Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર ધોરણ 10નું 85.08% પરિણામ જાહેર:મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાતમાં મેળવ્યો ઉચ્ચ ક્રમ

    11 hours ago

    ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાનું કુલ 85.08 ટકા પરિણામ નોંધાયું છે. જિલ્લામાં સામાન્ય પ્રવાહના 14,443 વિદ્યાર્થીઓમાંથી 14,232 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, જેમાંથી 12,109 વિદ્યાર્થીઓ સફળ થયા છે. 755 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું જાણવા મળ્યું છે. ગ્રેડ પ્રમાણે પરિણામ જોઈએ તો, A-1 ગ્રેડમાં 948 વિદ્યાર્થીઓ, A-2 ગ્રેડમાં 2102 વિદ્યાર્થીઓ, B-1 ગ્રેડમાં 2636 વિદ્યાર્થીઓ, B-2 ગ્રેડમાં 3164 વિદ્યાર્થીઓ, C-1 ગ્રેડમાં 3505 વિદ્યાર્થીઓ, C-2 ગ્રેડમાં 2914 વિદ્યાર્થીઓ, D ગ્રેડમાં 1369 વિદ્યાર્થીઓ અને E ગ્રેડમાં 74 વિદ્યાર્થીઓ સફળ થયા છે. આ પરિણામમાં મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાના અનેક વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. મોદી સ્કૂલની વિદ્યાર્થીની બંધિયા ક્રિશાએ 99.97 પર્સેન્ટાઈલ રેન્ક (PR) અને 97.83% ગુણ સાથે સમગ્ર ગુજરાતમાં ત્રીજો નંબર મેળવ્યો છે. તેણે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100 માંથી 100 ગુણ મેળવી અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે. ક્રિશા ભવિષ્યમાં સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે. અન્ય વિદ્યાર્થી કેવિન બગલે 99.94 PR મેળવી શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. દરરોજ 6 થી 7 કલાકના નિયમિત વાંચન થકી સફળતા મેળવનાર કેવિન હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બની દેશની સેવા કરવાનું લક્ષ્ય ધરાવે છે. લાઠીયા શ્વેતાએ 99.91 PR સાથે સફળતા મેળવી છે. બોર્ડની પરીક્ષા માટે તે દરરોજ 12 થી 13 કલાક મહેનત કરતી હતી. તે હવે 'B' ગ્રુપ સાથે અભ્યાસ કરી ડોક્ટર બનવા ઈચ્છે છે. જામનગરની શ્રેયા પરમારે 99.90 PR અને 97.16% ગુણ મેળવી શહેરનું નામ રોશન કર્યું છે. તે પણ ભવિષ્યમાં ડોક્ટર બની સમાજસેવા કરવાનું સ્વપ્ન સેવી રહી છે. આ તમામ વિદ્યાર્થીઓએ પોતાની સફળતાનો શ્રેય શાળાના શિક્ષકોના સચોટ માર્ગદર્શન, શાળા દ્વારા લેવાતી સાપ્તાહિક અને પ્રિલિમ ટેસ્ટ તેમજ માતા-પિતાના અવિરત સહકારને આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીના આગમન પૂર્વે વડોદરા ઝળહળશે:મ્યુ. કમિશનરે જાતે રસ્તા પર ઉતરી સફાઈ કરી, 210 મુખ્ય માર્ગો ચકાચક
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:15 મિનિટના તોફાની વરસાદે ખેડૂતોના લાખો રૂપિયાના પાકને જમીનદોસ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment