Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંગલેશ્વર ડિમોલિશનમાં 3 કરોડના ખર્ચથી વિવાદ:કોંગ્રેસે મ્યુ. કમિશનરનું રાજીનામું, SIT તપાસ અને જવાબદારોને જેલભેગા કરવાની માંગ કરી

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર 1500 કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે તેના માટે મનપાને અંદાજે 3 કરોડનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ભોજન, નાસ્તા અને લીંબુ પાણીના 27.20 લાખ, પીવાના પાણીનું 23 લાખ તો વીડિયોગ્રાફીના 24 લાખના ખર્ચે વિવાદનો મધપૂડો છેડાયો છે. આ મામલે કોંગ્રેસે SIT તપાસની માંગણી અને જવાબદારોને જેલભેગા કરવાની માંગણી કરી છે. જ્યારે વીડિયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ જેને મળ્યો તેને 7 દિવસમાં 305 કેમેરામેને વીડિયોગ્રાફી કરી હોવાનું સામે આવતા મોટું આશ્ચર્ય જનમ્યું છે. બિલનું ભારણ નિર્દોષ પ્રજાના ખભે આવશે તો અમે વિરોધ કરીશું વોર્ડ નંબર-16ના કોંગ્રેસના કોર્પોરેટર દિપ્તીબેન સોલંકીએ જણાવ્યું હતું કે, જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચનો મુદ્દો માત્ર રાજકોટ જ નહીં પરંતુ, પુરા ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે. જે રીતે કોર્પોરેશન દ્વારા બિલ મૂકવામાં આવ્યા છે. જેમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈ ધ્યાન જ આપવામાં આવ્યું ન હોય અથવા તો જે લોકોના મકાનો પડતા હતા તેમની સંવેદના સમજવાને બદલે અને સાંત્વના આપવાને બદલે મોંઘી મીઠાઈઓ અને ભોજન સહિતના બિલ મૂકી મિજબાની માણી છે, તેને કમિશનરે આંખ આડા કાન કરી છૂટ આપી હતી. જો તેને ખબર ન હોય તો જવાબદાર વ્યક્તિ તરીકે તેને રાજીનામુ આપી દેવું જોઈએ. 3 કરોડનો ખર્ચ થયો છે ત્યારે આ પ્રકરણમાં SITની રચના થવી જોઈએ. જવાબદાર લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ અને આ બિલ તેમને જ ભરવું જોઈએ. આ બિલનું ભારણ નિર્દોષ પ્રજાના ખભે આવશે તો અમે ચોક્કસ તેનો વિરોધ પણ કરીશું. જવાબદારોને જેલ ભેગા કરવા જોઈએ જ્યારે આ જ વિસ્તારના અન્ય કોર્પોરેટર ઈબ્રાહીમ સોરાએ જણાવ્યું હતું કે, જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન જે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તે મુદ્દે મેયર પાસે માંગણી કરીએ છીએ કે પીવાનું પાણી, કાજુ કતરી અને વીડિયોગ્રાફી સહિતના ખોટા બિલ મુકવામાં આવેલા છે તે મામલે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની તપાસ થવી જોઈએ અને જવાબદારોને જેલ ભેગા કરવા જોઈએ. 5 વર્ષના છોકરાઓ રડતા હતા ને મીઠાઈઓ-પાણી ગળા નીચે ઉતરે કેમ? આ સાથે જ મહિલા કોર્પોરેટર રસીલાબેન ગરૈયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર-16માં જંગલેશ્વરમાં ડિમોલિશન કરવામાં આવ્યું ત્યારે 27 લાખનું કાજુકતરી અને ખજૂર રોલ સહિતની મીઠાઈઓ ખાઇ ગયા છે અને 12 લાખનું પાણી પી ગયા છે. 5 વર્ષના છોકરાઓ રડતા હતા. અમે જ્યારે ઘરે આવતા હતા ત્યારે અમને જમવાનું પણ ભાવતું નહોતું. આ લોકોએ માનવતા ગુમાવી પબ્લિક સામે તો ન જોયું પરંતુ, નાના છોકરાઓ રડતા હતા અને તેમનો સામાન રખડતો હતો. તેમનો ચૂલો નહોતો સળગતો તેમ છતાં પણ તેને પોતાની માનવતા ગુમાવી દીધી હતી. પીવાનું પાણી, ઠંડા પીણા પીવડાવવામાં આવતા હતા. મોંઘી મીઠાઈઓ આમના ગળા નીચે કેમ ઉતરી તેનો જવાબ હું માંગુ છું. મહાનગરપાલિકામાં વીડિયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ રાખનાર હિતેશ ભાયાણીએ જણાવ્યું હતું કે, વીડિયોગ્રાફી માટે 24 લાખનું ચૂકવણું મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 21 ફેબ્રુઆરીએ 45,22 મીએ 45, 23મીએ 93, 24 મીએ 93, 25મીએ 13, 26 મીએ 13 અને 27મીએ 3 કેમેરામેન હતા. કોર્પોરેશનમાં વર્ષ 2024માં ટેન્ડર મળ્યું હતુ. જેમાં ટેન્ડર વેલ્યુ વર્ષની 5 લાખની હોય છે. પ્રથમ વખત મને આટલું મોટું 27 લાખનું ટેન્ડર મળ્યું હતું. જોકે આ માટે મેં મારો ફ્લેટ ગિરવે રાખ્યો છે. પાણી અને લીંબુ પાણીના નામે મોટો આંકડો સૌથી વધુ વિવાદ મિનરલ વોટર અને રિફ્રેશમેન્ટના બિલને લઈને થઈ રહ્યો છે. શરૂઆતમાં પાણીનો ખર્ચ રૂ. 12.40 લાખ હોવાનું ચર્ચાતું હતું, જે હવે આખરી ઓડિટ સીટોમાં રૂ. 23 લાખ પર પહોંચી ગયો છે. તંત્રના બચાવ પક્ષ મુજબ, ઉનાળા કે કડક તાપની સ્થિતિ વચ્ચે મોટા પાયે તૈનાત સ્ટાફ માટે રેટ કોન્ટ્રાક્ટના 8 રૂપિયા લેખે 2,87,500 જેટલી નાની બોટલો મંગાવવી પડી હતી. આ સિવાય સ્ટાફ અને મજૂરોના ભોજન, સવાર-સાંજના નાસ્તા તથા એનર્જી માટે રાખવામાં આવેલા લીંબુ પાણી પાછળ જ રૂ. 27.20 લાખ વાપરી નાખવામાં આવ્યા છે. મશીનરી જેટલો જ અન્ય ખર્ચ આશ્ચર્યની વાત એ છે કે જેસીબી, ભારે ડમ્પરો અને ટ્રેક્ટરો જેવા હેવી ઇક્વિપમેન્ટ્સ પાછળ અંદાજે 1.50 કરોડ રૂપિયા ખર્ચાયા છે. જે વ્યાજબી માની શકાય. પરંતુ તેની સામે માત્ર ત્રણ-ચાર દિવસની મંડપ સર્વિસના 8.50 લાખ, લાઈટિંગના 2.50 લાખ અને સમગ્ર ડિમોલિશનની પ્રોસિડિંગ રેકોર્ડ કરવાના તેમજ ડ્રોન શૂટિંગના વીડિયોગ્રાફી એજન્સીને 24 લાખ રૂપિયા ચૂકવવાની વિગતોએ નવો વિવાદ ઊભો કર્યો છે. આ ખર્ચમાં હજુ મનપાના એક્સ્ટ્રા રોજિંદા કર્મચારીઓ (મેન પાવર)નો સેલરી લોડ ગણાયો નથી.
    Click here to Read More
    Previous Article
    Kerala SSLC SAY June 2026 Results Out: Download marks memo at pareekshabhavan.kerala.gov.in
    Next Article
    PM ઇન્ટર્નશીપ યોજના જમીન પર નિષ્ફળ ગયાનો કોંગ્રેસનો આક્ષેપ:બે વર્ષમાં માત્ર 3,417 યુવાનોને જ લાભ મળ્યો હોવાનો દાવો, યોજનામાં ફેરફારની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment