Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તું કોણ અમને કહેવાવાળો?':આજવા ચોકડી પાસે બાપોદ પોલીસ વાનના ડ્રાઇવર પર 3 શખ્સોનો જીવલેણ હુમલો, ઇજાગ્રસ્ત ડ્રાઇવર ICUમાં દાખલ

    9 hours ago

    વડોદરા શહેરના આજવા ચોકડી પાસે મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની ઐસીતૈસી કરતો બનાવ સામે આવ્યો છે. રાત્રિના સુમારે રિક્ષામાં બેસીને બૂમાબૂમ કરી રહેલા 3 અજાણ્યા શખ્સોને શાંતિ જાળવી ઘરે જતા રહેવાની સામાન્ય સલાહ આપવી બાપોદ પોલીસ વાનના ડ્રાઇવરને ભારે પડી ગઈ હતી. અસામાજિક તત્વોએ ઉશ્કેરાઈ જઈ પોલીસ મોબાઈલ વાનના ડ્રાઇવર સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી કરી તેમને વાહનમાંથી બહાર ખેંચી કાઢી ગડદાપાટુનો ઢોરમાર માર્યો હતો. એટલું જ નહીં, એક શખ્સે માથાના પાછળના ભાગે લાકડાનો ફટકો ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન બૂમાબૂમ કરતા શખ્સોને ટોક્યા હતા બાપોદ પોલીસ સ્ટેશનમાં બાપોદ-1 સરકારી મોબાઈલ વાનમાં આઉટસોર્સ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા સંદિપભાઈ ઈશ્વરભાઈ પરમાર રાત્રિના સમયે નિયમિત પેટ્રોલિંગમાં હતા. મોડી રાત્રે આશરે 3:30 વાગ્યાના સુમારે તેઓ આજવા રોડ પર આવેલા રાત્રી બજારના મુખ્ય ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ઓટોરિક્ષામાં બેસેલા 3 શખ્સો મોટેમોટેથી બૂમાબૂમ કરી ઉત્પાત મચાવી રહ્યા હતા. જેથી સંદિપભાઈએ પોતાની ગાડી ધીમી પાડી તેમને જાહેર માર્ગ પર બૂમાબૂમ ન કરવા અને શાંતિથી ઘરે જતા રહેવા જણાવ્યું હતું. પોલીસ કર્મીને ગાડીમાંથી નીચે ઉતારી લાકડાના ફટકાથી હુમલો કર્યો પોલીસ ડ્રાઇવરે ટકોર કરતાં જ એક શખ્સ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને 'તું કોણ છે અમને કહેવાવાળો?' તેમ કહી બેફામ ગાળો ભાંડવા લાગ્યો હતો. જોતજોતામાં ત્રણેય શખ્સોએ ભેગા મળી ડ્રાઇવર સંદિપભાઈને કોલર પકડીને પોલીસ વાનમાંથી બળજબરીપૂર્વક બહાર ખેંચી કાઢ્યા હતા અને મુક્કા-લાતોનો માર મારવા લાગ્યા હતા. ઝપાઝપી દરમિયાન એક હુમલાખોરે નજીકમાં પડેલો લાકડાનો જાડો ફટકો ઉઠાવી સંદિપભાઈના માથાના પાછળના ભાગે જોરદાર ફટકારી દેતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા. લોકો દોડી આવતાં હુમલાખોરો ધમકી આપી રિક્ષા સાથે ફરાર હુમલાખોરોએ જતા-જતા 'જો હવે પછી આ બાજુ દેખાઈશ તો જાનથી મારી નાખીશું' તેવી ગંભીર ધમકી આપી હતી. આ દરમિયાન રાત્રી બજારમાં કામ કરતા સ્થાનિક લોકો અને વેપારીઓ બૂમાબૂમ સાંભળી સ્થળ પર દોડી આવતાં ત્રણેય અજાણ્યા આરોપીઓ પોતાની રિક્ષા હંકારીને અંધારામાં નાસી છૂટ્યા હતા. ઘટના બાદ અન્ય પોલીસ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી લોહીલુહાણ હાલતમાં સંદિપભાઈને સારવાર અર્થે આજવા રોડ સ્થિત કેર નર્સિંગ હોમ એન્ડ ICU હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બાપોદ પોલીસે સંદિપભાઈની ફરિયાદના આધારે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરી રિક્ષા નંબર અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    हैप्पी कपल्स का सीक्रेट, 5 आदतें जो कपल्स रात को सोने से पहले हर रात करते हैं, रिश्ते में कभी नहीं आती दूरी
    Next Article
    PM મોદી 8મી સપ્ટેમ્બરે ગુજરાત આવશે:વડોદરા-નવસારીમાં જનસભાને સંબોધશે, નવસારી જિલ્લા કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment