Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર એરપોર્ટ પર આતંકી હુમલાની મોકડ્રીલ:ચેતક કમાન્ડોએ 4 આતંકવાદીઓને ઠાર કરી બંધકોને બચાવ્યાં, સ્થાનિક તંત્રની સજ્જતા ચકાસવા ઓપરેશન

    11 hours ago

    જામનગર એરપોર્ટ પર આતંકવાદ વિરોધી 'મોકડ્રીલ' યોજાઈ હતી. આ મોકડ્રીલમાં ચેતક કમાન્ડોએ 4 આતંકવાદીઓને ઠાર કરી તમામ બંધકોને સુરક્ષિત બચાવી લીધા હતા. આ કવાયતનો હેતુ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્રની સંભવિત કટોકટી સામેની સજ્જતા ચકાસવાનો હતો. મોકડ્રીલ દરમિયાન, જામનગર એરપોર્ટ પર 4 આતંકવાદીઓએ હુમલો કરી નાગરિકોને બંધક બનાવ્યા હોવાનો ડમી સિનારીયો બનાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ચેતક કમાન્ડો, પોલીસ અને ક્વિક રિસ્પોન્સ ટીમે એરપોર્ટ વિસ્તારને ઘેરી લીધો હતો. જાનમાલને નુકસાન ન થાય તે માટે બુલેટ પ્રુફ વાહનો, ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ જેવા સાધનો તૈનાત કરાયા હતા. આતંકી ઘટનાનો મેસેજ મળતા જ સંબંધિત વિભાગોની ટીમો થોડી જ મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઓપરેશનમાં સુરક્ષા દળો અને કમાન્ડોએ કુશળતાપૂર્વક આતંકી કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું. તેમણે તમામ 4 આતંકવાદીઓને ઠાર કર્યા અને બંધકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. જિલ્લા કલેક્ટર પી. બી. પંડ્યા અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરાયું હતું. ઓપરેશન કમાન્ડર કીર્તિદેવસિંહ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા અને એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર ચૌધરી સહિતના અધિકારીઓએ પોલીસ, આરોગ્ય, ફાયર, પી.જી.વી.સી.એલ., સિવિલ ડિફેન્સ, મરીન કમાન્ડો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ જેવા વિભાગો વચ્ચે ઝડપી સંકલન કર્યું હતું. આ મોકડ્રીલથી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી થઈ અને વિવિધ એજન્સીઓ વચ્ચેનો તાલમેલ વધુ મજબૂત બન્યો. જામનગર જિલ્લા વહીવટી તંત્રએ સાબિત કર્યું કે, તેઓ કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. આતંકવાદીઓએ બંધકોને છોડવાના બદલે પોતાના દેશ જવા માટે પ્લેન, જેલમાં બંધ તેમના ત્રણ સાથીઓની મુક્તિ અને રોકડ રકમની માંગણી કરી હતી. જોકે, ચેતક કમાન્ડો, સ્થાનિક પોલીસ અને તંત્રના સંયુક્ત ઓપરેશનથી આતંકવાદીઓને સ્થળ પર જ ઠાર કરવામાં આવ્યા હતા. ડોગ સ્ક્વોડે સઘન ચેકિંગ હાથ ધરી વિસ્ફોટક સામગ્રી ઝડપી એરપોર્ટ પરિસરમાં કારમાં આવી પહોંચેલા આતંકવાદીઓએ બોમ્બ ધડાકાનો મારો ચલાવ્યો હતો. આતંકીઓ જે વાહનમાં આવ્યા હતા તેમાં બોમ્બ બનાવવાની મોટી માત્રામાં સામગ્રી પણ છુપાવેલી હતી. જોકે, ઘટનાસ્થળે તૈનાત ડોગ સ્ક્વોડની તીક્ષ્ણ સતર્કતા અને સઘન ચેકિંગના પરિણામે સમયસર તે કારમાંથી વિસ્ફોટક સામગ્રી ઝડપાઈ ગઈ હતી, જેનાથી એક મોટી દુર્ઘટના અટકી શકી. જોકે, આ સમગ્ર પ્રક્રિયા મોકડ્રિલનો જ એક ભાગ હતી.
    Click here to Read More
    Previous Article
    19 વર્ષમાં 1.99 કરોડથી વધુ ઈમરજન્સી કેસમાં 108ની ટીમ મદદે:દર 21 સેકન્ડે એક એમ્બ્યુલન્સ દોડે છે, પ્રસૂતાઓને સૌથી વધારે મદદ, 24.18 લાખ અકસ્માતના કેસ
    Next Article
    નકલી દવાઓથી લઈ ભેળસેળિયા ઘી-તેલ વેચનારાઓ સામે મોટી કાર્યવાહી:ગુજરાતમાં FDCAએ 50 દવાની પેઢીના લાયસન્સ રદ કર્યાં, ઓગસ્ટમાં 42 ટન શંકાસ્પદ ખાદ્ય જથ્થો જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment