Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉ.ગુ.યુનિ.માં રાજમાતા નાયિકાદેવી ખેલકૂદ મહોત્સવનો પ્રારંભ:700થી વધુ કોલેજોની 80 ટીમો વચ્ચે એથ્લેટિક્સ સ્પર્ધાઓ યોજાશે

    12 hours ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે 2 થી 4 નવેમ્બર સુધી ચાલનારા ત્રિ-દિવસીય 36મા રાજમાતા નાયિકાદેવી ખેલકૂદ મહોત્સવનો ગરિમામય વાતાવરણમાં પ્રારંભ થયો છે. ઉત્તર ગુજરાતના યુવાનોમાં રમતગમતની ભાવના ખીલે અને ખેલાડીઓને શારીરિક ક્ષમતા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક મળે તે હેતુથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી સંલગ્ન 700થી વધુ કોલેજોમાંથી પસંદ પામેલી 80 વિવિધ ટીમોના 850થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનો આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. સમારોહની શરૂઆતમાં રમતવીરો દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી અને શ્રેષ્ઠ ખેલાડીઓ દ્વારા મશાલ પ્રજ્વલિત કરી મહોત્સવ ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. સી. પોરિયાએ જણાવ્યું કે રમતગમત યુવાનોમાં શારીરિક ક્ષમતા પ્રદર્શન સાથે નેતૃત્વ અને એકતાના ગુણો ખીલવે છે. મહોત્સવના અંતિમ દિવસે વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાશે.રજીસ્ટ્રાર ડૉ. રોહિત દેસાઈ, શારીરિક શિક્ષણના ડાયરેક્ટર ડૉ. ચિરાગ પટેલ BOM સભ્ય દિલીપ ચૌધરી, કોકિલાબેન પરમાર સહિતના સભ્યો અને કોલેજોના કોચ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બનનારી મુખ્ય સ્પર્ધાઓ‎ ટ્રેક ઇવેન્ટ્સ: ભાઈઓ અને બહેનો માટે વિવિધ અંતરની રોમાંચક દોડ સ્પર્ધાઓ. જમ્પિંગ ઇવેન્ટ્સ: ખેલાડીઓની ક્ષમતા ચકાસતી ઊંચી કૂદ અને લાંબી કૂદ થ્રોઇંગ ઇવેન્ટ્સ: શારીરિક તાકાત અને સચોટ નિશાન દર્શાવતા ગોળા ફેંક , ચક્ર ફેંક અને હેમર થ્રો
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:'મુરાસુ' વાવાઝોડાએ વિનાશ વેર્યો, પાંચ રાજ્યમાં એલર્ટ, અમિત શાહ બોલ્યા-રાહુલ ક્યારેય PM નહીં બની શકે, ગુજરાતના નિર્ભયાકાંડના દોષિતનું મોત
    Next Article
    અકસ્માત:હારિજમાં પેટ્રોલ પંપ નજીક વાહનની ટક્કરે ખેડૂતનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment