Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના માછીમારો હવે 200 નોટિકલ માઈલ સુધી માછીમારી કરી શકશે:હાઈ-સી ફિશિંગ માટે 3 LoA ગુજરાતને, NFSU ગાંધીનગરમાં ડીપ-સી ફિશિંગ અંગે નેશનલ વર્કશોપ

    7 hours ago

    ગુજરાતના માછીમારો માટે ડીપ-સી અને હાઈ-સી ફિશિંગ ક્ષેત્રે નવી તકો ઊભી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે ‘ડીપ સી ફિશિંગને પ્રોત્સાહન આપવા અને એક્સેસ પાસ-LoA ધારકો સાથે સંવાદ’ અંગે નેશનલ વર્કશોપ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી રાજીવ રંજન સિંહ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રો. એસ.પી.સિંહ બઘેલ ઉપસ્થિત રહ્યા હતા. 4 હજારથી વધુ એક્સેસ પાસ, ગુજરાતને 3 LoA કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે જણાવ્યું હતું કે ગુજરાતને 4 હજારથી વધુ એક્સેસ પાસ આપવામાં આવ્યા છે. તેના આધારે ગુજરાતના માછીમારો 12થી 200 નોટિકલ માઈલ સુધીના EEZ (Exclusive Economic Zone) વિસ્તારમાં માછીમારી કરી શકશે. આ ઉપરાંત હાઈ-સી ફિશિંગ માટે દેશભરમાં જારી કરાયેલા કુલ 14 Letter of Authorization (LoA)માંથી 3 ગુજરાતને મળ્યા છે. એટલે ગુજરાતના માછીમારો માટે 200 નોટિકલ માઈલથી આગળ હાઈ-સીમાં પણ માછીમારીની તકો ઊભી થઈ છે. ખાસ કરીને ટ્યૂના જેવી હાઈ વેલ્યૂ ફિશ માટે ગુજરાતમાં મોટી સંભાવના હોવાનું કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું. ટ્યૂના સહિતના ઉચ્ચ મૂલ્યના મત્સ્ય ઉત્પાદનોને આધુનિક પ્રોસેસિંગ, કોલ્ડ ચેઇન, પેકેજિંગ, વેલ્યુ એડિશન અને બ્રાન્ડિંગ સાથે જોડવામાં આવે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ગુજરાતની હાજરી વધુ મજબૂત બની શકે છે. 11 વર્ષમાં દેશનું મત્સ્ય ઉત્પાદન બમણાથી વધુ કેન્દ્રીય મંત્રીએ મત્સ્ય ક્ષેત્રના વિકાસના આંકડા રજૂ કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2013-14માં દેશનું કુલ મત્સ્ય ઉત્પાદન 95.7 લાખ ટન હતું, જે વર્ષ 2024-25માં વધીને 197.75 લાખ ટન થયું છે. એટલે કે 11 વર્ષમાં 106 ટકાનો વધારો થયો છે. ભારતની મત્સ્ય નિકાસ પણ વર્ષ 2013-14માં રૂ.30,213 કરોડ હતી, જે વર્ષ 2024-25માં વધીને રૂ.62,408 કરોડ અને વર્ષ 2025-26માં રૂ.73,890 કરોડના વિક્રમી સ્તરે પહોંચી છે. CM: સહકારી મંડળીઓ આગળ આવે તો કોલ્ડ સ્ટોરેજ માટે જમીન આપીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત પાસે 2,340 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે અને રાજ્યએ તેના દરિયાઈ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. ડીપ-સી ફિશિંગ માટે જરૂરી તાલીમ મેળવવા પર તેમણે ભાર મૂક્યો હતો. મત્સ્ય ક્ષેત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે, સ્થાનિક લોકો સહકારી ધોરણે આગળ આવે તો સરકાર કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઊભી કરી આપવા તેમજ તેના માટે જરૂરી જમીન ફાળવવા પણ તૈયાર છે. તેમણે સહકારી મંડળીઓ અને અગ્રણીઓને આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા આહ્વાન કર્યું હતું. દિલ્હી તાલીમ માટે ગુજરાત સરકાર ટિકિટની વ્યવસ્થા કરશે CMએ ડીપ-સી ફિશિંગની તાલીમને પણ મહત્વ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે દિલ્હી ખાતે વધુ તાલીમ માટે જવાની તમામ વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરવા તૈયાર છે, જ્યારે ગુજરાત સરકાર રાજ્યમાંથી તાલીમાર્થીઓના પ્રવાસ માટે ટિકિટની વ્યવસ્થા કરવા અંગે વિચાર કરશે. તેમણે કહ્યું કે કુદરતી આહાર શૃંખલા અને વ્યાવસાયિક ફરજોને ધ્યાનમાં રાખીને ડીપ-સી ફિશિંગ માટે જરૂરી તમામ તાલીમ મેળવવી જરૂરી છે. યોગ્ય આયોજન અને સજાગતા સાથે ગુજરાત મત્સ્ય ક્ષેત્રમાં દેશનું પ્રથમ રાજ્ય બની શકે છે. FIDFમાં રાહતદરે નાણાં અને 3% વ્યાજ સબવેન્શન કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે મત્સ્ય ક્ષેત્રના માળખાકીય વિકાસ માટે Fisheries Infrastructure Development Fund (FIDF) હેઠળ રાહતદરે નાણાકીય સહાય આપવામાં આવી રહી છે અને 3 ટકા વ્યાજ સબવેન્શન પણ આપવામાં આવે છે. સહકારી મંડળીઓ માટે High-Seas Fishingના Letter of Authorizationની ફી રૂ.25 હજારથી ઘટાડીને રૂ.5 હજાર કરવામાં આવી છે. માછીમારોને ડીપ-સી અને હાઈ-સી ફિશિંગની પદ્ધતિ, ટ્યૂના જેવી હાઈ વેલ્યૂ માછલીઓનું સંચાલન-પ્રોસેસિંગ, કોલ્ડ ચેઇન, પેકેજિંગ અને વેલ્યુ એડિશનની તાલીમ આપવાથી તેમની આવક વધારી શકાય તેમ તેમણે જણાવ્યું હતું. તાલીમ દરમિયાન રહેવા-જમવાની સુવિધા કેન્દ્ર સરકાર વિનામૂલ્યે આપવા તૈયાર હોવાનું પણ તેમણે કહ્યું હતું. ‘બ્લુ રિવોલ્યુશન’થી માછીમારોની આવક વધારવાનો પ્રયાસ કેન્દ્રીય રાજ્ય મંત્રી એસ.પી.સિંહ બઘેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મત્સ્ય વિભાગને કૃષિ વિભાગથી અલગ કરીને તેને આગવી ઓળખ આપી છે. હરિત ક્રાંતિથી કૃષિ અને શ્વેત ક્રાંતિથી દૂધ ક્ષેત્રને વેગ મળ્યો તેમ હવે Blue Revolution માછીમારોના જીવનમાં સમૃદ્ધિ લાવશે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના સહિતની યોજનાઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે મત્સ્ય ક્ષેત્ર માટે રૂ.20,500 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આપવામાં આવ્યું છે. દેશનું મત્સ્ય ઉત્પાદન વધીને 197.75 લાખ ટન થયું છે, જ્યારે ઉત્પાદકતા પ્રતિ હેક્ટર 3 ટનથી વધીને 4.77 ટન થઈ છે. 60-70 નોટિકલ માઈલથી આગળ EEZ અને હાઈ-સી સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક મત્સ્યોદ્યોગ સચિવ ડૉ. અભિલક્ષ લીખીએ જણાવ્યું હતું કે વર્કશોપમાં યોજાયેલા 5 ટેકનિકલ સત્રોમાં થયેલા મંથનથી માછીમારોની ક્ષમતા નિર્માણ અને તાલીમ વધુ મજબૂત કરવામાં આવશે. માછીમારોને હાલના 60-70 નોટિકલ માઈલના વિસ્તારથી આગળ વધારી EEZના 200 નોટિકલ માઈલ વિસ્તાર અને હાઈ-સી સુધી પહોંચાડવા તાલીમ અને સહાય પર ભાર મૂકવામાં આવશે. તેમણે નાબાર્ડ, કોમર્શિયલ બેંકો અને સરકારી યોજનાઓ મારફતે નાણાકીય સહાય મજબૂત કરવા તેમજ સહકારી સંસ્થાઓ, FFPOs અને મહિલા સ્વસહાય જૂથોને આર્થિક તથા તાલીમી સહયોગથી સશક્ત બનાવવા પર ભાર મૂક્યો હતો. માછીમારોની સમસ્યાઓ અને સૂચનો પર સીધી ચર્ચા વર્કશોપ દરમિયાન મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય મહાનુભાવોએ એક્સેસ પાસ અને LoA ધારકો સાથે સીધો સંવાદ કર્યો હતો. માછીમારોએ ડીપ-સી ફિશિંગના પોતાના અનુભવો, જરૂરી સુવિધાઓ, તાલીમ, નાણાકીય સહાય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય પડકારો અંગે સૂચનો રજૂ કર્યા હતા. આ ઉપરાંત ઊંડા સમુદ્રમાં મત્સ્યોદ્યોગના વિકાસ અને તેની સંભાવનાઓ અંગે શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી માછીમારો, અગ્રણી સંસ્થાઓના અધિકારીઓ તથા મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    PM મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી:રાજકોટમાં હજારો લોકોએ 'આશીર્વાદનો દિવડો' કાર્યક્રમ અંતર્ગત હાથમાં દિવડો લઈ માનવસાંકળ બનાવી, વડાપ્રધાનનાં દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરાઈ
    Next Article
    મોરબીમાં PM મોદીના જન્મદિવસે 1.80 લાખ દીવડા પ્રગટાવ્યા:શહેરમાં 51 હજાર દીવડા પ્રગટાવી મહાઆરતી, ‘સેવા હી સંકલ્પ’ અને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment