Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં દિવાળી પૂર્વેના છેલ્લા રવિવારે ખરીદીમાં રોનક:50 વર્ષ જૂની હેરિટેજ ધર્મેન્દ્ર રોડ બજારમાં 2000 વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભીડ, 25 ટકા ભાવવધારો છતાં ઉત્સાહ અકબંધ

    1 day ago

    રાજકોટમાં દિવાળી પૂર્વેના છેલ્લા રવિવારે 50 વર્ષથી વધુ જૂની હેરિટેજ ગણાતી ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. અહીં 2000 થી વધુ દુકાનોના વેપારીઓ દ્વારા સમગ્ર બજારને રોશનીથી શણગારવામાં આવી છે. જેના આકાશી દ્રશ્યો લોકોમાં ખરીદીનો ઉત્સાહ બતાવે છે. વેપારી એસોસિએશનનું કહેવું છે કે આ વખતે કાપડ અને કપડાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થયો છે આમ છતાં પણ લોકોમાં ખરીદી માટેનો ઉત્સાહ ખૂબ જ વધુ જોવા મળી રહ્યો છે. અહીં નાના બાળકોથી લઈ મહિલાઓ અને વડીલોના રેડીમેઈડ કપડા, કાપડ અને ઘર સુશોભનની ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે. જેથી અહીં લોકોએ આજે મન મૂકીને ખરીદી કરી હતી. જેના લીધે બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. રાજકોટના હોલસેલ ટેક્સ્ટટાઈલ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ હિતેશ અનડકટે દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, રાજકોટના લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ અને ઘી કાંટા રોડ વિસ્તારમાં આવેલી સૌથી જૂની હેરીટેજ માર્કેટમાં દિવાળીના તહેવારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ માર્કેટમાં આશરે 2,000 જેટલી દુકાનો આવેલી છે, જ્યાં કપડાં, શૂઝ, સાડી, શૂટિંગ-શર્ટિંગ અને જૅન્ટ્સ વેર સહિતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કોટન મટીરિયલ અને કોટન વેરના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. મોંઘવારી હોવા છતાં દિવાળીના તહેવારને લઈને લોકોમાં ખરીદી માટે ભારે ઉત્સાહ છે અને બજારમાં ખૂબ જ સારો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટવાસીઓ રાત્રે 1 વાગ્યા સુધી આ બજારમાં ખરીદી માટે ઉમટી પડે છે. જ્યારે ગ્રાહક જાનવી વારાએ જણાવ્યું હતું કે, ધર્મેન્દ્ર રોડ બજારમાં ખરીદી કરવા માટે આવ્યા છીએ. બજારમાં અત્યારે ખૂબ જ ટ્રાફિક જોવા મળી રહ્યો છે પરંતુ વાતાવરણ ખૂબ જ સારું છે. દીવાળીની ખરીદી હજુ ચાલુ જ છે. હાલમાં ફક્ત કપડાંની ખરીદી જ કરી છે અને બાકીની ખરીદી આગળ કરવામાં આવશે. મોંઘવારી તો દર વખતની જેમ રહેવાની જ છે. જોકે બજારમાં લોકોની ભીડ અને ટ્રાફિકને જોઈને એવું નથી લાગતું કે મોંઘવારી નડતી હોય. પરિવાર સાથે રહીને ફટાકડા ફોડીને અને નવા કપડાં પહેરીને દીવાળીની ઉજવણી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ કહ્યું-12 વર્ષમાં 49 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા:આર્થિક અસમાનતા પણ ઘટી, 6 વર્ષમાં રોજગારની 13.4 કરોડ તકો ઊભી થઈ
    Next Article
    પંજાબમાં AAPના બે ધારાસભ્યોએ પાર્ટી છોડી:કહ્યું- કેજરીવાલની ગેરંટી પૂરી થઈ નથી, BJPમાં જોડાઈશ; જૌડામાજરા મંત્રી રહ્યા, પઠાણમાજરા પર બળાત્કારનો કેસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment