Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના કાર્યક્રમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન હાઉસફુલ:સવારે 10:30 વાગે રજિસ્ટ્રેશન શરૂ થયું, એક કલાકમાં જ રજિસ્ટ્રેશન ફુલ

    14 hours ago

    વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી કાર્યક્રમને લઈને યુવાનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ક્રેઝ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેર ખાતે 8 સપ્ટેમ્બરના રોજ યોજાનારા આ ખાસ કાર્યક્રમ માટે જેવું ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ ખુલ્લું મુકાયું, તેના ગણતરીના જ કલાકોમાં તમામ સીટો બુક થઈ ગઈ હતી. વડાપ્રધાનને સાંભળવા અને આ ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં યુવાનોએ વેબસાઇટ મારફતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રજિસ્ટ્રેશન ફુલ થઈ જતા નાયબ મુખ્યમંત્રીએ માફી માગી ડિજિટલ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થતાં જ યુવાનોનો ધસારો એટલો વધી ગયો કે તમામ ઉપલબ્ધ જગ્યાઓ ક્ષણભરમાં ભરાઈ ગઈ હતી. આ ઉત્સાહને કારણે અનેક ઈચ્છુક નાગરિકો અને યુવાનો રજિસ્ટ્રેશન કરવાથી વંચિત રહી ગયા હતા. રજિસ્ટ્રેશન ક્ષણભરમાં જ ફુલ થઈ જતાં અને અનેક યુવાનો બાકી રહી જતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નાગરિકોની માફી માંગી હતી. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી આપતા જણાવ્યું હતું કે, રજિસ્ટ્રેશન લિંક ઓપન થતાં જ યુવાનોના જબરદસ્ત પ્રતિસાદને કારણે તમામ સીટો થોડા જ કલાકોમાં ભરાઈ ગઈ છે. વધુ યુવા સમાવી શકાય તે માટે ક્ષમતા વધારવા કામગીરી આ સાથે તેમણે હાસીલ થયેલા ઉત્સાહને બિરદાવ્યો હતો અને ઈચ્છુક યુવાનોને પડી રહેલી અસગવડ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં આશ્વાસન આપ્યું હતું કે કાર્યક્રમ સ્થળે વધુમાં વધુ યુવાનો સમાઈ શકે તે માટે ક્ષમતા વધારવાની કામગીરી હાલ ઝડપથી ચાલી રહી છે, જેથી વધુ લોકોને સ્થાન આપી શકાય. હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે જે લોકો સમયસર રજિસ્ટ્રેશન કરી શક્યા નથી અને વેઇટિંગ લિસ્ટમાં છે, તેમને પણ વ્યવસ્થા મુજબ સતત માહિતગાર રાખવામાં આવશે. કાર્યક્રમના આયોજકો દ્વારા બેઠક ક્ષમતા વધારવા માટે જરૂરી તમામ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. વડાપ્રધાનને આવકારવા ભારે ઉત્સાહ સાંસદ ડો. હેમાંગ જોષીએ વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને યુવાધન પીએમના સ્વાગત માટે ઉત્સુક છે. મ્યુનિસિપલ કમિશનરે આ અંગે માહિતી આપી હતી કે, બુક માય શોમાં રજીસ્ટ્રેશન સવારે 10:30 વાગે શરૂ થયું હતું અને એક જ કલાકમાં રજિસ્ટ્રેશન ફુલ થઈ ગયું છે. વડોદરાના આ મહત્વકાંક્ષી પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેર અને આસપાસના વિસ્તારો માટે કરોડો રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. વડોદરાના આંગણે યોજાનારા આ વિકાસલક્ષી કાર્યક્રમને સફળ બનાવવા અને વડાપ્રધાનને આવકારવા માટે સમગ્ર વડોદરા શહેરમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    આશ્રમશાળા શિક્ષક મંડળે આદિજાતિ મંત્રીને રૂબરૂ રજૂઆત કરી:શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોના વહેલી તકે નિરાકરણની વિનંતી કરી
    Next Article
    ભરૂચમાં પ્લોગ રન યોજાઈ:દોડવીરોએ રસ્તા પરથી કચરો એકત્ર કર્યો, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment