Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં સરકારી કામકાજ ઠપ્પ:14 પડતર માંગણીઓને લઈને રેવન્યુ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર

    1 day ago

    ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નો અને સેવા વિષયક માંગણીઓના યોગ્ય ઉકેલ માટે સરકાર સામે આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. અગાઉ માસ સી.એલ. (Mass C.L.) પાડીને વિરોધ પ્રદર્શન કરવા છતાં સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા, આજથી સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢમાં પણ વર્ગ-3 ના તમામ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. તાલુકા સેવા સદન ખાતે ધરણાં અને જનહિતના કાર્યોને અસર જૂનાગઢ તાલુકા સેવા સદન ખાતે આજે ક્લાસ-3 ના રેવન્યુ કર્મચારીઓએ કામગીરીથી અલિપ્ત રહીને ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. આ હડતાળના કારણે મામલતદાર અને કલેક્ટર કચેરીઓમાં આવકના દાખલા, જાતિના દાખલા, અને વિધવા સહાય જેવી મહત્ત્વપૂર્ણ જનહિતની કામગીરીઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. સરકારી કામકાજ અટકી પડતા દૂર-દૂરના ગામડાઓમાંથી કામ અર્થે આવતા સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈ લેખિત ખાતરી ન મળતા આંદોલન ઉગ્ર બન્યું આ આંદોલન અંગે મહેસૂલી કર્મચારી વર્ગ-૩ મહામંડળના પ્રમુખ તરુણાબેન ભૂતૈયાએ જણાવ્યું હતું કે, મહામંડળ દ્વારા સરકાર સમક્ષ મુખ્ય 14 માંગણીઓ અને રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ, આજદિન સુધી કોઈ પણ સંતોષકારક કે હકારાત્મક નિરાકરણ આવ્યું નથી અને તંત્ર દ્વારા કોઈ લેખિત ખાતરી પણ આપવામાં આવી નથી. ગત તારીખ ૫ ના રોજ પણ વિરોધનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, છતાં કોઈ પરિણામ ન આવતા આજથી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરવાની ફરજ પડી છે. જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. રેવન્યુ કર્મચારીઓની મુખ્ય માંગણીઓ શું છે? મહેસૂલી કર્મચારીઓએ પોતાની મુખ્ય માંગણીઓ વિશે વિગતવાર માહિતી આપતા નીચે મુજબના મુદ્દાઓ સરકાર સમક્ષ મૂક્યા છે: કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર દ્વારા વહેલી તકે આ ન્યાયી માંગણીઓનો સ્વીકાર કરીને હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો આ લડત આગામી દિવસોમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં કુખ્યાત બુટલેગર 'રામકા'ની ગેરકાયદે હોટલ પર બુલડોઝર ફર્યું:રૂ. 1.37 કરોડના દારૂકાંડ બાદ પોલીસની કાર્યવાહી, રામકા સામે અલગ-અલગ 49 ગુના નોંધાયા
    Next Article
    PM મોદીના જાહેર સેવામાં 25 વર્ષ પૂર્ણ:લુણાવાડામાં 'સેવા જ્યોતિ યાત્રા' કાર્યક્રમ યોજાયો, મંત્રી પી.સી. બરંડા હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment