Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદી 12-15 ગાડીનો કાફલો છોડી 2 કાર સાથે નીકળ્યા:પેટ્રોલ-ડીઝલ બચાવવા અપીલ કરી હતી; શાહ-નડ્ડાએ પણ કાફલામાં ગાડીઓ ઓછી કરી

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કાફલો છોડીને માત્ર 2 કાર સાથે નીકળ્યા. સામાન્ય રીતે પીએમના કાફલામાં 12 થી 15 ગાડીઓ હોય છે. હવે એક ગાડીમાં પીએમ જ્યારે બીજી ગાડીમાં SPG અને સુરક્ષાકર્મીઓ હાજર રહેશે. પીએમ જનતાને સતત પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી રહ્યા છે. તેને લઈને ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ પણ પોતાના કાફલાની ગાડીઓ ઓછી કરી દીધી છે. પીએમની અપીલ બાદ રાજ્યોમાં સરકાર-નેતાઓના નિર્ણયો 1. રાજસ્થાન: સીએમ ભજનલાલના કાફલામાં હવે 5 ગાડીઓ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પોતાના કાફલામાં સામેલ ગાડીઓની સંખ્યા ઘટાડી દીધી છે. બુધવારે સવારે દિલ્હી જવા માટે સાંગાનેર એરપોર્ટ જતી વખતે તેમના કારકેડ (કોન્વોય)માં ગાડીઓની સંખ્યા અડધી રહી. પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદીની પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો કરવાની અપીલ બાદ ભજનલાલ શર્માએ આ નિર્ણય લીધો છે. પહેલાં સીએમના કાફલામાં 10 થી 12 ગાડીઓ રહેતી હતી. હવે તેને ઘટાડીને 5 કરી દેવામાં આવી છે. આ પહેલાં મોડી રાત્રે સીએમ ભજનલાલ શર્માએ તમામ મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓને પણ કાફલામાં ઓછા વાહનોનો ઉપયોગ કરવા અને વાહનોના બિનજરૂરી ઉપયોગથી બચવા નિર્દેશ આપ્યા હતા. સીએમએ કહ્યું- રાજ્યના તમામ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ પણ પોતાના વાહનોનો ઉપયોગ ખૂબ જ વિચારપૂર્વક કરે. બિનજરૂરી ગાડીઓને સાથે લઈને ન ચાલે. 2. મધ્યપ્રદેશ: VIP કાફલાઓ પર બ્રેક, CM એ ગાડીઓ ઘટાડી મધ્યપ્રદેશમાં હવે મંત્રીઓ અને VIP કાફલાઓમાં ગાડીઓની સંખ્યા મર્યાદિત કરવામાં આવશે. સાથે જ સરકારી પ્રવાસો અને ભ્રમણ દરમિયાન રેલીઓ પર પણ રોક રહેશે. મુખ્યમંત્રી મોહન યાદવને Z+ કેટેગરીની સુરક્ષા મળી છે. આ કારણે તેમના કાફલામાં અત્યાર સુધી કુલ 13 વાહનો સામેલ રહેતા હતા. નવા આદેશ બાદ ભોપાલમાં સ્થાનિક પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીના કાફલામાં હવે માત્ર 8 વાહનો સામેલ થશે. 3. યુપી: બેઠકો વર્ચ્યુઅલ થશે; 2 દિવસ વર્ક ફ્રોમ હોમ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે મંગળવારે 7 મોટા નિર્ણયો લીધા. મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓનો કાફલો 50% ઘટશે. અઠવાડિયામાં એક દિવસ તેમને પબ્લિક ટ્રાન્સપોર્ટ કે બસ-મેટ્રોથી મુસાફરી કરવી પડશે. તમામ સરકારી બેઠકો, સેમિનાર, કોન્ફરન્સ, વર્કશોપ વર્ચ્યુઅલ હશે. રાજ્ય સચિવાલયની પણ 50% બેઠકો વર્ચ્યુઅલ હશે. સીએમએ કહ્યું કે, જે કંપનીઓમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ છે, તેમને અઠવાડિયામાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ માટે રાજ્ય સ્તરે એડવાઇઝરી જાહેર કરવામાં આવે. સીએમ યોગીએ લોકોને 10 અપીલ પણ કરી છે. તેમણે કહ્યું કે અઠવાડિયામાં એક દિવસ નો વ્હીકલ ડે મનાવવામાં આવે. પેટ્રોલ-ડીઝલ અને વીજળી બચાવો. 4. દિલ્હી: મંત્રી આશિષ સૂદ પહેલા મેટ્રો, પછી ઈ-રિક્ષાથી કાર્યક્રમમાં પહોંચ્યા દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સૂદે મંગળવારે દિલ્હી મેટ્રોમાં INAથી કોર્ટ સુધી મુસાફરી કરી. પછી મેટ્રો સ્ટેશનથી સૂરજમલ વિહારમાં આવેલા 'CM શ્રી સ્કૂલ' સુધી જવા માટે ઈ-રિક્ષા લીધી. ત્યાં તેમણે ઝોન 1 અને 2 ની શાળાઓના પ્રમુખો સાથે એક સેશનમાં ભાગ લીધો. 5. મહારાષ્ટ્ર: મંત્રી ફ્રાન્સ નહીં જાય, વિભાગના ખર્ચ ઘટાડ્યા મહારાષ્ટ્ર સરકારના મંત્રી આશિષ શેલારે જણાવ્યું કે તેઓ આ વર્ષે ફ્રાન્સમાં યોજાનાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે નહીં. તેમણે કહ્યું કે પડકારજનક સમયમાં રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપતા વિભાગીય ખર્ચમાં કાપ મૂકવાનો અને સંયમ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શેલારે જણાવ્યું કે હવે બેઠકો અને કામકાજ માટે વર્ચ્યુઅલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે. જોકે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ મરાઠી ફિલ્મો માટે સરકારી સહયોગ અને સંકલન ચાલુ રહેશે. જરૂર પડ્યે તેઓ ઓનલાઈન માધ્યમથી મરાઠી સિનેમાને સમર્થન આપશે. પીએમની બે વખત પેટ્રોલ વપરાશ ઘટાડવાની અપીલ 11 મે: વડોદરામાં મોદી બોલ્યા- પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો 10 મે: હૈદરાબાદમાં પીએમ બોલ્યા- વિદેશ યાત્રા ટાળી દો ---------------------------------- આ સમાચાર પણ વાંચો… પેટ્રોલિયમ મંત્રી બોલ્યા-ભારત પાસે 60 દિવસનું ક્રૂડ ઓઇલ છે:45 દિવસનો LPG સ્ટોક છે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે જણાવ્યું કે ભારત પાસે 60 દિવસનો ક્રૂડ ઓઇલ, 60 દિવસની LNG અને 45 દિવસની LPGનો સ્ટોક છે. સપ્લાયના મામલે કોઈ મુશ્કેલી નથી. હરદીપ પુરીએ દિલ્હીમાં આયોજિત CII એન્યુઅલ બિઝનેસ સમિટમાં પીએમની બચતની અપીલનો પણ ઉલ્લેખ કર્યો. પુરીએ કહ્યું કે પીએમએ બે દિવસ પહેલા જે વાતો કહી છે. તેને લઈને અફરા-તફરી મચાવવી નકામી છે. પીએમની વાતોને ધ્યાનથી સાંભળો. તેનો મનફાવે એવો અર્થ ન કાઢો. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    IPLમાં RCB vs KKR, વરસાદના કારણે ટૉસમાં વિલંબ:આખા મેદાનને કવર્સથી ઢાંકવામાં આવ્યું; બેંગલુરુ જીતશે તો પ્લેઑફમાં સ્થાન નિશ્ચિત
    Next Article
    વર્ષ પછી અમૂલે દૂધના ભાવમાં લિટરે રૂ.2 વધાર્યા, આવતીકાલથી લાગુ:ભેંસના દૂધમાં પ્રતિ લિટર રૂ.4નો વધારો, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પહેલા જ મોંઘવારીનો ડામ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment