Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ટોલ લગાવશે:સંસદીય સમિતિની મંજૂરી; નેતન્યાહુએ કહ્યું- યુદ્ધ ક્યારે પૂરું થશે, હું કહી શકતો નથી

    1 day ago

    ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ટોલ લગાવવાનો નિર્ણય કર્યો છે. ઈરાની સંસદની નેશનલ સિક્યુરિટી કમિટીએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, આ યોજના હેઠળ જહાજોએ ઈરાનને તેની રાષ્ટ્રીય મુદ્રા રિયાલમાં ટોલ ચૂકવવો પડશે. તેમજ અમેરિકા અને ઇઝરાયલ સાથે સંકળાયેલા જહાજોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ પણ શામેલ છે. જોકે, આ પ્રસ્તાવ હજુ કાયદો બન્યો નથી અને તેને લાગુ થતા પહેલા સંસદ, ગાર્ડિયન કાઉન્સિલ અને રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડશે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ પુરવઠાનો મહત્વનો માર્ગ છે, તેથી આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય બજાર અને ઊર્જા પુરવઠા પર મોટી અસર પડી શકે છે. આ દરમિયાન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે તેમને ખબર નથી કે ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે. તેનો સમય નક્કી કરી શકાતો નથી. ન્યૂઝમેક્સને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે દાવો કર્યો કે યુદ્ધના અડધાથી વધુ લક્ષ્યો હાંસલ કરવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે અંતે ઇરાનનું વર્તમાન શાસન નબળું પડી જશે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Bihar Nalanda Temple Stampede Live Updates: Rs 8 lakh ex gratia for kin of each deceased after 8 killed during prayers
    Next Article
    PM મોદીએ સાણંદમાં કેઇન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું:સમગ્ર પ્લાન્ટનું નિરિક્ષણ કરી રહ્યા છે, ગુજરાતમાં એક મહિનામાં જ 4માંથી 2 પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment