Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્ન માટે કોમ્યુનિટી હોલ 180 દિવસ અગાઉ બુક કરી શકાશે:મધ્યમ વર્ગના પરિવારોની મુશ્કેલી દૂર, ઓનલાઈન પોર્ટલ પર દરરોજ સવારે 11 વાગ્યે ખુલશે સ્લોટ

    2 days ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત લોકો વધુ સુવિધાસભર, પારદર્શક અને સુવ્યવસ્થિત સેવા મેળવી શકે તેના માટે કોમ્યુનિટી હોલ બુકિંગ સંબંધિત નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ હવેથી લગ્ન પ્રસંગો માટે મહાપાલિકા સંચાલિત કોમ્યુનિટી હોલ 180 દિવસ અગાઉ બુક કરી શકાશે. અગાઉ આ મર્યાદા 90 દિવસ હોવાને કારણે મધ્યમ વર્ગનાં પરિવારોને હોલ મેળવવામાં પડતી મુશ્કેલી દૂર થશે. જોકે, અન્ય કાર્યક્રમો માટે હોલ 90 દિવસ પહેલા બુક કરાવવાનો રહેશે. આ સમયમર્યાદા અગાઉ માત્ર 30 દિવસની હતી. બુકિંગના નવા સમયગાળા અને પ્રાથમિકતા પ્રાપ્ત વિગત મુજબ સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે હોલ બુકિંગની પ્રક્રિયામાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે. નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય બુકિંગ પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો અને વચેટીયાઓની દખલગીરી ઘટાડી સીધો લાભ નાગરિકોને આપવાનો છે. આ નવા નિયમો હેઠળ સૌથી મહત્વનો એક ફેરફાર બુકિંગના સમયગાળામાં કરવામાં આવ્યો છે. હવે લગ્ન પ્રસંગોને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે. નાગરિકો લગ્ન માટે નિયત તારીખથી વધુમાં વધુ 180 દિવસ અગાઉથી હોલનું એડવાન્સ બુકિંગ કરાવી શકશે. અગાઉ આ સમયગાળો ઓછો હોવાથી મધ્યમ વર્ગના પરિવારોને સિઝન સમયે હોલ મેળવવામાં ઘણી મુશ્કેલી પડતી હતી, જે હવે દૂર થશે. નાગરિકોની સુવિધા માટે બુકિંગની બેવડી વ્યવસ્થા રાખવામાં આવી જ્યારે લગ્ન સિવાયના અન્ય સામાજિક, શૈક્ષણિક કે જાહેર કાર્યક્રમો માટે હોલ બુકિંગ વધુમાં વધુ 90 દિવસ અગાઉ કરી શકાશે. આ વ્યવસ્થાને કારણે લગ્ન જેવા મોટા પ્રસંગો માટે પરિવારો અગાઉથી આયોજન કરી શકશે. બુકિંગ માટેની નવી તારીખો દરરોજ સવારે 11:00 વાગ્યે (સર્વર સમય મુજબ) ઓનલાઈન પોર્ટલ પર ખુલ્લી મુકવામાં આવશે. નાગરિકોની સુવિધા માટે બુકિંગની બેવડી વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં ઓનલાઈન બુકિંગ માટે રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર જઈ શકાય છે, તો ઓફલાઇન બુકિંગ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની કચેરીએ જઈને નિર્ધારિત ફોર્મ ભરી શકાય છે. પારદર્શિતા જાળવવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ ચુકવણીના નિયમો પણ કડક બનાવ્યા છે. હવેથી હોલ રિઝર્વેશન સમયે જ અરજદારે ડિપોઝિટ તેમજ ભાડાની સંપૂર્ણ રકમ ભરપાઈ કરવી ફરજિયાત રહેશે. આ નિયમ લાવવા પાછળનું મુખ્ય કારણ અનાવશ્યક બ્લોકિંગ અટકાવવાનું છે. ઘણીવાર લોકો હોલ બ્લોક કરી રાખતા હોય છે અને છેલ્લી ઘડીએ કેન્સલ કરતા હોય છે, જેના કારણે જરૂરિયાતમંદ નાગરિકોને હોલ મળતો નથી. હવે સંપૂર્ણ નાણાં ભરવાના હોવાથી માત્ર ગંભીર આયોજકો જ બુકિંગ કરશે. સામાન્ય જનતાને વાજબી ભાવે સરકારી હોલની સુવિધા સરળતાથી મળી રહેશે રાજકોટ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના મેનેજર મેહુલ ગાંધીનાં જણાવ્યા મુજબ, આ નવી વ્યવસ્થાથી શહેરમાં યોજાતા વિવિધ કાર્યક્રમોમાં વધુ સુવ્યવસ્થા જળવાશે. નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, તેઓ લગ્ન કે અન્ય પ્રસંગો માટે આ નવી સુવિધાનો મહત્તમ લાભ લે અને છેલ્લી ઘડીની દોડધામથી બચવા માટે સમયસર ઓનલાઈન કે ઓફલાઈન માધ્યમથી બુકિંગ કરાવી લે. આ પહેલથી કોર્પોરેશનની સેવાઓમાં પારદર્શિતા આવશે અને સામાન્ય જનતાને વાજબી ભાવે સરકારી હોલની સુવિધા સરળતાથી મળી રહેશે.
    Click here to Read More
    Previous Article
    મનપા કબજે કરવા કોંગ્રેસના 'ચાણક્યો' મેદાને, સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ:120 બેઠકો માટે ઉમેદવારો શોધવા ઓબ્ઝર્વરોના ધામા, પાટીદાર- લઘુમતી વિસ્તારોમાં જૂની વોટબેંક મેળવવા કોંગ્રેસની કવાયત
    Next Article
    દાહોદમાં કેન્દ્રીય સચિવ નિરાલાએ PM ધન ધાન્ય યોજનાની સમીક્ષા કરી:2026-27ના એક્શન પ્લાન અંગે માર્ગદર્શન આપ્યું, પ્રાકૃતિક ખેતી-રોજગારી પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment