Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના જાહેર સેવામાં 25 વર્ષ પૂર્ણ:લુણાવાડામાં 'સેવા જ્યોતિ યાત્રા' કાર્યક્રમ યોજાયો, મંત્રી પી.સી. બરંડા હાજર રહ્યા

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર સેવામાં 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે લુણાવાડાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 'સેવા જ્યોતિ યાત્રા' કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રી પી. સી. બરંડા હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં નાગરિકોએ વડાપ્રધાનના સંબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું. મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતે વિકાસના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. 2001થી શરૂ થયેલી આ વિકાસયાત્રાથી છેવાડાના ગામડાઓ સુધી લાભ પહોંચ્યા છે. આજે 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'નો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. તેમણે આરોગ્ય, શિક્ષણ, 24 કલાક વીજળી, ઉદ્યોગ વિકાસ અને નર્મદાના પાણી છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા જેવા કાર્યોનો ઉલ્લેખ કર્યો. ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમારે 108 એમ્બ્યુલન્સ, આયુષ્માન ભારત, મા અમૃતમ અને જ્યોતિગ્રામ યોજના જેવી યોજનાઓની પ્રશંસા કરી. તેમણે 2047 સુધીમાં ભારતને 'વિકસિત ભારત' બનાવવાનો સંકલ્પ દોહરાવ્યો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સેવાના રંગ રાષ્ટ્રના સંગના કાર્યક્રમના વિજેતાઓને ઈનામ વિતરણ અને વિકસિત ભારત 2047ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ ઉપરાંત પ્રભારી મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સેવા જ્યોતિ મશાલ પ્રજજ્વલન કરી યાત્રામાં જોડાયો હતા. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર, પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય કુબેર ડિંડોર, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, જિલ્લા પોલીસ વડા સફિન હસન, અગ્રણી દશરથ બારીયા સહિત વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં સરકારી કામકાજ ઠપ્પ:14 પડતર માંગણીઓને લઈને રેવન્યુ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર
    Next Article
    જૂનાગઢ મનપાના વોર્ડ નં.1ના સરગવાડા ગામે હાલાકી:વિકાસના દાવા પોકળ સાબિત થયા, રસ્તાઓ અતિ બિસ્માર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment