Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં પ્લોગ રન યોજાઈ:દોડવીરોએ રસ્તા પરથી કચરો એકત્ર કર્યો, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા પ્રયાસ

    14 hours ago

    ભરૂચમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવા પ્લોગ રન યોજાઈ હતી. ભરૂચ રનિંગ ક્લબ, જેસીઆઈ ભરૂચ, ભરૂચ નગરપાલિકા અને મોમ્સ ઓફ ભરૂચ દ્વારા માતરીયા તળાવ ખાતે તેનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ રોકવુલ ભરૂચ હાફ મેરેથોનના પ્રમોશનલ રનનો એક ભાગ હતો. આ રનમાં આશરે 90 લોકો જોડાયા હતા. તેમણે માતરીયા તળાવથી શક્તિનાથ સુધી દોડતા અને ચાલતા રસ્તામાં પડેલો સિંગલ યુઝ પ્લાસ્ટિક અને અન્ય કચરો ભેગો કર્યો હતો. માતરીયા સિનિયર સિટીઝન ક્લબના સભ્યોએ પણ આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. રન દરમિયાન લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને જાહેર જગ્યાએ કચરો ન ફેંકવા અંગે જાગૃત કરાયા હતા. આયોજકોએ જણાવ્યું કે, ભરૂચને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા નાગરિકોની ભાગીદારી જરૂરી છે. કાર્યક્રમના અંતે હાજર સભ્યોએ સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણનું રક્ષણ કરવાનો સંકલ્પ લીધો. શહેરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવા અને લોકોને આવા અભિયાનોમાં જોડવા માટે પ્લોગ રન જેવા કાર્યક્રમો ખૂબ મદદરૂપ થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીના કાર્યક્રમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન હાઉસફુલ:સવારે 10:30 વાગે રજિસ્ટ્રેશન શરૂ થયું, એક કલાકમાં જ રજિસ્ટ્રેશન ફુલ
    Next Article
    Gujarat Breaking News | 1 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Top News Of The Day | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment