Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલે કહ્યું-બાલાકોટ, નોટબંધી, સિંદૂરનો જાદુગર પકડાઈ ગયો:ભાષણ પૂરુ કરતાં 16 એપ્રિલ અને 16 નંબરનું સસ્પેન્સ ઉભું કર્યું; અમિત શાહ સાંજે 6 વાગ્યે આપશે જવાબ

    6 days ago

    રાહુલ ગાંધીએ શુક્રવારે લોકસભામાં કહ્યું- આ મહિલા અનામત બિલ મહિલાઓને સશક્ત બનાવશે નહીં. આ એક શરમજનક કાયદો છે. જૂનો કાયદો પાછો લાવો, અમે તેનું સમર્થન કરીશું. આ ફક્ત ભારતના ચૂંટણી નકશાને બદલવા માટે છે. પીએમ મોદીનું નામ લીધા વિના રાહુલ ગાંધીએ કહ્યું, બાલાકોટ, નોટબંધી અને સિંદૂરનો જાદુગર પકડાઈ ગયો છે. NDA સાંસદોએ વિરોધ કરતા કહ્યું, રાહુલ વડાપ્રધાનનું અપમાન કરી રહ્યા છે. ત્યારબાદ સ્પીકર ઓમ બિરલાએ તેમના વિવાદાસ્પદ શબ્દોને કાર્યવાહીમાંથી હટાવી દીધા હતા. ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે 6 વાગ્યે લોકસભામાં મહિલા અનામત બિલ અને સીમાંકન બિલ પરની ચર્ચાનો જવાબ આપશે. લોકસભામાં મહિલા અનામત લાગુ કરવા માટે બેઠકોના સીમાંકન સંબંધિત ત્રણ સુધારેલા બિલો પર લોકસભામાં બીજા દિવસે ચર્ચા થઈ રહી છે. બિલો પર આજે મતદાન થશે. રાહુલના ભાષણના 3 મુખ્ય મુદ્દા: કહ્યું- જાદુગર પકડાઈ ગયો છે સત્ય એ છે કે, જાદુગર પકડાઈ ગયો છે: ભાજપ જાણે છે કે આ બિલ પસાર થઈ શકતું નથી. તેઓ જાણે છે. તેથી જ તેમણે ચૂંટણી નકશો બદલવા માટે મહિલાઓના અનામતનો આશરો લીધો. સત્ય એ છે કે, જાદુગર પકડાઈ ગયો છે. સિંદૂર અને નોટબંધીનો જાદુગર પકડાઈ ગયો છે. અમે તમને ચૂંટણીનો નકશો બદલવા નહીં દઈએ: તમે ડરો છો કે દેશના રાજકારણમાં શું થઈ રહ્યું છે. તમારો પાવર ઘટી રહ્યો છે. તેથી તમે ચૂંટણીનો નકશો બદલવાનો પ્રયાસ કરી રહ્યા છો, જેમ તમે આસામમાં કર્યું હતું, પરંતુ અમે તમને તે કરવા નહીં દઈએ. સમગ્ર વિપક્ષ તમને હરાવશે. દલિતો અને ઓબીસી પ્રત્યે ક્રૂરતાવાળું બિલ: આ ભારતીય ઇતિહાસનું સૌથી કડવું સત્ય છે. હું તેના વિશે બધું જ જાણું છું. આ ઓબીસી અને દલિતો પ્રત્યે ક્રૂરતાવાળું બિલ છે. બધા જાણે છે કે ઓબીસી, દલિતો અને મહિલાઓ સાથે શું થાય છે. સરકાર ઓબીસીના અધિકારો છીનવી લેવા માંગે છે. રાહુલે કહ્યું- મારે અને વડાપ્રધાનને કોઈ 'વાઈફ ઈશ્યુ' નથી મહિલા અનામત પર ચર્ચા દરમિયાન, રાહુલ ગાંધીએ એક રમૂજી ટિપ્પણી કરતા કહ્યું, "મારે કે વડાપ્રધાનને કોઈ 'વાઈફ ઈશ્યુ' નથી." આનાથી ગૃહમાં હળવું હાસ્ય ફેલાયું. જોકે, તેમણે ઝડપથી વાતચીતને ફરીથી મામલાની ગંભીરતા તરફ વાળી. PMએ મતદાનના બે કલાક પહેલા X પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, "હું બધા સાંસદોને વિનંતી કરું છું કે તેઓ પોતાની માતાઓ, બહેનો, પુત્રીઓ અને પત્નીઓને યાદ કરીને મતદાન કરે. તેમને વંદન કરવાનો આ એક શ્રેષ્ઠ અવસર છે." મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- અમે બિલ પાસ થવા દઈશું નહીં. અમે તેની વિરુદ્ધ મતદાન કરીશું. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું- સરકારે સીમાંકનનું નાટક ન કરવું જોઈએ ટીએમસી સાંસદે કહ્યું- અનામત માટે સીમાંકનનું નાટક ન કરો. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું, "જો તમને અનામત જોઈતી હોય, તો હમણાં જ લાવો. 50% અનામત લાવો. સીમાંકનની કોઈ જરૂર નથી. આ માટે નાટકની કોઈ જરૂર નથી. અમે બધા સહમત છીએ. પરંતુ તમારામાં હિંમત નથી. ખરેખરમાં તો તમારી પાર્ટીમાં જ એવું કરવા માંગતા નથી. ભાજપ પાસે કુલ 242 સાંસદો છે, પરંતુ ફક્ત 41 મહિલા છે. રાજ્યસભામાં 106 સાંસદો છે, અને ફક્ત 18 મહિલાઓ છે. તમે તમારા પાર્ટીમાં તેમનું સન્માન પણ કરતા નથી. જો તમે સત્તાની વાત કરો છો, તો તમારે પહેલા તેની પૂજા કરવી જોઈએ. જો તમે મહિલા સશક્તિકરણની ચિંતા કરો છો, તો 2027ની યુપી ચૂંટણીમાં 50% મહિલા ઉમેદવારો ઉભા કરો. આ સમાચાર પણ વાંચો... શાહે સમજાવ્યું- કેવી રીતે લોકસભાની બેઠકો 850 થશે:દક્ષિણના 5 રાજ્યોની બેઠકો 129 થી 195 થઈ જશે; સૌથી વધુ ફાયદો યુપી, મહારાષ્ટ્રને સંસદમાં મજાક-મસ્તી, VIDEO:માઇકની વાત પર બિરલા-રાહુલ હસી પડ્યા, PM મોદીએ અખિલેશને મિત્ર કહેતા ડિમ્પલ યાદવનું રિએક્શન જોવા જેવું; ટોપ-8 મોમેન્ટ્સ લોકસભાની કાર્યવાહીના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    10 remarkable animals found only in the western ghats
    Next Article
    રાહુલ 'આર્ટિસ્ટ' બન્યા, જાદુગરનો કિસ્સો સંભળાવ્યો:મારી અને PMની પત્ની નથી બોલતા જ સાંસદો ખડખડાટ હસ્યા; નડ્ડાએ ખડગેને સીડી ઉતરવામાં મદદ કરી; સંસદની ટોપ-7 મોમેન્ટ્સ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment