Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM ઇન્ટર્નશીપ યોજના જમીન પર નિષ્ફળ ગયાનો કોંગ્રેસનો આક્ષેપ:બે વર્ષમાં માત્ર 3,417 યુવાનોને જ લાભ મળ્યો હોવાનો દાવો, યોજનામાં ફેરફારની માગ

    1 day ago

    કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના પર કોંગ્રેસે સવાલ ઉઠાવતા દાવો કર્યો છે કે, યોજના કાગળ પર સફળ દેખાડવામાં આવી રહી છે, પરંતુ વાસ્તવમાં યુવાનો સુધી તેનો લાભ પહોંચ્યો નથી. ગુજરાત સહિત દેશભરના આંકડાઓ રજૂ કરીને કોંગ્રેસે યુવાનોને રોજગારી આપતી યોજનામાં ફેરફાર કરવા માટે માંગ કરી છે. તો ગુજરાતની ભાજપ સરકાર યુવાનો સાથે છેતરપિંડી કરતી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. PM ઇન્ટર્નશિપમાં 1 કરોડની જાહેરાત સામે માત્ર 3,417 યુવાનોને લાભ મળ્યો મોદી સરકારની PM ઇન્ટર્નશિપ યોજના કાગળ પર સફળ, જમીન પર નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ભાજપના રોજગાર મોડેલની PM ઇન્ટર્નશિપના આંકડાઓ દ્વારા કોંગ્રેસે પોલ ખોલી છે. સમગ્ર દેશમાં બે વર્ષમાં માત્ર 3417 યુવાનોને લાભ મળ્યો, ત્યારે ગુજરાતના યુવાનો માટે પીએમ ઇન્ટર્નશિપ યોજના આશા નહીં, નિરાશાનું પ્રતીક બન્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પીએમ ઇન્ટર્નશિપ યોજના દેશના 735 જિલ્લામાં શરૂ કરી હતી, જેમાં પાંચ વર્ષમાં દેશના 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ થકી રોજગારી આપવાની જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસની રોજગારી આપતી યોજનામાં ફેરફાર કરવા માગ જેમાં પ્રથમ વર્ષ 1.25 લાખ ઇન્ટર્નશિપ અને બીજા રાઉન્ડમાં 1.28 લાખ એટલે કે બે વર્ષ કુલ 3.33 લાખમાંથી માત્ર 3417 યુવાનોને સમગ્ર ઇન્ટર્નશીપ યોજનાનો લાભ મળ્યો છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના પ્રથમ રાઉન્ડમાં કુલ 11,690 ઇન્ટર્નશિપ જાહેર કરવામાં આવી હતી. જેની સામે હકિકતમાં 4541 ઓફર જારી થઈ અને માત્ર 1019 ઉમેદવારોએ સ્વીકારી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભરૂચ અને કચ્છ જેવા ઔદ્યોગિક જિલ્લાઓમાં અંદાજે 60થી 70 ટકા ઇન્ટર્નશિપ તકો કેન્દ્રિત કરવામાં આવી હતી. પરંતુ સૌથી વધુ રિજેક્શન અને સૌથી ઓછો જોઈનીંગ રેશીયો પણ આ જ જિલ્લાઓમાં જોવા મળ્યો. જેથી કોંગ્રેસે રોજગારી આપતી યોજનામાં ફેરફાર કરવા માટે માંગ કરી છે. ગુજરાતમાં 11 હજારને સામે માત્ર 1 હજાર યુવાનોને તક મળીઃ કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં વર્ષ 2024-25માં PM ઇન્ટર્નશીપ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી. જાહેરાત કર્યા બાદ બજેટમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને સીધો લાભ આપવામાં આવશે. આ યોજનાની વાતો અને જાહેરાતો મોટી મોટી કરવામાં આવી હતી. PM ઇન્ટર્નશીપ સ્કીમ હેઠળ સમગ્ર દેશમાં 3400 જેટલા યુવાનોને લાભ મળ્યો હતો. ગુજરાતમાં 11 હજારને ઓફર કરવાની વાત આવી તેની સામે માત્ર એક હજાર યુવાનોને તક મળી હતી. માત્ર 8 ટકા જ જેટલા લોકો લાભાર્થી છે, જેની સામે 92 ટકા યુવાનો વંચિત રહી ગયા છે. ‘મોદી સરકાર યુવાનો સાથે વિશ્વાસઘાત કરવાનું બંધ કરે’ વધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે, એક તરફ ગુજરાત ઔધોગિક રાજ્યમાં અવ્વલ નંબર પર હોય, મોટી મોટી કંપનીઓ કરોડોના રોકાણ કરવાની વાતો કરે ત્યારે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં અનેક વિસ્તારોમાં યુવાનોને રોજગારીની તક ન મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. ભારત સરકારના જ આંકડા રોજગારીની પોલ ખોલી રહ્યા છે. જેથી માંગ કરીએ છીએ કે ગુજરાતની ભાજપ સરકાર યુવાનો સાથે છેતરપિંડી બંધ કરે. દેશની મોદી સરકાર યુવાનો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાનું બંધ કરે. દેશના યુવાનોને સાચા અર્થમાં રોજગારીની તકો મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. સત્તામાં આવતા પહેલા મોદી સરકારે બે કરોડ રોજગાર દર વર્ષે આપવાની વાત કરી હતી. ત્યારે 12 વર્ષમાં 24 કરડો રોજગારના બદલે લોકોના રોજગાર છીનવાઈ રહ્યા છે. યુવાનોને રોજગારી આપતી યોજનામાં ખામી છે તો તેમાં સુધારો કરવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    જંગલેશ્વર ડિમોલિશનમાં 3 કરોડના ખર્ચથી વિવાદ:કોંગ્રેસે મ્યુ. કમિશનરનું રાજીનામું, SIT તપાસ અને જવાબદારોને જેલભેગા કરવાની માંગ કરી
    Next Article
    અસારવા સિવિલમાં વધુ એક સફળ અંગદાન:અંગદાતાનો આંકડો પહોંચ્યો 244 પર, 65 વર્ષીય મહિલા બ્રેઈનડેડ જાહેર થતાં લીવર અને બંને કિડનીનું દાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment