Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી:400 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યું, રેઈન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લીધી

    16 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આજે શનિવારે ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર દ્વારા સરદાર સાહેબની પ્રતિમા પર પુષ્પવર્ષા કરીને તેમને ભાવવંદના અર્પણ કરવામાં આવી હતી. એકતાનગર (કેવડિયા) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ 400 કરોડ રૂપિયાથી વધુની વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ એકતાનગર ખાતે આવેલા ‘રેન ફોરેસ્ટ’ અને ‘વામન વૃક્ષ વાટિકા’ની પણ મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5:30થી 7:40 વાગ્યા દરમિયાન રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપશે. કાર્યક્રમો પૂરા થયા બાદ રાત્રે 8:00 વાગ્યે મોદી એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે. રાત્રે 9:10 વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે. સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, ત્રણ તસવીર PM મોદીએ ‘રેઇન ફોરેસ્ટ’ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા નગર ખાતે પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણને ખુલ્લું મુક્યું હતું. વાગડિયા ચેકપોસ્ટ નજીક નવા ગોરા બ્રિજ પાસે રૂપિયા 9.49 કરોડના ખર્ચે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં ‘રેઇન ફોરેસ્ટ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાને સમગ્ર પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. જેમાં મુખ્ય આકર્ષણ એવા 220 મીટર લાંબા ગ્લાસ ડેક ધરાવતા સ્કાયવોક બ્રિજ પરથી પસાર થઈને સમગ્ર પ્રોજેક્ટને નજીકથી નિહાળ્યો હતો. આ પ્રોજેક્ટમાં ઉગાડેલા વિવિધ છોડ-વૃક્ષો વિશેની ઝીણવટભરી વિગતો નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા પાસેથી મેળવી હતી. વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. સમત્વ વાટિકા, ઝેન ગાર્ડન અને વિવિધ બોન્સાઈ વૃક્ષો નિહાળ્યા PM મોદીએ “વામન વૃક્ષ વાટિકા”ની પણ મુલાકાત લીધી હતી. આ ઉદ્યાનમાં પરંપરાગત ટેકનિક્સ દ્વારા ઉછેરવામાં આવેલા કુલ 65 જાતિના 1,147 મિનીએચર વૃક્ષો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાને ઈ-કાર્ટ મારફતે વાટિકાનું પરિભ્રમણ કરીને સમત્વ વાટિકા, ઝેન ગાર્ડન અને વિવિધ બોન્સાઈ વૃક્ષો નિહાળ્યા હતા. તેમજ ઉદ્યાનના ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં ભારતથી વૈશ્વિક બોન્સાઈ સુધીની યાત્રા, પરંપરાગત ટેકનિક્સ અને વર્ચ્યુઅલ ટૂરની વીડિયો પ્રસ્તુતિ નિહાળી હતી. ત્યારબાદ બોન્સાઈ તાલીમ કાર્યશાળાની મુલાકાત લઈને સ્થાનિક મહિલા કારીગરો દ્વારા થતી વામન વૃક્ષ ઉછેરની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું અને તેમની સાથે સંવાદ કર્યો હતો. આ સાથે પ્રવાસીઓને પ્રકૃતિ, કલા અને આધ્યાત્મિકતાની અનુભૂતિ કરાવવા માટે અહીં ઝરણા, ફાઉન્ટેન, તળાવ, વ્યૂઇંગ ડેક, ગઝેબો, સ્મૃતિચિહ્ન દુકાન અને બાળકો માટે રમવાની જગ્યા જેવી સુવિધાઓની પણ મુલાકાત કરવામાં આવી હતી. આ પણ વાંચો: વડોદરામાં ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી;ર ન ફોર યુનિટીમાં દોડમાં જોડાયા આ પણ વાંચો: ભીલડીમાં મોદીએ કહ્યું-કેટલાકને દેશને તકલીફમાં જોવામાં આનંદ મળે છે આ પણ વાંચો: PM મોદી નર્મદા મહાઆરતીમાં સહભાગી થયા, એકતા પ્રકાશ પર્વ નિહાળ્યું
    Click here to Read More
    Previous Article
    KGની બાળકીના માથા પર 12 વખત ઈંટ મારી:ક્લાસરૂમમાં ત્રીજા ધોરણના વિદ્યાર્થીએ માસૂમનું માથું બેન્ચ પર પછાડ્યું, વાળ પકડીને પછાડી; 96 સેકન્ડ સુધી માર માર્યો
    Next Article
    વડોદરામાં દીકરાની ઘેલછામાં પતિએ પાંચવાર ગર્ભપાત કરાવ્યો:દીકરીઓને વાત કરતા છાતીમાં મુક્કો મારી કેરોસીનથી સળગાવવાની ધમકી આપી, ₹25 લાખ દહેજ માગી કાઢી મૂકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment