Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધમકી બાદ 'શહેનશાહ'ની સુરક્ષા વધારાઈ!:અમિતાભે બુલેટપ્રૂફ કેબિનમાં આપ્યા ‘સન્ડે દર્શન’, 'જલસા'ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    23 hours ago

    અમિતાભ બચ્ચન રવિવારે પોતાના મુંબઈ સ્થિત નિવાસસ્થાન જલસાની બહાર ચાહકોને મળવા પહોંચ્યા. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ અમિતાભ બુલેટપ્રૂફ કાચની કેબિનની અંદર જોવા મળ્યા. તેઓ કેબિનની અંદરથી જ બહાર હાજર ચાહકો તરફ હાથ હલાવતા અને હાથ જોડીને નમસ્તે કરતા જોવા મળ્યા. તાજેતરમાં અમિતાભ બચ્ચનના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના બાદ મુંબઈ પોલીસે તેમની સુરક્ષાનું સ્તર વધારી દીધું છે. બોમ્બની ધમકી બાદ ‘જલસા’ની બહાર વધારવામાં આવી સુરક્ષા અમિતાભ બચ્ચન દર રવિવારે પોતાના બંગલા ‘જલસા’ની બહાર આવીને ચાહકોનું અભિવાદન કરે છે. આ પરંપરાને ‘સન્ડે દર્શન’ કહેવામાં આવે છે. તાજેતરમાં અમિતાભ બચ્ચનના નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનાના તરત બાદ મુંબઈ પોલીસ પ્રશાસન સતર્ક થઈ ગયું અને ‘જલસા’ની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી. રવિવારે પણ દર્શન દરમિયાન પોલીસકર્મીઓ બેરિકેડ્સ પાસે તૈનાત રહ્યા અને ભીડ પર સતત નજર રાખી. અગાઉ પિતા સાથે જોવા મળ્યા હતા અભિષેક બચ્ચન આ પહેલાં યોજાયેલા સન્ડે દર્શન દરમિયાન અમિતાભ બચ્ચન સાથે તેમના પુત્ર અભિષેક બચ્ચન પણ જોવા મળ્યા હતા. સામાન્ય રીતે અમિતાભ આ પરંપરા દરમિયાન એકલા જ ચાહકો સામે આવે છે, પરંતુ છેલ્લી વખત પિતાની પાછળ ઊભેલા અભિષેકની હાજરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તબિયત સારી નથી, ડૉક્ટરોએ આરામ કરવાની સલાહ આપી હતી અમિતાભ બચ્ચને તાજેતરમાં પોતાના બ્લોગ પર જણાવ્યું હતું કે તેમને આરામની જરૂર છે. તેમણે લખ્યું હતું કે ડૉક્ટરોએ તેમને થોડા દિવસો સુધી આરામ કરવા અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની સલાહ આપી છે. આ પહેલાં તેમણે સોશિયલ મીડિયા પર પણ સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું હતું. બિગ બીએ શરીરને સાજા થવા માટે વધુ સમય આપવાની વાત કહી હતી. તેમ છતાં તેમણે રવિવારે ચાહકોને મળવાની પરંપરા તોડી નહોતી. અમિતાભ બચ્ચન લાંબા સમયથી આ પરંપરા નિભાવતા આવી રહ્યા છે. દર રવિવારે તેમના ઘરની બહાર ચાહકોની ભીડ એકઠી થાય છે, જે તેમની એક ઝલક મેળવવા માટે કલાકો સુધી રાહ જુએ છે. મેયરની કચેરીને પણ મળ્યો હતો ધમકીભર્યો ઈમેલ રિપોર્ટ્સ અનુસાર, 23 ઑક્ટોબરે મુંબઈનાં મેયર ઋતુ તાવડેની કચેરીને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. તેમાં અમિતાભ બચ્ચનના બંગલા ઉપરાંત ગાયક-અભિનેતા દિલજીત દોસાંજના મુંબઈ કૉન્સર્ટ અને કેટલીક શાળાઓને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલમાં જુહુ સ્થિત અમિતાભના બંગલા ‘જલસા’ને 31 ઑક્ટોબરથી 27 નવેમ્બર વચ્ચે નિશાન બનાવવાની વાત કહેવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    How to Download and Use Instagram on Apple TV: A Step-by-Step Guide
    Next Article
    PM મોદીએ કહ્યું-12 વર્ષમાં 49 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા:આર્થિક અસમાનતા પણ ઘટી, 6 વર્ષમાં રોજગારની 13.4 કરોડ તકો ઊભી થઈ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment