Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીએ કહ્યું-12 વર્ષમાં 49 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા:આર્થિક અસમાનતા પણ ઘટી, 6 વર્ષમાં રોજગારની 13.4 કરોડ તકો ઊભી થઈ

    23 hours ago

    PM મોદીએ કહ્યું કે 2011 થી 2023 વચ્ચે ભારતમાં 49.6 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. આ દરમિયાન દેશમાં અત્યંત ગરીબીનો દર 90% સુધી ઘટ્યો. મોદીએ વર્લ્ડ બેંકના અહેવાલનો હવાલો આપતાં કહ્યું કે ગરીબી દૂર કરવી સરકાર માટે માત્ર નારો નથી, પરંતુ મક્કમ સંકલ્પ છે. મોદીએ એમ પણ કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં રોજગારની 13.4 કરોડ નવી તકો ઊભી થઈ છે. આ સંખ્યા કામકાજની ઉંમરની વસ્તીમાં થયેલા વધારા કરતાં લગભગ બમણી છે. તેમણે દેશમાં આર્થિક અસમાનતા ઘટી હોવાનું પણ જણાવ્યું. વડાપ્રધાને આ આંકડા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા શેર કર્યા. પીએમ બોલ્યા- ગરીબી દૂર કરવી સરકાર માટે માત્ર એક નારો નથી વર્લ્ડ બેંકે ઓક્ટોબરમાં 'ઈન્ડિયા પોવર્ટી એન્ડ ઈક્વિટી બ્રીફ' નામથી રિપોર્ટ જાહેર કર્યો હતો. તેના મુજબ, ભારતમાં અત્યંત ગરીબીનો દર 2011માં 27.1% હતો, જે 2023માં ઘટીને 2.6% રહી ગયો. મોદીએ કહ્યું કે વર્લ્ડ બેંકના જણાવ્યા મુજબ ભારતમાં દુનિયામાં સૌથી ઝડપથી ગરીબી ઘટી છે. તેમણે આર્થિક અસમાનતા માપતા ગિની ઈન્ડેક્સનો પણ ઉલ્લેખ કર્યો. તેમના મુજબ, તેમાં 20%થી વધુનો ઘટાડો આવ્યો છે અને તે ઘટીને 23.0 પર પહોંચી ગયો છે. રિપોર્ટ અનુસાર, દરરોજ આશરે 400 રૂપિયા (4.20 ડોલર)થી ઓછી કમાણી કરતા લોકોની વસ્તી 57.7%થી ઘટીને 16.1% રહી ગઈ છે. અનુમાન છે કે 2028 સુધીમાં આ આંકડો 12.1% થઈ જશે. ગરીબી ઘટવાના 3 કારણો: વપરાશ વધ્યો, મહિલાઓને રોજગાર મળ્યો રહેઠાણ અને મૂળભૂત સુવિધાઓમાં પણ સુધારો ગરીબીમાં ઘટાડો માત્ર આવક સુધી મર્યાદિત રહ્યો નથી. લોકોના રહેઠાણ અને મૂળભૂત સુવિધાઓ સુધીની પહોંચમાં પણ સુધારો થયો છે. હવે અગાઉની સરખામણીએ વધુ લોકો પાસે પાકા મકાનો, વીજળી, સ્વચ્છ પાણી, શૌચાલય અને રસોઈ ગેસ જેવી સુવિધાઓ છે. ઓક્સફોર્ડના અહેવાલ મુજબ, 2005-06માં દેશની 53.8% વસ્તી આ મૂળભૂત સુવિધાઓથી વંચિત હતી. 2019-21 સુધીમાં આ આંકડો ઘટીને 16.4% રહી ગયો. બીજી તરફ, વર્લ્ડ બેંકના માપદંડ અનુસાર 2022-23માં નોન-મોનેટરી ગરીબી ઘટીને 15.5% રહી ગઈ. પડકારો: દેશના 57% ગરીબો ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળ વચ્ચેના વિસ્તારોમાં વર્લ્ડ બેંક મુજબ, ગરીબી ઘટી હોવા છતાં દેશમાં અનેક પડકારો યથાવત્ છે. ભારતના કુલ ગરીબોમાંથી આશરે 57% લોકો ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળ વચ્ચેના વિસ્તારોમાં રહે છે. આ વિસ્તારોમાં રોજગારની નવી અને વધુ સારી તકો ઊભી કરવી જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    ધમકી બાદ 'શહેનશાહ'ની સુરક્ષા વધારાઈ!:અમિતાભે બુલેટપ્રૂફ કેબિનમાં આપ્યા ‘સન્ડે દર્શન’, 'જલસા'ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
    Next Article
    રાજકોટમાં દિવાળી પૂર્વેના છેલ્લા રવિવારે ખરીદીમાં રોનક:50 વર્ષ જૂની હેરિટેજ ધર્મેન્દ્ર રોડ બજારમાં 2000 વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભીડ, 25 ટકા ભાવવધારો છતાં ઉત્સાહ અકબંધ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment