Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસ ડેરીમાં યોગ શિબિર યોજાઈ:PM મોદીના 12 વર્ષનો સફળ કાર્યકાળ અને યોગ દિવસની સંયુક્ત ઉજવણી કરાઈ

    2 days ago

    ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે બનાસ ડેરી સંકુલ ખાતે યોગ શિબિર અને કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અવિરત ૧૨ વર્ષના અભિયાન તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. આ યોગ શિબિરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજી અને યોગ ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન યોગાભ્યાસ અને પ્રશિક્ષણનું આયોજન થયું હતું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત યોગ સાધકોને સંબોધતા યોગના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અનિવાર્ય સાધના છે. તેમણે પૂર્ણ ‘ૐકાર’ના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પાસાઓ તેમજ દૈનિક જીવનમાં તેના સકારાત્મક પ્રભાવ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ જણાવ્યું કે, શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ યોગ શિબિર યોજાઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા, વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થયા છે, અને ૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ આવી રહ્યો છે. આ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં યોગ શિબિરોનું આયોજન થઈ રહ્યું છે. શીશપાલજીએ વધુમાં જણાવ્યું કે, યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રદાન કરે છે, તેમજ રોગ, ક્રોધ અને નશાથી મુક્તિ અપાવે છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ૫,૦૦૦ યોગ વર્ગો ચલાવવામાં આવે છે. તેમણે સૌને રોજ નિયમિત યોગ કરવા, યોગી બનવા, નિરોગી બનવા અને સમાજ તથા રાષ્ટ્ર માટે ઉપયોગી બનવા આહવાન કર્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ યોગ દ્વારા પ્રાપ્ત જ્ઞાન અને કૌશલ્યનો દૈનિક જીવનશૈલીમાં અમલ કરીને વ્યક્તિના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. ઉપરાંત, યોગના પ્રચાર-પ્રસારને વધુ વ્યાપક અને સશક્ત બનાવવાનો પણ ઉદ્દેશ્ય હતો. શિબિર દરમિયાન નિષ્ણાતો દ્વારા આસન, પ્રાણાયામ, ધ્યાન તેમજ ષટ્કર્મ વિષયક તાત્વિક અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સલામતી, યોગ્ય ટેકનિક અને અસરકારક શિક્ષણ પદ્ધતિઓ અંગે પણ વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના યોગ કોચ વિષ્ણુભાઈ દરજી, ઈશ્વરભાઈ પ્રજાપતિ, સુધાબેન દવે, દીપ્તિબેન ભાખરીયા, રાજુભાઈ દરજી, અલ્કાબેન મોઢ, વિપુલભાઈ પ્રજાપતિ, ભીખીબેન, ભૂમિબેન, ટ્રેનર નીતાબેન ઠાકોર, અર્ચનાબેન ચાવડા અને મીનાબેન સહિતના યોગ પ્રશિક્ષકોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ટ્રક ડિવાઇડર કૂદી કાર સાથે અથડાયો:મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના વોર્ડ-3ના ઉમેદવાર પ્રવિણ વઘાસિયાની કારને નુકસાન, કોઈ જાનહાનિ નહીં
    Next Article
    જન્મ-મરણ દાખલા માટે જનતા પર બેવડો બોજ:મનપામાં CRS સુવિધાના અભાવે નાગરિકોને સાયબર કાફેમાં લૂંટાવું પડે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment