસે આવેલા પ્રખ્યાત 'અપના પંજાબ' અને 'જય મહાકાળી સેવઉસળ' રેસ્ટોરન્ટ્સમાં ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવતાં ભારે ગંદકી અને વાસી સામગ્રી ધ્યાને આવી હતી. ફૂડ વિભાગે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે બંને સ્થળોએથી મળી આવેલા કુલ 80 કિલો વાસી શાકભાજી તેમજ અખાદ્ય પ્રીપેર્ડ ફૂડનો કચરાપેટીમાં નિકાલ કરી સ્થળ પર જ નાશ કર્યો હતો. સ્થાનિક વહીવટી વોર્ડ સાથે સંયુક્ત કાર્યવાહી કરીને આ બંને એકમો પાસેથી ₹5,000-₹5,000 મળીને કુલ ₹10,000 નો રોકડ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    PM મોદી 8મી સપ્ટેમ્બરે ગુજરાત આવશે:વડોદરા-નવસારીમાં જનસભાને સંબોધશે, નવસારી જિલ્લા કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે
    Next Article
    જામનગરમાં બાળકોની બોલાચાલીમાં વૃદ્ધનું મૃત્યુ:પાડોશી સાથેની ધક્કામુક્કી બાદ હત્યાનો ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment