Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં PM મોદીના જન્મદિવસે 1.80 લાખ દીવડા પ્રગટાવ્યા:શહેરમાં 51 હજાર દીવડા પ્રગટાવી મહાઆરતી, ‘સેવા હી સંકલ્પ’ અને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ

    7 hours ago

    મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દીવા પ્રગટાવી વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મોરબી જિલ્લામાં કુલ 1,80,000 દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 51,000 દીવડા પ્રગટાવી ઉજવણી કરાઈ હતી. શહેરના ઐતિહાસિક મણિ મંદિર સહિત વિવિધ મંદિરો, વોર્ડ અને બૂથ દીઠ દીવા પ્રગટાવી આરતીનું આયોજન કરાયું હતું. મણિ મંદિર ખાતે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ હેઠળ આશરે 6,500 દીવડા પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં ‘સેવા હી સંકલ્પ’ અને ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ શરૂ કરાયા છે. આગામી એક મહિના સુધી વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવશે અને તેમાં લોકોની ભાગીદારી વધારવા પણ પ્રયાસ કરાશે. મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને માત્ર એક દિવસ પૂરતી સીમિત રાખવાને બદલે 17 ઓક્ટોબર સુધી જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. આગામી એક મહિના દરમિયાન મોરબી જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્થ ચેકઅપ કેમ્પ, આંગણવાડીના વિદ્યાર્થીઓ માટે ચિત્રકામ સ્પર્ધા, પશુ સેવા અને લોકજાગૃતિ માટે સ્વચ્છતા અભિયાન સહિતની વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં મહાનગરપાલિકા, પંચાયતો અને સરકારી વિભાગો સાથે લોકોની ભાગીદારી વધારવા પણ પ્રયાસ કરાશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના માછીમારો હવે 200 નોટિકલ માઈલ સુધી માછીમારી કરી શકશે:હાઈ-સી ફિશિંગ માટે 3 LoA ગુજરાતને, NFSU ગાંધીનગરમાં ડીપ-સી ફિશિંગ અંગે નેશનલ વર્કશોપ
    Next Article
    સુરત નવી સિવિલમાં કેસ પેપર પ્રથા બંધ:મેડિસિન-ઓર્થોપેડિક OPDમાં ડિજિટલ બારકોડ બુકલેટ શરૂ, 40% ભીડ ઘટશે; QR કોડ સ્કેન કરતાં જ દર્દીનો હિસ્ટ્રી ડેટા સ્ક્રીન પર ખૂલશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment