Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ 39.6°C સાથે સૌથી ગરમ શહેર:રાજ્યના તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો, શિયાળાની શરૂઆતમાં ઉનાળાનો અનુભવ

    8 hours ago

    ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થતાં ભાદરવાનો તડકો આકરો બન્યો છે. હાલ રાજ્યમાં ગરમીનો પારો 39°Cને પાર જતાં બપોરના સમયે ઉનાળા જેવો અનુભવ થઈ રહ્યો છે. ગઈકાલે 39.6°C સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. આ ઉપરાંત નવ શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રી પાર રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી કરાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેવાની શક્યતા છે. પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિકલાકની રહેશે. હાલ રાજ્યમાં પવન ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફથી ફેંકાઈ રહ્યો છે. અમદાવાદ અને અન્ય શહેરોના તાપમાનની વિગત અમદાવાદ શહેરમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 38°C, જ્યારે ન્યૂનતમ તાપમાન 24°C આસપાસ રહેવાની શક્યતા છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.6°C નોંધાયું હતું, જ્યારે ડીસા અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 38.8°Cથી 38.6°C વચ્ચે રહ્યું હતું. ચોમાસાની વિદાયની સ્થિતિ દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્યના) ચોમાસાની વિદાય રેખા મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા અને ઓડિશાના બાકીના વિસ્તારોમાંથી આગળ વધી રહી છે. આગામી 3-4 દિવસ દરમિયાન પૂર્વ ભારત અને ઉત્તર દ્વીપકલ્પના વધુ વિસ્તારોમાંથી ચોમાસું તબક્કાવાર વિદાય લે તે માટે અનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વ્યારા સુગરના ખેડૂતોએ PMને લોહીથી પત્ર લખ્યો:હકના બાકી નાણાં મેળવવા 10 દિવસથી ધરણા પર; પ્રદર્શન સ્થળે જ સિંરીંજથી લોહી કાઢી સ્યાહી બનાવી
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 54માં યુવક મહોત્સવનો પ્રારંભ:રાજકોટમાં 92 કોલેજોના 2370 થી વધુ વિદ્યાર્થીઓ 33 સ્પર્ધાઓમાં પોતાની કલાત્મક પ્રતિભા બતાવશે, વિજેતાઓને પરીક્ષા ફી માફ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment