Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીએ સાણંદમાં કેઇન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું:સમગ્ર પ્લાન્ટનું નિરિક્ષણ કરી રહ્યા છે, ગુજરાતમાં એક મહિનામાં જ 4માંથી 2 પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ

    19 hours ago

    પીએમ મોદી એક મહિનામાં જ બીજીવાર ગુજરાતની મુલાકાતે છે. તેમણે ગાંધીનગરના કોબા ખાતે આજે (31 માર્ચ,2026)મહાવીર જયંતી નિમિત્તે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે મોદીએ રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના આશીર્વાદ લીધા હતા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહાવીર જૈન આરાધના કેન્દ્રના પ્રમુખ સુધીર મહેતા(ટોરેન્ટ ગ્રુપના માલિક) સહિત દેશભરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ તેઓ સાણંદ જવા રવાના થયા હતા. જ્યાં તેમણે કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યાર બાદ વાવ-થરાદ ખાતેથી કેન્દ્ર અને ગુજરાત સરકારના મળીને કુલ 19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. જેમાં 5100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત,109 કિમી લાંબા 'અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે' (NE-8)નું લોકાર્પણ કરશે. આ હાઈવેના કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર 1 કલાક 45 મિનિટમાં કાપી શકાશે. આ પણ વાંચો: 45 મિનિટમાં ધોલેરા-બુલેટ સ્પીડે ભાવનગર,11 ફાંટાવાળા એક્સપ્રેસ-વેનો ડ્રોન વીડિયો મહિનામાં જ બીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન, ગુજરાત હબ બનશે કેઇન્સ સેમિકોનના પ્લાન્ટનું ઉદ્ઘાટન થતાં જ ગુજરાતમાં એક મહિનામાં જ બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થઈ ગયો છે. કેઇન્સ સેમિકોનના પ્લાન્ટમાં દરરોજ 60 લાખ ચિપ્સનું પ્રોડક્શન થશે. જ્યારે માઇક્રોનમાં 2027 આવતા આવતા રોજ 10 લાખ ચિપ્સનું પ્રોડક્શન થવા લાગશે. આમ 70 લાખ જેટલા સેમિકન્ડક્ટર બનવા લાગશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કૂલ 4 પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ત્રણ સાણંદમાં અને એક ધોલેરામાં છે. આમ સાણંદમાં સીજી પાવર અને ધોલેરામાં ટાટા-PSMC પ્લાન્ટ કાર્યરત થવાના બાકી છે. 'જડ સે જુડના અને જગત સે જુડના એ ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યું છે' ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ સંબોધનના અંતે કહ્યું, મારા માટે આજે મહાવીર જયંતી શુભ છે. ગુજરાતની ધરતી પર પગ મૂકતાની સાથે પહેલો કાર્યક્રમ જડ સે જૂડના અને હમણાં સાણંદ જાવ છું ત્યાં જગત સે જુડના. અહીં મહાન સાંસ્કૃતિક પરંપરા સાથે આચમન લીધું અને સાણંદમાં વિશ્વની આધુનિકમાં આધુનિક ટેકનોલોજી એટલે કે સેમિકન્ડક્ટરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. જડ સે જુડના અને જગત સે જુડના એ ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યું છે. જય જિનેન્દ્ર...જય જિનેન્દ્ર... મોદી અડધા સાધુ અને અડધા ગૃહસ્થ:આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીએ જણાવ્યું કે, આજે મહાકલ્યાણક વર્ષ છે. વ્યસ્ત હોવાછતાં પ્રધાનમંત્રીએ સમય આપીને અમારી પ્રસન્નતાને વધારી છે. દેશનું સદભાગ્ય છે કે, ચારિત્રવાન, નિષ્ઠાવાન અને લક્ષ્ય લઈને ચાલતા એવા સુંદર વડાપ્રધાન મળ્યા એ પ્રજાનું સૌભાગ્ય છે. પ્રજાના ઉત્થાન માટે ખૂબ કર્યું છે અને કરશે. તેમનું જીવન અને સાદગી સમજવા જેવા છે. તેઓ અડધા સાધુ અને અડધા ગૃહસ્થ છે. વર્ષો પછી મળવાનું થયું છે. વડાપ્રધાન યુદ્ધકાળમાં શાંતિનો સંદેશ આપનારા અને લોકોને સમજાવવા મદદ કરનારા છે. આજે સમય એટલો બદલાયો છે કે, આખી દુનિયા આપણને જુએ છે. આપણે ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા? આ વિકાસનો શ્રેય પ્રધાનમંત્રીને આપું છું. પ્રજાના હ્રદયમાં સ્થાન મેળવ્યું છે. હું શુભકામનાઓ અને આશીર્વાદ આપું છું. 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'ની અંદરની ઝલક
    Click here to Read More
    Previous Article
    ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ટોલ લગાવશે:સંસદીય સમિતિની મંજૂરી; નેતન્યાહુએ કહ્યું- યુદ્ધ ક્યારે પૂરું થશે, હું કહી શકતો નથી
    Next Article
    રજાના દિવસે પણ વેરા વસૂલાત, 48 હજારથી વધુ મિલકતો સીલ:વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરાના રૂ.790 કરોડના લક્ષ્ય સામે 728 કરોડની વસૂલાત; રૂ. 62 કરોડ હજુ બાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment