Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    KGની બાળકીના માથા પર 12 વખત ઈંટ મારી:ક્લાસરૂમમાં ત્રીજા ધોરણના વિદ્યાર્થીએ માસૂમનું માથું બેન્ચ પર પછાડ્યું, વાળ પકડીને પછાડી; 96 સેકન્ડ સુધી માર માર્યો

    10 hours ago

    હરિયાણાના પંચકુલાની એક જાણીતી સ્કૂલમાં KGની વિદ્યાર્થીની પર ત્રીજા ધોરણના વિદ્યાર્થીએ બેરહમીથી હુમલો કર્યો. વિદ્યાર્થીએ બાળકીનું માથું પહેલાં બેન્ચ પર પટક્યું, ત્યાર બાદ તેને 19 વાર તેના ચહેરા પર લાતો-મુક્કાઓથી માર માર્યો. તેના વાળ પકડીને તેને ઘસડી. બાદમાં ઈંટથી બાળકીના માથા પર 12 વાર ઘા મારીને હુમલો કર્યો. 96 સેકન્ડ સુધી સતત બાળકી સાથે બેરહેમીથી મારપીટ કરવાની ઘટના ક્લાસમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. મારપીટનાં દૃશ્યો અત્યંત વિચલિત કરનારાં છે, તેથી અમે તેનો વીડિયો બતાવી રહ્યા નથી. ફૂટેજ જોઈને શિક્ષણ મંત્રી મહિપાલ ઢાંડાએ પણ કહ્યું કે આ સમગ્ર ઘટના જોવી પણ મુશ્કેલ છે. તેમણે મામલાની તપાસ માટે સમિતિ રચવાનો આદેશ આપ્યો છે. ઓટોવાળો બાળકી લેવા પહોંચ્યો ત્યારે ઘટનાની જાણ થઈ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે ઓટો ડ્રાઈવર બાળકી લેવા સ્કૂલે પહોંચ્યો, પરંતુ તે મળી નહીં. ત્યાર બાદ પરિવારજનો તરત જ સ્કૂલે પહોંચ્યા અને તેની શોધ શરૂ કરી. બાળકીના કાકાના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર બાળકે જ તેમને જણાવ્યું કે બાળકી ક્યાં પડી હતી. ત્યાર બાદ તેઓ તેને તરત જ સિવિલ હોસ્પિટલ લઈ ગયા. ત્યાં તેની હાલત ગંભીર હોવાથી ડોક્ટરોએ તેને PGI ચંદીગઢ રેફર કરી. હરિયાણાના પંચકુલાની સ્કૂલમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પંચકુલા શહેરની એક સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ કેજીમાં ભણતી બાળકી પર ઈંટથી હુમલો કર્યો. વિદ્યાર્થીએ બાળકીના વાળ ખેંચીને જમીન પર પછાડી દીધી અને ત્યારબાદ પણ ઘણી વાર સુધી તેના ચહેરા પર લાતો મારતો રહ્યો. બાળકી રડતી અને ચીસો પાડતી રહી, પરંતુ તે અટકવાનું નામ જ લેતો નહોતો. હુમલામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈને બેભાન થઈ ગઈ. ત્યારબાદ પણ વિદ્યાર્થી તેને ઘણી વાર સુધી ઢસડતો રહ્યો. બાળકી પર ઈંટ લઈને તુટી પડ્યો પંચકુલાની સ્કૂલમાં ત્રીજા ધોરણના બાળકે કેજીમાં ભણતી નાનકડી બાળકી પર નિર્દયતાથી હુમલો કર્યો. ત્રીજા ધોરણના વિદ્યાર્થીએ કેજીની બાળકી પર ઈંટથી અને કુંડાથી એટલી બેરહેમીથી ઘા માર્યા કે બાળકી બેભાન થઈ ગઈ. આશ્ચર્યની વાત એ છે કે બાળકીના માથેથી આટલું લોહી વહી રહ્યું હતું તો પણ આરોપી વિદ્યાર્થી અટકવાનું નામ જ લેતો નહોતો. બાળકી બેભાન થયા બાદ પણ તે તેને નિર્દયતાથી મારતો રહ્યો અને ઘણા સમય સુધી ઘસડતો રહ્યો. તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે ગંભીર સ્થિતિમાં તેને પીજીઆઈ ચંડીગઢ રિફર કરવી પડી. વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે, ક્રમબદ્ધ રીતે જાણો… બે વાર બેન્ચ પર માથું પછાડ્યું: વીડિયોમાં 8 વર્ષનો બાળક 6 વર્ષની બાળકીને પકડીને વર્ગખંડની બેન્ચ પર માથું બે વાર પછાડે છે. ત્યારબાદ તેના વાળ પકડીને તેને જમીન પર પાડી દે છે. માથા અને પેટ પર 3 વાર લાત મારી: બાળકી જમીન પર પડી ગયા બાદ બાળક તેના માથા અને પેટ પર ત્રણ વાર લાત મારે છે. બાળકી ઊભી થવાનો પ્રયાસ કરે છે, પરંતુ બાળક વર્ગખંડના બીજા ખૂણેથી ઈંટ ઉપાડીને લાવે છે. ચહેરા પર ઈંટ મારી: બાળક ઈંટ ઉપાડીને બાળકીના ચહેરા પર ફેંકીને મારે છે. ત્યારબાદ તેના માથા પર પણ ઈંટથી વાર કરે છે. બાળકી માથું પકડીને રડવા લાગે છે. વાળ પકડીને ફરી જમીન પર પછાડી: બાળક બાળકીના વાળ પકડીને તેને ફરીથી જમીન પર પછાડે છે. ત્યારબાદ તેના પેટ પર પગ મૂકે છે અને બે વાર લાત મારે છે. માથા અને ચહેરા પર ઈંટથી અનેક વાર માર્યો: બાળક વારંવાર ઈંટ ઉઠાવીને બાળકીના માથા અને ચહેરા પર મારે છે. બાળકી જમીન પર પડીને પીડાથી તડપતી રહે છે, પરંતુ તે હુમલો ચાલુ રાખે છે. જતાં-જતાં માથા પર 3 વાર લાત મારી: વીડિયોના અંતિમ ભાગમાં બાળક બાળકીના માથા પર ઈંટથી ફરી વાર કરે છે. ત્યારબાદ માથા પર ત્રણ વાર લાત મારીને ત્યાંથી ચાલ્યો જાય છે. સ્કૂલમાં જ બાળકી સાથે મારપીટ, કોઈએ તેને રોક્યો પણ નહીં આ ઘટના ચોંકાવનારી છે. સવાલ એ પણ છે કે આખરે આટલા નાના બાળકના આવા વર્તન પાછળનું કારણ શું હતું. તે પોતાનાથી નાની બાળકીને મારતો રહ્યો અને કોઈએ તેને રોક્યો પણ નહીં. કાળજું કેપાવી દે તેવી આ ઘટના પંચકુલાના સેક્ટર-20 સ્થિત સંસ્કૃતિ મોડલ સ્કૂલની છે. સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ કેજીમાં ભણતી બાળકી પર નિર્દયતાથી હુમલો કરીને તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધી. ઘટનાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે આરોપી બાળકે પહેલા બાળકી પર ઈંટથી હુમલો કર્યો અને ત્યારબાદ કુંડું ઉઠાવીને ઘા મારીને તેને ઇજાઓ પહોંચાડી. ઘાયલ બાળકીને પહેલા સેક્ટર-6 સ્થિત નાગરિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. અહીં પ્રાથમિક સારવાર બાદ ડૉક્ટરોએ તેની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને PGI ચંદીગઢ રિફર કરી. હાલમાં બાળકીની PGIમાં સારવાર ચાલી રહી છે. લોહીલુહાણ હાલતમાં મળી બાળકી ઘટના સમયે જ્યારે લોકોએ બાળકીને લોહીલુહાણ હાલતમાં જોઈ ત્યારે સ્કૂલમાં અફરાતફરી મચી ગઈ. પ્રાથમિક માહિતી મુજબ, આરોપી વિદ્યાર્થીએ પહેલા બાળકી પર ઈંટથી હુમલો કર્યો. ત્યારબાદ નજીકમાં રહેલું ભારે કુંડું ઉઠાવી તેના માથા અને શરીર પર વાર કર્યા. બાળકી જમીન પર પડીને બેભાન થઈ ગઈ હતી. જણાવવામાં આવ્યું કે વિદ્યાર્થી એટલો ગુસ્સામાં હતો કે તેણે બાળકીના માથા અને ચહેરા પર ઈંટથી 12 ઘા મારીને હુમલો કર્યો. તેણે બાળકીના વાળ પકડીને તેને બેન્ચ પર પછાડીને માર માર્યો. ત્યારબાદ પણ તેણે તેના વાળ ખેંચતાં તેને જમીન પર પછાડી દીધી. તે ઘણી વાર સુધી તેના ચહેરા પર લાતો મારતો રહ્યો. પોલીસે સ્કૂલમાં તપાસ કરી ઘટનાની જાણ થતાં સેક્ટર-20 પોલીસ સ્ટેશનના પ્રભારી યશદીપ અને તપાસ અધિકારી પ્રદીપ કુમાર પોલીસ ટીમ સાથે સ્કૂલે પહોંચ્યા. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને શાળા સંચાલન પાસેથી CCTV ફૂટેજ તેમજ સુરક્ષા વ્યવસ્થા સંબંધિત માહિતી માંગી છે. હુમલો કરનાર બાળકના માતા-પિતાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે ઘટનાની જાણ થતાં જ સેક્ટર-20 પોલીસ સ્ટેશનના પ્રભારી યશદીપ અને તપાસ અધિકારી પ્રદીપ કુમાર પોલીસ ટીમ સાથે તરત જ સ્કૂલે પહોંચ્યા અને હુમલાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો. પોલીસ શાળા વ્યવસ્થાપન પાસેથી ઘટનાના સંદર્ભમાં માહિતી મેળવી રહી છે. બીજી તરફ, હુમલો કરનાર બાળકના માતા-પિતાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી એ જાણી શકાય કે આખરે કઈ પરિસ્થિતિમાં આટલી નાની ઉંમરના બાળકે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો. સ્કૂલની અંદર બનેલી આ ઘટનાએ બાળકોની સુરક્ષા અને શાળા પ્રશાસનની દેખરેખ વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઊભા કરી દીધા છે. મામલાની તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    જુરેલ 99 રન બનાવીને નોટઆઉટ:ઈન્ડિયા-Aએ 7 વિકેટે 291 રન બનાવ્યા, પડિકલે 80 રનની ઇનિંગ રમી; જયસ્વાલ ઝીરોમાં આઉટ થયો
    Next Article
    PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી:400 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યું, રેઈન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લીધી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment