Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના આગમન પૂર્વે વડોદરા ઝળહળશે:મ્યુ. કમિશનરે જાતે રસ્તા પર ઉતરી સફાઈ કરી, 210 મુખ્ય માર્ગો ચકાચક

    11 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. પીએમના રોડ શો અને પ્રવાસના રૂટને આઈકોનિક બનાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા સ્વચ્છતા અભિયાન તેજ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ પોતે સફાઈ કર્મચારીઓ સાથે જોડાઈને શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશનું નેતૃત્વ કર્યું હતું. વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા અઢી મહિનાથી સઘન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ‘વન ડે વન રોડ’ અને ‘વન ડે વન વોર્ડ’ કેમ્પેઈન અંતર્ગત અત્યાર સુધીમાં 18 મીટરથી વધુ પહોળાઈ ધરાવતા 210 રસ્તાઓની સફાઈ પૂર્ણ કરવામાં આવી છે. ‘વન ડે વન રોડ’ અભિયાન: 210 રસ્તાઓ સાફ શહેરમાં છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલા સઘન અભિયાન અંતર્ગત તંત્રએ મોટી સિદ્ધિ મેળવી છે. 18 મીટરથી વધુ પહોળાઈ ધરાવતા 210 રસ્તાઓની સફાઈ પૂર્ણ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એરપોર્ટથી ગોલ્ડન ચોકડી સુધીના મુખ્ય માર્ગોને સંપૂર્ણ સ્વચ્છ કરાયા છે. આગામી સમયમાં વેસ્ટ ઝોન, સાઉથ ઝોન અને વુડા (VUDA) વિસ્તારના રસ્તાઓ પર કામગીરી હાથ ધરાશે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું કે, શહેરમાં અંદાજે 3800 કિલોમીટરના રસ્તાઓ છે, જેમાંથી 1800 કિલોમીટર મુખ્ય માર્ગો અને 2000 કિલોમીટર જેટલા આંતરિક રસ્તાઓ છે. કોર્પોરેશને આગામી એક વર્ષમાં શહેરના તમામ 18 મીટરથી વધુ પહોળા રસ્તાઓને સંપૂર્ણ સ્વચ્છ કરવાનો સંકલ્પ લીધો છે. આ પણ વાંચો… સોમનાથ સ્વાભિમાન પર્વમાં મોદી હાજરી આપશે, વડોદરામાં 150 કરોડના ખર્ચે બનેલા સરદાર ધામ-3નું લોકાર્પણ કરશે માત્ર સફાઈ જ નહીં, આઈકોનિક રોડ બનાવવાનું આયોજન વધુમાં કહ્યું કે, અભિયાનના ભાગરૂપે આજે ઈસ્ટ ઝોનમાં એરપોર્ટથી ગોલ્ડન ચોકડી સુધી સફાઈ હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં વેસ્ટ ઝોન, સાઉથ ઝોન અને વુડા વિસ્તારના રસ્તાઓ પર પણ કામગીરી કરવામાં આવશે. આ સાથે દબાણ હટાવવાની કામગીરી પણ સતત ચાલુ છે. ડિવાઈડર ક્લીનિંગ અને ગાર્ડન્સમાં પ્લાન્ટેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં એરપોર્ટ રોડ જેવા મહત્વના માર્ગોને આઈકોનિક રોડ તરીકે વિકસાવવાનું અને રોડ વાઈડનિંગ કરવાનું આયોજન પણ છે. 40,000 નાગરિકો જોડાયા, ગંદકી કરનારને દંડની ચીમકી વધુમાં કહ્યું કે, સ્વચ્છતા માત્ર કોર્પોરેશનની જવાબદારી નથી, પરંતુ તેમાં જનભાગીદારી ખૂબ જ જરૂરી છે. આ અભિયાનમાં અત્યાર સુધી 40,000 જેટલા નાગરિકો, વિવિધ NGO, શાળાઓ, કોલેજો અને ટ્રસ્ટો જોડાયા છે. કોર્પોરેશને નાગરિકોને અપીલ કરી છે કે, સફાઈ બાદ રસ્તાઓ પર ગંદકી ન કરવી. 90% લોકો જાગૃત થયા છે, પરંતુ જે 10% લોકો વારંવાર ગંદકી કરતા જણાશે તેમની સામે તંત્ર દ્વારા કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'ખતરોં કે ખિલાડી'માં ગૌરવ ખન્નાની એન્ટ્રી:'બિગ બોસ 19' વિજેતાએ કહ્યું, 'વિચાર્યા વિના કોર્પોરેટ નોકરી છોડીને એક્ટર બન્યો, હવે નિષ્ફળતાનો કોઈ ડર નથી'
    Next Article
    જામનગર ધોરણ 10નું 85.08% પરિણામ જાહેર:મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાતમાં મેળવ્યો ઉચ્ચ ક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment