Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રજાના દિવસે પણ વેરા વસૂલાત, 48 હજારથી વધુ મિલકતો સીલ:વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરાના રૂ.790 કરોડના લક્ષ્ય સામે 728 કરોડની વસૂલાત; રૂ. 62 કરોડ હજુ બાકી

    13 hours ago

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા માર્ચ મહિનાના અંતિમ દિવસ સુધી કડકાઇથી વેરા વસૂલાત કરવામાં આવી છે. જો કે પાલિકા લક્ષ્યથી હજુ પણ 62 કરોડ દૂર છે. આજે રજાના દિવસે પણ કચેરીમાં વેરા વસૂલાત માટે રેવન્યુ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 790 કરોડનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષ 2025-26ના નાણાકીય વર્ષના વેરાબિલોની બજવણી કરવામાં આવેલી હતી. ચાલુ નાંણાકીય વર્ષના વેરા વસુલાતના બજેટ લક્ષ્યાંક રૂ.790 કરોડ રાખવામાં આવ્યું હતું, જેની સામે 30 માર્ચ સુધીમાં કુલ વેરાની વસુલાત રૂ. 728 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. બાકી મિલકત વેરા અને વ્યવસાય વેરાની સઘન રીકવરી ચાલુ કરવામાં આવી છે. હાલ સુધીમાં 48 હજારથી વધુ મિલકતો સીલ કરાઈ મહાનગ૨પાલિકાના તમામ 19 વોર્ડમાં દરરોજ અંદાજે 400 જેટલી બિન રહેણાંક મિલકતોને સીલ કરવામાં આવે છે. અત્યાર સુધી કુલ 48500 જેટલી બિનરહેણાંક મિલકતોને વેરા વસુલાત માટે સીલ કરવામાં આવી છે અને 8800 જેટલી રહેણાંક મિલકતોને નોટિસો આપવામાં આવી છે. તેમજ અંદાજે 120 જેટલી રહેણાંક મિલકતોના વેરા વસુલાત માટે પાણી કનેક્શન કાપવામાં આવ્યા હતા. રજાના દિવસે પણ વસૂલાત ચાલુ કરદાતાઓની સુવિધા માટે વડોદરા મહાનગ૨પાલિકાના તમામ વોર્ડ કચેરીના રેવન્યુ વિભાગ દ્વારા આજે દિવસે સવારે 9.30થી સાંજના 9 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવી હતી. મિલકત વેરાની રકમ તમામ વોર્ડ કચેરીઓમાં રૂબરૂમાં તેમજ ઓનલાઈન પણ ભરી શકાય છે. હાલમાં રેહણાંક મિલકતો માટે પાછલી બાકી રકમના વ્યાજ 52.80% તેમજ બિન રેહણાંક મિલકતો માટે પાછલી બાકી રકમના વ્યાજ ૫૨ 60% વ્યાજ માફીની આકર્ષક વ્યાજ વળતર યોજના અંતિમ દિવસ સુધી ચાલુ રાખવામાં આવી હતી, જેની અનેક કરદાતાઓએ લાભ લીધો હતો. એપ્રીલ 2026થી રેવન્યુ રાહે વેરા વસુલાતની કામગીરી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ સાણંદમાં કેઇન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું:સમગ્ર પ્લાન્ટનું નિરિક્ષણ કરી રહ્યા છે, ગુજરાતમાં એક મહિનામાં જ 4માંથી 2 પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ
    Next Article
    ભરૂચ કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ:સ્થાનિક સ્વરાજ ચૂંટણી પૂર્વે ઉમેદવારો અંગે ચર્ચા, જિલ્લા સ્તરના આગેવાનો ઉપસ્થિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment