Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદી 30 ઓક્ટોબરે બનાસકાંઠાથી કિસાન હપ્તો આપશે:ભીલડીમાં બનાસ ડેરીના બોવાઇન બ્રીડિંગ સેન્ટરનું લોકાર્પણ કરશે; PMના પ્રવાસ અંગે કલેક્ટર મિહિર પટેલે સમીક્ષા કરી

    14 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબર 2026ના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે પધારશે. તેઓ અહીંથી દેશભરના કરોડો ખેડૂતોને 'પી.એમ. કિસાન સન્માન નિધિ' યોજનાનો 24મો હપ્તાનું ડિજિટલ માધ્યમથી વિતરણ કરશે. આ વડાપ્રધાનના પ્રવાસની તૈયારીઓની આખરી આયોજન માટે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બોવાઇન બ્રીડિંગ સેન્ટરનું લોકાર્પણ વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન ભીલડી ખાતે બનાસ ડેરીના અનેક મહત્વકાંક્ષી વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. જેમાં 127 એકર જમીનમાં ₹325 કરોડના ખર્ચે આકાર પામેલું 'ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર' (BBBRC) મુખ્ય આકર્ષણ છે. આ આધુનિક સેન્ટર દ્વારા પશુઓની ઓલાદ સુધારણા માટે અત્યાધુનિક સંશોધનો હાથ ધરવામાં આવશે. બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત આ સાથે જ પાલનપુર સંકુલમાં આવેલી 'ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રિટ્રીવલ સિસ્ટમ' (ASRS) અને સણાદર સ્થિત બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરાશે. પર્યાવરણ અને ઊર્જા ક્ષેત્રે રાધનપુર તેમજ થરાદ ખાતે છાણ આધારિત બનાસ બાયો-CNG પ્લાન્ટનું વિધિવત ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થાઓની સમીક્ષા કલેક્ટર મિહિર પટેલે ઉપસ્થિત તમામ અધિકારીઓને કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ, વાહન પાર્કિંગ અને ફાયર સેફ્ટી જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. આ મહાનુભાવના કાર્યક્રમ દરમિયાન સામાન્ય નાગરિકોને કોઈ અગવડ કે તકલીફ ન પડે તે માટે સુચારુ આયોજન ગોઠવવા કલેક્ટરે તાકીદ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રજાના દિવસે રવિવાર 9 કલાકનો વીજ કાપ:દેસાઈનગર, સરદારનગર, સીદસર, બંદર રોડ તથા ઘોઘામાં ભુંભલી સબ ડિવિઝનમાં આવતા 40થી વધુ ફીડરોમાં રવિવારના રોજ વીજકાપ રહેશે..
    Next Article
    જામનગરમાં ₹2.03 કરોડના 54,991 બોટલ દારૂ-બિયર પર બુલડોઝર:રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ કરાઈ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment