Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આજે મહત્વપૂર્ણ દિવસ:શેરડીના ટન દીઠ ભાવ જાહેર થશે; ચૂંટણીનું વર્ષ હોવાથી પોષણક્ષમ ભાવ મળવાના ઉજળા સંજોગો

    8 hours ago

    દક્ષિણ ગુજરાતની આર્થિક જીવાદોરી સમાન સુગર ઉદ્યોગ માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. આજે વિવિધ સુગર મિલો દ્વારા શેરડીના ટન દીઠ અંતિમ ભાવ જાહેર કરવામાં આવનાર છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાંડ, બગાસ અને મોલાસીસના બજાર ભાવ ઊંચા રહ્યા હોવાથી ખેડૂતોને ગત વર્ષ કરતા સારા ભાવ મળે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. ખેડૂતોમાં પણ આ જાહેરાતને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાંડની રિકવરી સારી છતાં વધતા ખર્ચથી ખેડૂતો ચિંતિત ચાલુ પિલાણ સિઝન દરમિયાન શેરડીમાં ખાંડની રિકવરીનું પ્રમાણ ઘણું સારું જોવા મળ્યું છે. જોકે, બીજી તરફ ખાતરના ભાવમાં થયેલો વધારો અને ખેતમજૂરીના દરોમાં ઉછાળો આવતા ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં પણ મોટો વધારો થયો છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા એવી માગ કરવામાં આવી રહી છે કે શેરડીના ટન દીઠ સરેરાશ 3500 રૂપિયાથી વધુ ભાવ આપવામાં આવે, જેથી તેમને ખેતીમાં થયેલું રોકાણ વળતરદાયી બની રહે. ખેડૂતોને આકર્ષક અને પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવા સંજોગો આગામી બેથી ત્રણ મહિનામાં દક્ષિણ ગુજરાતની લગભગ તમામ સુગર મિલોમાં વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીઓ યોજાનાર છે. સહકારી ક્ષેત્રમાં સત્તા ટકાવી રાખવા માટે અને ખેડૂતોને પોતાની તરફ આકર્ષવા માટે મિલોના ચેરમેન અને શાસક પક્ષો દ્વારા ખેડૂતોને આકર્ષક અને પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. ગત વર્ષે પણ ખેડૂતોને ટન દીઠ રૂ. 30થી 130 સુધીનો વધારો મળ્યો હતો, જે આ વખતે વધુ રહેવાની ધારણા છે. કેવડિયાની બેઠકમાં સ્ટોક વેલ્યુ 3700 નક્કી કરાઈ તાજેતરમાં કેવડિયા ખાતે ખાંડ ઉદ્યોગ સંઘની એક મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ખાંડની સ્ટોક વેલ્યુ 3700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શેરડીના પ્રતિ ટન ભાવ હંમેશા ખાંડની સ્ટોક વેલ્યુની આસપાસ જ નક્કી થતા હોય છે. આ નિર્ણયને જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે આ વર્ષે શેરડીના ભાવમાં મજબૂતી જોવા મળશે. 3650થી 3900 સુધી ભાવ રહેવાની શક્યતા બજારના સૂત્રો અને વર્તમાન સ્થિતિ મુજબ, આ વર્ષે શેરડીના ભાવ 3650થી 3900 રૂપિયા પ્રતિ ટનની વચ્ચે રહેવાની શક્યતા છે. ગત વર્ષે ખાંડના વેચાણ અને આડપેદાશો જેવી કે મોલાસીસની સારી આવકને કારણે સુગર મિલોની આર્થિક સ્થિતિ પણ સુધરી છે. આજ સાંજ સુધીમાં સુરત જિલ્લાની વિવિધ સુગર મિલો સત્તાવાર રીતે ભાવની જાહેરાત કરશે, જેના પર લાખો ખેડૂતોની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું:ટોરેન્ટ ગ્રુપના માલિકે કહ્યું- આ જ્ઞાન મંદિરમાં 3 લાખથી વધુ હસ્તપ્રત સુરક્ષિત
    Next Article
    How A Fight At A Nightclub Ended In Death Of Ex-Army Brigadier On Morning Walk

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment