Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ 'આર્ટિસ્ટ' બન્યા, જાદુગરનો કિસ્સો સંભળાવ્યો:મારી અને PMની પત્ની નથી બોલતા જ સાંસદો ખડખડાટ હસ્યા; નડ્ડાએ ખડગેને સીડી ઉતરવામાં મદદ કરી; સંસદની ટોપ-7 મોમેન્ટ્સ

    6 days ago

    સંસદના વિશેષ સત્રમાં શુક્રવારે મહિલા અનામત બિલ સંબંધિત સુધારા બિલ પર ચર્ચા ચાલી રહી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાની સ્પીચ દરમિયાન કહ્યું કે તેમની અને PMની પત્ની નથી. જ્યારે અનુરાગ ઠાકુરે કહ્યું કે રાહુલ હંમેશા ભાષણ આપીને ભાગી જાય છે. નિશિકાંત દુબેએ કહ્યું કે સોનિયા, સીતારામ કેસરીની ધોતી ખોલીને કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા. જુઓ લોકસભાની ટોપ-7 મોમેન્ટ્સ… 1. રાહુલ બોલ્યા- મારી અને PMની પત્ની નથી રાહુલે મહિલા અનામત બિલ પર ભાષણ શરૂ કરતા કહ્યું કે આપણે આ રૂમમાં બેઠેલા બધા લોકો જાણીએ છીએ કે મહિલાઓના મુદ્દાઓ શું છે. ઘરમાં માતાઓ અને બહેનો અને પત્નીઓ છે. હા, પણ મારી અને વડાપ્રધાનજીની પત્ની નથી. આ પછી ગૃહમાં વિપક્ષ અને સત્તા પક્ષના સભ્યો હસવા લાગ્યા. 2. નડ્ડાએ ખડગેને સીડી ઉતરવામાં મદદ કરી કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મદદ કરી. જ્યારે ખડગે રાજ્યસભાની અંદર સીડીઓ ચઢી રહ્યા હતા, ત્યારે નડ્ડાએ ખડગેનો હાથ પકડીને તેમને સીડીઓ ઉતરવામાં મદદ કરી. 3. રાહુલે જાદુગર અને બગીચાનો કિસ્સો સંભળાવ્યો રાહુલે પોતાની સ્પીચ દરમિયાન બગીચા અને જાદુગરનો કિસ્સો સંભળાવ્યો. રાહુલે જણાવ્યું કે જાદુગરની વાર્તા સંભળાવતી વખતે જગલિંગ કરી અને બોક્સમાં તાળું લગાવવાની એક્ટિંગ કરીને બતાવી. જ્યારે તેમને ઓમ બિરલાએ ફરીથી ટોક્યા ત્યારે રાહુલ બોલ્યા કે સર, સંભળાવવા દો, મજા આવશે. હું આર્ટિસ્ટ છું, ચિત્રો બનાવું છું. 4. સ્પીકર બિરલા બોલ્યા- રાહુલજી, જાદુને બદલે બિલ પર બોલો રાહુલ ગાંધી જ્યારે જાદુગર સાથે જોડાયેલો કિસ્સો સંભળાવી રહ્યા હતા ત્યારે બધા હસી રહ્યા હતા. સ્પીકર ઓમ બિરલાએ પણ હસતા હસતા કહ્યું કે રાહુલજી, તમે જાદુ પર બોલવા કરતાં બિલ પર બોલો તો સારું. આ પછી હોબાળો થયો, અને રાહુલ બેસી ગયા. સ્પીકરે કહ્યું- તમે જે ચોક પર બોલો છો તે જ સંસદમાં બોલો, એવું નથી થતું, આ સંસદની પોતાની ગરિમા હોય છે. 5. અનુરાગ ઠાકુરે કહ્યું- રાહુલ ભાષણ આપીને ભાગી જાય છે અનુરાગ ઠાકુરે કહ્યું કે ગૃહનો નિયમ કહે છે કે જે વ્યક્તિએ ભાષણ પૂરું કર્યું હોય તેને ગૃહમાં રોકાવું પડે છે, પરંતુ રાહુલ ગાંધી હંમેશા ભાષણ આપીને ભાગી જાય છે. સાંભળવા માટે ક્યારેય તૈયાર હોતા નથી. તેઓ અસત્ય બોલીને અહીંથી ભાગી જાય છે. 6. નિશિકાંત બોલ્યા- સોનિયા, સીતારામ કેસરીની ધોતી ખોલીને કોંગ્રેસ અધ્યક્ષ બન્યા ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું- છેલ્લા બે દિવસથી અમારી સરકાર મહિલાઓને અનામત આપવા માટે ચિંતિત છે. મોડી રાત સુધી અમે અહીં ઉપસ્થિત રહ્યા. મને લાગ્યું કે કોંગ્રેસના જે નેતાઓ છે તેમનું ભાષણ એક શો જેવું હતું, જેમ કે માઈકલ જેક્સનનું. આજે 17 તારીખ છે તે પણ ખાસ છે કારણ કે 17 એપ્રિલ 1987ના રોજ રાજીવ ગાંધી પર બોફોર્સનો આરોપ લાગ્યો. 17 એપ્રિલ 1998ના રોજ સોનિયા ગાંધી સીતારામ કેસરીની ધોતી ખોલીને કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. 7. કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલ વ્હીલચેર પર સંસદ પહોંચ્યા નાગરિક ઉડ્ડયન અને સહકાર રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ પગમાં ઈજા થતાં વ્હીલચેર પર સંસદ પહોંચ્યા. આજે લોકસભામાં મહિલા અનામત સંબંધિત ત્રણ સુધારા બિલ પર મતદાન થશે. ---------------------------------------- સંસદના વિશેષ સત્રના આ સમાચાર પણ વાંચો… રાહુલે કહ્યું-બાલાકોટ, નોટબંધી, સિંદૂરનો જાદુગર પકડાઈ ગયો::NDAના સાંસદોએ કહ્યું- આ PMનું અપમાન, ભાષણ પૂરુ કરતાં 16 એપ્રિલ અને 16 નંબરનું સસ્પેન્સ ઉભું કર્યું 2023નું મહિલા અનામત બિલ 3 વર્ષ પછી લાગુ:અ઼ડધી રાતના નોટિફિકેશન પર વિપક્ષનો સવાલ- જ્યારે કાયદો હતો જ નહીં તો સુધારો કેવો અમિત શાહે સમજાવ્યું- કેવી રીતે લોકસભાની બેઠકો 850 થશે:દક્ષિણના 5 રાજ્યોની બેઠકો 129થી 195 થઈ જશે; સૌથી વધુ ફાયદો યુપી, મહારાષ્ટ્રને
    Click here to Read More
    Previous Article
    રાહુલે કહ્યું-બાલાકોટ, નોટબંધી, સિંદૂરનો જાદુગર પકડાઈ ગયો:ભાષણ પૂરુ કરતાં 16 એપ્રિલ અને 16 નંબરનું સસ્પેન્સ ઉભું કર્યું; અમિત શાહ સાંજે 6 વાગ્યે આપશે જવાબ
    Next Article
    સુરતમાં ભાજપના નેતાઓની સ્થાનિક સાથે હાથાપાઈ:પાણી મુદ્દે ગાળાગાળી પર ઉતર્યા, મહિલાઓએ ભરબજારે 30 વર્ષનો હિસાબ માગ્યો; ભાગવાની નોબત આવી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment