Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PMને ગાળો આપનાર વિદ્યાર્થિનીના સમર્થનમાં ઉતરી ભૂમિ પેડનેકર:ટ્રોલિંગ બાદ એક્ટ્રેસનું યુટર્ન, કહ્યું- 'રેપ અને જાનથી મારી નાખવાની ધમકી સહન નહીં થાય'

    12 hours ago

    CJP (કોકરોચ જનતા પાર્ટી) પ્રદર્શન અને તેમાં વપરાયેલી ભાષા પર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવેલી એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે સોશિયલ મીડિયા પર વધુ એક નવો વીડિયો શેર કર્યો છે. તેણે કહ્યું છે કે, તેણે ઇન્ટરનેટ પર એક વીડિયો જોયો, જેમાં એક યુવાન છોકરી, જે પ્રદર્શનનો ભાગ હતી, ઇન્ટરવ્યુ આપી રહી હતી. વીડિયો વાયરલ થયા પછી તેને સતત ધમકીઓ મળી રહી છે. તેણે લોકોને ઓનલાઈન ઉત્પીડન બંધ કરવા, માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને નફરતને બદલે એકજૂથ થઈને પોતાની વાત રજૂ કરવા અપીલ કરી છે. ખરેખરમાં, એક સગીર વિદ્યાર્થિનીએ પીએમ નરેન્દ્ર મોદી માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. જેના પછી તેને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. વાયરલ ઇન્ટરવ્યુ પછી વિદ્યાર્થિનીને મળી રહી છે ધમકીઓ ભૂમિ પેડનેકરે પોતાના વીડિયોમાં જણાવ્યું કે, 'જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલી એક યુવા વિદ્યાર્થિનીનો ઇન્ટરવ્યુ વાયરલ થયા પછી તેને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવી રહી છે. તેને ડરામણી ધમકીઓ અને અશ્લીલ મેસેજ મોકલવામાં આવી રહ્યા છે.' ભૂમિએ કહ્યું કે, 'આ પ્રકારની ઓનલાઈન સતામણી કોઈપણ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર ઊંડો પ્રભાવ પાડે છે. લોકોએ પરસ્પર વાતચીતમાં સંવેદનશીલતા, સન્માન અને સહાનુભૂતિ રાખવી જોઈએ, ન કે કોઈના જીવ પાછળ પડી જવું જોઈએ.' ‘એકજુથ થઈને વાત રજૂ કરીશું, ત્યારે જ બદલાવ દેખાશે’ વીડિયોના અંતમાં ભૂમિએ નફરત ખતમ કરીને યોગ્ય રીતે પોતાની વાત રજૂ કરવાની સલાહ આપી. તેણે કહ્યું, 'આપણે બધા ફક્ત એક જ વસ્તુ ઇચ્છીએ છીએ કે દેશની પ્રગતિ થાય અને દેશનું ભલું થાય. જો આપણે બધા એકજુથ થઈને, એકતા સાથે પોતાની વાત યોગ્ય રીતે રજૂ કરીશું, ત્યારે જ આપણે ખરેખર સકારાત્મક બદલાવ જોઈ શકીશું.' ભૂમિના આ નિવેદન પછી ફરી એકવાર સોશિયલ મીડિયા પર અભિવ્યક્તિની સ્વતંત્રતા, વિરોધની રીતો અને ઓનલાઈન વર્તનને લઈને ચર્ચા તેજ બની ગઈ છે. PM પર નિવેદન આપીને ટીકાનો ભોગ બની હતી આ પહેલા દિલ્હીના જંતર-મંતર પર NEET પેપર લીક વિરુદ્ધ ચાલી રહેલા CJP પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઉપયોગમાં લેવાયેલી અપમાનજનક ભાષા પર ભૂમિએ સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે તેણે એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, 'વિરોધ કરવાનો અધિકાર બધાને છે, પરંતુ દેશના સર્વોચ્ચ પદ પર બેઠેલા વ્યક્તિ માટે આવી ભાષા બોલવી આપણી સંસ્કૃતિ વિરુદ્ધ છે.' તેના આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર એક વર્ગે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. આંદોલન પર ચૂપ રહેવાનો લાગ્યો હતો આરોપ ભૂમિના અગાઉના નિવેદનને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે 'એકતરફી' ગણાવ્યું હતું. ટીકાકારોનો આરોપ હતો કે ભૂમિએ 20 જુલાઈના રોજ થયેલા 'સંસદ માર્ચ' દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જ, પોલીસ કાર્યવાહી અને તેમની માંગણીઓ પર કોઈ વાત કરી ન હતી, પરંતુ માત્ર સૂત્રોચ્ચાર પર ધ્યાન આપ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    मानसून में खराब हो रहा है गुलाब का पौधा? अपनाएं ये 5 टिप्स, हरा-भरा रहेगा पौधा
    Next Article
    વ્યાજખોરીના 57 ગુનામાં 115 આરોપીની અટકાયત:જેતપુરમાં વ્યાજખોરે 24 લાખ સામે 41 લાખ પડાવી વધુ 24 લાખની માંગ કરી બાદમાં ફરિયાદીની દીકરી અને ભાણેજ વિશે અભદ્ર ટિપ્પણી તેમજ માંગણી કરી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment