Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ:સ્થાનિક સ્વરાજ ચૂંટણી પૂર્વે ઉમેદવારો અંગે ચર્ચા, જિલ્લા સ્તરના આગેવાનો ઉપસ્થિત

    12 hours ago

    ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા સ્તરના અનેક આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખો જાહેર થવાની સંભાવના છે. આ પૂર્વે તમામ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા છે. ગત રોજ જિલ્લા પ્રભારી મનહર પટેલ અને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના અધ્યક્ષસ્થાને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ રસ દાખવ્યો હતો. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની આગામી ચૂંટણીઓ માટેના સંભવિત ઉમેદવારો અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આગેવાનોના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા. ચર્ચા બાદ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાઓ માટેના કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામો પ્રદેશ સમિતિને મોકલવામાં આવશે. પ્રદેશમાંથી અંતિમ જાહેરાત કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને જિલ્લા પ્રભારી મનહર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણીઓમાં જીત હાંસલ કરશે. બેઠકમાં પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રવક્તા નાઝુ ફડવાલા, સિનિયર આગેવાન અનિલ ભગત, યુવા આગેવાન શેરખાન પઠાણ અને સુલેમાન પટેલ સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રજાના દિવસે પણ વેરા વસૂલાત, 48 હજારથી વધુ મિલકતો સીલ:વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરાના રૂ.790 કરોડના લક્ષ્ય સામે 728 કરોડની વસૂલાત; રૂ. 62 કરોડ હજુ બાકી
    Next Article
    Meet Ahida Sarmai, Dhurandhar 2 Child Actor With Down Syndrome Who Played Arjun Rampal's Daughter

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment