Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસારવા સિવિલમાં વધુ એક સફળ અંગદાન:અંગદાતાનો આંકડો પહોંચ્યો 244 પર, 65 વર્ષીય મહિલા બ્રેઈનડેડ જાહેર થતાં લીવર અને બંને કિડનીનું દાન

    1 day ago

    અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં માનવતાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડતા અંગદાન પ્રાપ્ત થયું છે. પોતાના સ્વજનના વિયોગના અસીમ દુઃખ વચ્ચે એક પરિવારે અંગદાન કરવાનો મહાન નિર્ણય લઈને ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવાનો માર્ગ મોકળો કર્યો છે. આ સફળ અંગદાન સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ અંગદાતાનો આંકડો હવે 244 પર પહોંચી ગયો છે. બ્રેઈનડેડ મહિલાના પરિવારે અંગદાન માટે સંમતિ આપી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી 65 વર્ષીય મહિલાને 27 જૂન, 2026ના રોજ બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. મોહિત ચંપાવતે પરિવારજનોને અંગદાનના મહત્ત્વ અંગે સંવેદનશીલ રીતે સમજાવ્યું હતું. પોતાના સ્વજનને ગુમાવવાના દુઃખ વચ્ચે પણ પરિવારે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતાં સ્વરૂપે અંગદાન માટે સંમતિ આપી હતી. એક લીવર અને બંને કિડનીનું દાન પ્રાપ્ત થયું આ અંગદાન દ્વારા એક લીવર અને બંને કિડનીનું દાન પ્રાપ્ત થયું છે. આ ત્રણેય અંગોનું ટ્રાન્સપ્લાન્ટ સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત કિડની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે. જેથી તેઓને પણ નવું જીવનદાન મળશે. હોસ્પિટલમાં કુલ 1045 અંગો અને પેશીઓના દાનનો આંકડો નોંધાયો સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં હોસ્પિટલ ખાતે 244 અંગદાતાઓ પાસેથી કુલ 806 અંગોનું દાન પ્રાપ્ત થયું છે. ઉપરાંત 194 ચક્ષુ અને 45 ચામડી સહિત કુલ 239 પેશીઓનું દાન મળતાં હોસ્પિટલમાં કુલ 1045 અંગો અને પેશીઓના દાનનો આંકડો નોંધાયો છે. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 218 લીવર, 451 કિડની, 19 સ્વાદુપિંડ, 76 હૃદય, 34 ફેફસાં, 6 હાથ, 2 નાનાં આંતરડાં, 194 ચક્ષુ અને 45 ચામડીનું દાન પ્રાપ્ત થયું છે.
    Click here to Read More
    Previous Article
    PM ઇન્ટર્નશીપ યોજના જમીન પર નિષ્ફળ ગયાનો કોંગ્રેસનો આક્ષેપ:બે વર્ષમાં માત્ર 3,417 યુવાનોને જ લાભ મળ્યો હોવાનો દાવો, યોજનામાં ફેરફારની માગ
    Next Article
    Is SRH Owner Kavya Maran Marrying Music Sensation Anirudh? Megastar's Uncle Fuels Rumours

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment