Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 54માં યુવક મહોત્સવનો પ્રારંભ:રાજકોટમાં 92 કોલેજોના 2370 થી વધુ વિદ્યાર્થીઓ 33 સ્પર્ધાઓમાં પોતાની કલાત્મક પ્રતિભા બતાવશે, વિજેતાઓને પરીક્ષા ફી માફ કરાશે

    8 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 54મા 'હીરક સ્પંદન' યુવક મહોત્સવનો આજે સાંસદ પરસોતમ રૂપાલાનાં હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યુવક મહોત્સવ તારીખ 9થી 11 ઓક્ટોબર દરમિયાન યુનિવર્સિટી કેમ્પસના વિવિધ 8 જેટલા સ્થળો પર એકસાથે યોજાઈ રહ્યો છે. જેમાં 92 કોલેજોના 2370 કરતા વધુ વિદ્યાર્થીઓ જુદી જુદી 33 સ્પર્ધાઓમાં તેમની કલાત્મક પ્રતિભા બતાવશે. આજરોજ યુનિવર્સિટીનાં કુલપતિ દ્વારા વિજેતાઓ માટે પરીક્ષા ફી માફ કરવાની મહત્વની જાહેરાત પણ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ બી. રાભાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સંલગ્ન 92 જેટલી કોલેજોમાંથી 2370 થી વધુ વિદ્યાર્થીઓએ આ કલાકુંભમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. યુવાધન શક્તિ અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત મહોત્સવમાં સંગીત, નૃત્ય, નાટક, લલિતકળા અને સાહિત્ય ક્ષેત્રની કુલ 33 થી વધુ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યાપક મહોત્સવની સફળતા માટે છેલ્લા 1 થી 2 મહિનાથી સઘન તૈયારીઓ ચાલતી હતી. સમગ્ર આયોજનને સુચારુ અને પારદર્શી રીતે સંપન્ન કરવા માટે 33 થી વધુ અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં તજજ્ઞો, નિર્ણાયકો, આયોજકો અને મોટી સંખ્યામાં સ્વયંસેવકો પોતાના ક્ષેત્રની જવાબદારી નિભાવી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ તમામ 33 સ્પર્ધાઓમાં સ્પર્ધા દીઠ 3-3 મળીને કુલ 99 વિજેતા કલાકારોની પસંદગી કરવામાં આવશે. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી કૃતિઓ અને વિદ્યાર્થીઓને આગામી સમયમાં વેસ્ટ ઝોન અને નેશનલ કક્ષાની આંતર-યુનિવર્સિટી યુવક મહોત્સવ સ્પર્ધાઓમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે યુનિવર્સિટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતા વિદ્યાર્થીઓને તેમના ચાલુ સેમેસ્ટરની પરીક્ષા ફીમાંથી સંપૂર્ણ માફી આપવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ઉત્તમ ઓડિટોરિયમ અને સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી, ભવિષ્યમાં વેસ્ટ ઝોન કક્ષાના આંતર-યુનિવર્સિટી યુવક મહોત્સવનું આયોજન કરવાનો પ્લાન પણ વિચારાઈ રહ્યો છે. વિશેષરૂપે પ્રાચીન રાસ, દુહા-છંદ, ભજન, લોકગીત, એકાંકી, મુકાભિનય અને સમૂહ નૃત્ય જેવી સ્પર્ધાઓમાં સૌરાષ્ટ્રના યુવાનોનું પ્રદર્શન દર વર્ષે રાષ્ટ્રીય સ્તરે પણ શ્રેષ્ઠ રહેતું આવ્યું છે. અને આ વર્ષે પણ વિદ્યાર્થીઓ ખૂબ સારું પ્રદર્શન કરશે તેવો અમને વિશ્વાસ છે. યુવક મહોત્સવમાં ભાગ લેવા પહોંચેલી કણસાગરા મહિલા કોલેજની વિદ્યાર્થીની ભલગામા હેતવીએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું અને મારી ટીમ પ્રાચીન રાસ વિભાગમાં કોલેજ તરફથી પસંદગી પામ્યા છીએ. આ ફાઇનલ પર્ફોર્મન્સ માટે અમે છેલ્લા 15 થી 20 દિવસથી કોલેજના માર્ગદર્શન હેઠળ દરોજજ સઘન પ્રેક્ટિસ કરી રહ્યા હતા. યુનિવર્સિટીનું વાતાવરણ અત્યારે યુવા કલાકારોના ઉત્સાહથી ગૂંજી ઉઠ્યું છે. જે જોઈને અમારા ઉત્સાહમાં વધારો થયો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ 39.6°C સાથે સૌથી ગરમ શહેર:રાજ્યના તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો, શિયાળાની શરૂઆતમાં ઉનાળાનો અનુભવ
    Next Article
    'સ્ટાફ નથી એટલે કામ નહીં થાય, સોમવારે આવજો':સુરતમાં સતત ત્રીજા દિવસે મહેસૂલ અધિકારી-કર્મીઓની હડતાળ, સિનિયર સીટીઝનોની લાચારીથી રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment