Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારા સુગરના ખેડૂતોએ PMને લોહીથી પત્ર લખ્યો:હકના બાકી નાણાં મેળવવા 10 દિવસથી ધરણા પર; પ્રદર્શન સ્થળે જ સિંરીંજથી લોહી કાઢી સ્યાહી બનાવી

    9 hours ago

    તાપી જિલ્લાના વ્યારા સુગર ફેક્ટરી દ્વારા શેરડી પકવતા ખેડૂતોના બાકી નીકળતા નાણાં લાંબા સમયથી ન ચૂકવાતા આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. પોતાના હકના નાણાં મેળવવા માટે ખેડૂતો અને સ્થાનિક અગ્રણીઓ ગત 2 ઓક્ટોબરથી ધરણા પર બેઠા છે. તંત્ર દ્વારા ઉકેલ ન આવતાં આક્રોશિત ખેડૂતોએ આજે પોતાના લોહીથી પત્રો લખી વડાપ્રધાન અને સહકાર મંત્રી પાસે ન્યાયની ગુહાર લગાવી છે. લોહીથી લખી ન્યાયની ગુહાર ધરણા સ્થળ પર એકઠા થયેલા ખેડૂતો અને આગેવાનોએ પોતાના શરીરમાંથી રક્ત કાઢી કાગળ પર ‘ખેડૂતોને પોતાના હકના નાણાં આપો’ જેવા વિવિધ સૂત્રો લખી વિરોધ નોંધાવ્યો હતો. વિવિધ પ્રકારના દેખાવો છતાં પરિણામ ન મળતાં ખેડૂતોની ધીરજ ખૂટી રહી છે. ખેડૂતોએ આ લોહીથી લખેલા પત્રો સીધા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહને મોકલવાનો નિર્ણય કર્યો છે, જેથી સર્વોચ્ચ સ્તરે તેમની પીડા પહોંચી શકે. નાણાં ન મળે ત્યાં સુધી આંદોલન ખેડૂત અગ્રણીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ખેડૂતોએ રાત-દિવસ એક કરીને પકવેલી શેરડીના નાણાં મેળવવા માટે આજે લોહી વહાવવું પડી રહ્યું છે તે અત્યંત શરમજનક બાબત છે. જ્યાં સુધી સુગર ફેક્ટરી દ્વારા ખેડૂતોના ખાતામાં એક-એક પૈસો જમા નહીં થાય, ત્યાં સુધી આ આંદોલન સહેજ પણ પાછું નહીં ખેંચાય અને આગામી દિવસોમાં આ લડત વધુ આક્રમક બનશે.
    Click here to Read More
    Previous Article
    સ્ટેડિયમ પછી હવે એરપોર્ટ પણ મોદીના નામે:CM યોગીની જાહેરાત, નોઇડા એરપોર્ટનું નામ હવે નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ થયું
    Next Article
    રાજકોટ 39.6°C સાથે સૌથી ગરમ શહેર:રાજ્યના તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો, શિયાળાની શરૂઆતમાં ઉનાળાનો અનુભવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment