Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત નવી સિવિલમાં કેસ પેપર પ્રથા બંધ:મેડિસિન-ઓર્થોપેડિક OPDમાં ડિજિટલ બારકોડ બુકલેટ શરૂ, 40% ભીડ ઘટશે; QR કોડ સ્કેન કરતાં જ દર્દીનો હિસ્ટ્રી ડેટા સ્ક્રીન પર ખૂલશે

    7 hours ago

    સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હજારો દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મોટો ડિજિટલ બદલાવ કરવામાં આવ્યો છે. હોસ્પિટલના કિડની બિલ્ડિંગ ખાતે 'બારકોડ સ્ટીકરવાળી ડિજિટલ O.P.D. બુકલેટ' સિસ્ટમનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે. મેડિસિન અને ઓર્થોપેડિક વિભાગમાં કાગળના જૂના કેસ પેપરની જગ્યાએ હવે દર્દીઓને ડિજિટલ ક્યુઆર કોડવાળી ડાયરી આપવામાં આવશે, જેનાથી દર્દીઓની અગાઉની તમામ મેડિકલ હિસ્ટ્રી એક જ ક્લિકમાં ઉપલબ્ધ થઈ જશે. દૈનિક 1500 દર્દીઓને સીધો લાભ, ભીડમાં 40% ઘટાડાનો અંદાજ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગમાં દૈનિક સરેરાશ 1,000 અને ઓર્થોપેડિક વિભાગમાં 500 દર્દીઓની OPD નોંધાય છે. આ બંને વિભાગોમાં દર્દીઓ અને તેમના સગાંઓની ભારે ભીડ રહેતી હતી. નવી ડિજિટલ વ્યવસ્થા અંગે તબીબી અધિક્ષક ડો. પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, દર્દીઓને ઝડપી અને સરળ સારવાર મળે તે તંત્રની પ્રાથમિકતા છે. નવી બુકલેટ સિસ્ટમ અમલમાં આવતાં આગામી 15 દિવસમાં OPD પરિસરમાં દર્દીઓની લાઈનો અને ભીડમાં અંદાજે 40 ટકા સુધીનો ઘટાડો નોંધાશે. આ લોન્ચિંગ પ્રસંગે આર.એમ.ઓ. ડો. કેતન નાયક, નોડલ ઓફિસર ભરત ચાવડા, સિસ્ટમ મેનેજર વિરેન પટેલ અને મનીષ યાદવ તેમજ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ નિરજા પટેલ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. દર્દીઓને કેવી રીતે ફાયદો થશે? લાઈનમાંથી કાયમી મુક્તિ પ્રથમવાર આવતા દર્દીઓને ક્યુઆર કોડવાળી બુકલેટ અપાશે. આ બુકલેટ લીધા પછી ફોલો-અપ (ફરી તપાસ) માટે આવતી વખતે કેસ બારી પર ફરી લાંબી લાઈનમાં ઊભા રહેવું પડશે નહીં. નર્સિંગ ટેબલ પર સીધી એન્ટ્રી દર્દી સીધા OPD રૂમ બહાર નર્સિંગ ટેબલ પર જઈ બારકોડ સ્કેન કરાવી શકશે. સ્કેન થતાં જ ટેબ્લેટમાં ઓટોમેટિક એન્ટ્રી થઈ જશે, જેથી મેન્યુઅલ રજિસ્ટર નિભાવવાનો સમય બચશે અને ભૂલો ટળશે. સ્કેનર સ્ટેશનોની સંખ્યા વધારી ઝડપી કામગીરી માટે મેડિસિન વિભાગમાં નર્સિંગ સ્ટેશન 2 થી વધારીને 4 અને ઓર્થોપેડિક વિભાગમાં 2 થી વધારીને 3 કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં PM મોદીના જન્મદિવસે 1.80 લાખ દીવડા પ્રગટાવ્યા:શહેરમાં 51 હજાર દીવડા પ્રગટાવી મહાઆરતી, ‘સેવા હી સંકલ્પ’ અને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ
    Next Article
    મોરબી કલેક્ટરે ભૂમિ સીમાંકન અને સ્વામિત્વ યોજનાની સમીક્ષા કરી:રાજપર(કું) અને કુંતાસીની મુલાકાત લઈ અધિકારીઓને ચોકસાઈ જાળવવા સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment