Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીએ કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું:ટોરેન્ટ ગ્રુપના માલિકે કહ્યું- આ જ્ઞાન મંદિરમાં 3 લાખથી વધુ હસ્તપ્રત સુરક્ષિત

    15 hours ago

    પીએમ મોદી એક મહિનામાં જ બીજીવાર ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન ગાંધીનગરના કોબા ખાતે આજે (31 માર્ચ,2026)મહાવીર જયંતી નિમિત્તે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના આશીર્વાદ લીધા હતા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહાવીર જૈન આરાધના કેન્દ્રના પ્રમુખ સુધીર મહેતા(ટોરેન્ટ ગ્રુપના માલિક) સહિત દેશભરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હવે સાણંદમાં કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.ત્યાર બાદ વાવ-થરાદ ખાતેથી કેન્દ્ર અને ગુજરાત સરકારના મળીને કુલ 19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. જેમાં 5100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત,109 કિમી લાંબા 'અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે' (NE-8)નું લોકાર્પણ કરશે. આ હાઈવેના કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર 1 કલાક 45 મિનિટમાં કાપી શકાશે. આ પણ વાંચો: 45 મિનિટમાં ધોલેરા-બુલેટ સ્પીડે ભાવનગર,11 ફાંટાવાળા એક્સપ્રેસ-વેનો ડ્રોન વીડિયો મહિનામાં જ બીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન, ગુજરાત હબ બનશે કેઇન્સ સેમિકોનના પ્લાન્ટનું ઉદ્ઘાટન થતાં જ ગુજરાતમાં એક મહિનામાં જ બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થઈ જશે. કેઇન્સ સેમિકોનના પ્લાન્ટમાં દરરોજ 60 લાખ ચિપ્સનું પ્રોડક્શન થશે. જ્યારે માઇક્રોનમાં 2027 આવતા આવતા રોજ 10 લાખ ચિપ્સનું પ્રોડક્શન થવા લાગશે. આમ 70 લાખ જેટલા સેમિકન્ડક્ટર બનવા લાગશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કૂલ 4 પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ત્રણ સાણંદમાં અને એક ધોલેરામાં છે. આમ સાણંદમાં સીજી પાવર અને ધોલેરામાં ટાટા-PSMC પ્લાન્ટ કાર્યરત થવાના બાકી છે. 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'ની અંદરની ઝલક
    Click here to Read More
    Previous Article
    'બોલિવૂડના ઝેરીલા સિસ્ટમથી બચીને રહેજે':'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની આદિત્ય ધરને સલાહ; 'ધુરંધર 2'ને માસ્ટરપીસ ગણાવી
    Next Article
    દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આજે મહત્વપૂર્ણ દિવસ:શેરડીના ટન દીઠ ભાવ જાહેર થશે; ચૂંટણીનું વર્ષ હોવાથી પોષણક્ષમ ભાવ મળવાના ઉજળા સંજોગો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment