Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી:રાજકોટમાં હજારો લોકોએ 'આશીર્વાદનો દિવડો' કાર્યક્રમ અંતર્ગત હાથમાં દિવડો લઈ માનવસાંકળ બનાવી, વડાપ્રધાનનાં દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરાઈ

    8 hours ago

    રાજકોટમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસની અત્યંત ભાવુક અને સાવ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવના પંડાલમાં 'આશીર્વાદનો દિવડો' નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજકોટના ખૂણે-ખૂણેથી આવેલા હજારો નાગરિકોએ હાજરી આપી હતી. ગણપતિ દાદાની મહાઆરતી દરમિયાન તમામ લોકોએ પોતાના હાથમાં સળગતો દીવડો રાખી પ્રધાનમંત્રીના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશની સેવા માટેના સતત પ્રયાસો સફળ થાય તે માટે સામૂહિક પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમથી વાતાવરણ ભક્તિમય અને દેશપ્રેમના રંગે રંગાઈ ગયું હતું. આરતી પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે રેસકોર્સ ગ્રાઉન્ડથી લઈને બહુમાળી ભવન ચોક સુધીના આખા માર્ગ ઉપર એક વિશાળ માનવસાંકળ રચવામાં આવી હતી. જેમાં રેસકોર્સ રિંગરોડ પર હજારો લોકોએ એકબીજાના હાથ પકડીને અને હાથમાં દીવડો રાખીને ઉભા રહી એક અનોખો નજારો સર્જ્યો હતો. આ માનવસાંકળ થકી લોકોએ દેશના પ્રધાનમંત્રી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા, પ્રેમ અને આદર વ્યક્ત કર્યો હતો. આ રાત્રિના સમયે ઝગમગતા દીવડાઓ સાથે રચાયેલી માનવસાંકળ રાજકોટવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને શહેરના માર્ગો પર એક દિવ્ય અને અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી આખો મહિનો 'સેવા પખવાડિયા' અને સેવાકીય કાર્યોના પર્વ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી તરીકે અને તે પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે તેમના સેવાકાળને બિરદાવવા માટે વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ઉજવણીના પ્રથમ દિવસે સવારે શહેરના તમામ 18 વોર્ડ અને મંડળોમાં વિશાળ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરાયું હતું. આ સેવા પર્વ દરમિયાન ભાજપના કાર્યકરો અને નેતાઓ છેવાડાના માનવી સુધી પહોંચીને વિવિધ સરકારી યોજનાઓના લાભો પહોંચાડશે અને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધશે. આ સમગ્ર મહિના દરમિયાન આરોગ્ય નિદાન કેમ્પ, સ્વચ્છતા અભિયાન અને અન્ય સામાજિક કાર્યોનું પણ આયોજન કરવામાં આવશે. રાજકોટમાં યોજાયેલ 'આશીર્વાદનો દિવડો' કાર્યક્રમ અને માનવસાંકળ થકી નાગરિકોએ દેશના 'પ્રધાન સેવક' પ્રત્યે પોતાની લાગણી અને આભાર વ્યક્ત કરીને તેમના જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવી દીધી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીનો કેસ:હાઈબ્રિડ ગાંજો લેવા ચેન્નઈ ગયેલા આરોપીઓએ હોટેલમાંથી મેઈલ કર્યો, પોલીસે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા
    Next Article
    ગુજરાતના માછીમારો હવે 200 નોટિકલ માઈલ સુધી માછીમારી કરી શકશે:હાઈ-સી ફિશિંગ માટે 3 LoA ગુજરાતને, NFSU ગાંધીનગરમાં ડીપ-સી ફિશિંગ અંગે નેશનલ વર્કશોપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment