Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં કેન્દ્રીય સચિવ નિરાલાએ PM ધન ધાન્ય યોજનાની સમીક્ષા કરી:2026-27ના એક્શન પ્લાન અંગે માર્ગદર્શન આપ્યું, પ્રાકૃતિક ખેતી-રોજગારી પર ભાર

    6 days ago

    દાહોદ: ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે.કે. નિરાલાએ દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, પીએમ ધન ધાન્ય કૃષિ યોજના સાથે સંકળાયેલા વિવિધ વિભાગો દ્વારા ફેબ્રુઆરી-2026 માસની કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. નાબાર્ડ, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ, GGRC, બાગાયત, પશુપાલન અને મત્સ્યઉદ્યોગ વિભાગે પોતાની આંકડાકીય વિગતો રજૂ કરી. આ ઉપરાંત, સહકાર મંત્રાલય, ફૂડ પ્રોસેસિંગ, ગ્રામીણ વિકાસ અને લેન્ડ રિસોર્સિંગ વિભાગે પણ યોજનાના અમલીકરણની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. સમીક્ષા બેઠકમાં આગામી વર્ષ 2026-27 માટેનો વાર્ષિક એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. આ તકે કે.કે. નિરાલાએ જણાવ્યું કે, સરકારી યોજનાઓનો લાભ છેવાડાના અને ખરેખર હકદાર એવા સાચા લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. સચિવ નિરાલાએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે વિશેષ પ્રયાસો કરવા સૂચના આપી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ખેતી અને સંલગ્ન પ્રવૃત્તિઓ દ્વારા સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી થાય તે દિશામાં આયોજનબદ્ધ કામગીરી થવી જોઈએ. બેઠકના અંતે, અધિકારીઓને નિયત લક્ષ્યાંકો સમયસર પૂર્ણ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    લગ્ન માટે કોમ્યુનિટી હોલ 180 દિવસ અગાઉ બુક કરી શકાશે:મધ્યમ વર્ગના પરિવારોની મુશ્કેલી દૂર, ઓનલાઈન પોર્ટલ પર દરરોજ સવારે 11 વાગ્યે ખુલશે સ્લોટ
    Next Article
    વોર્ડ-11નાં રહેવાસીઓનો મનપા કચેરીએ હોબાળો:ડે. કમિશનરને રજુઆત કરી ચૂંટણી અને વેરા બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment