Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સ્ટાફ નથી એટલે કામ નહીં થાય, સોમવારે આવજો':સુરતમાં સતત ત્રીજા દિવસે મહેસૂલ અધિકારી-કર્મીઓની હડતાળ, સિનિયર સીટીઝનોની લાચારીથી રોષ

    7 hours ago

    સુરતમાં મહેસૂલ અધિકારીઓ, મામલતદારો અને તલાટીઓની હડતાળ આજે ત્રીજા દિવસમાં પ્રવેશી છે. નાગરિક સુવિધા કેન્દ્રો પર કામકાજ સંપૂર્ણ ઠપ્પ થઈ જતાં સૌથી વધુ કફોડી સ્થિતિ સિનિયર સિટિઝનોની થઈ છે. બસમાં લાંબી મુસાફરી કરીને આવેલા લલિતા સરાફે પોતાની વ્યથા ઠાલવતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "અમે લોકોએ છે ને સિનિયર સિટિઝનનો અને સિટી બસનો બંને પાસ બનાવડાવ્યો છે. અહીં આવ્યા તો કહેવામાં આવ્યું કે અત્યારે હડતાળ ચાલી રહી છે, સ્ટાફ નથી, એટલે નહીં બને. સોમવાર-મંગળવાર સુધીમાં આવવા માટે કહ્યું છે. અમે લોકો બસમાં આવ્યા છીએ, બસ સગવડ નથી અને બહુ દૂર છે." જ્યારે ગોડાદરાથી સિનિયર સિટિઝન લાભની તપાસ માટે આવેલા વિષ્ણુભાઈએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, "મને તો કંઈ કીધું નથી, અંદર હું તપાસ કરવા માટે આવ્યો હતો કે સિનિયર સિટિઝનનો જે લાભ છે, એ બધું મળવાનું છે એટલે એના હારે આવેલો. સ્ટ્રાઈકના કારણે કામ નહીં થાય તો ઘરે જવું પડશે, બીજું શું." સારવાર માટે કાર્ડ અને આધારકાર્ડ અપડેટના કામો અટક્યા હડતાળના કારણે સામાન્ય નાગરિકોને રોજિંદા જીવન જરૂરિયાતના સરકારી કામોમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ગરીબ પરિવારોને હોસ્પિટલમાં સ્વજનોને સારવાર અપાવવા માટે 'મા વાત્સલ્ય કાર્ડ' અને 'આયુષ્માન કાર્ડ' કઢાવવાની તાતી જરૂર છે, પરંતુ આ કાર્ડ્સ માટે અનિવાર્ય એવો આવકનો દાખલો કાઢી આપવા કોઈ અધિકારી હાજર નથી. જેના કારણે ગંભીર બીમારીઓ સામે લડી રહેલા દર્દીઓના પરિવારો રઝળી પડ્યા છે. આ ઉપરાંત, આધારકાર્ડ અપડેટ કરાવવા આવતા અરજદારો પણ કલાકો સુધી લાઈનોમાં ઊભા રહ્યા બાદ કામ ન થતાં નિરાશ થઈને પરત ફરી રહ્યા છે. આંગણવાડીની બહેનોના ફોર્મ અટક્યા, 5 દિવસથી ધક્કા આંગણવાડીની ભરતીના ફોર્મ ભરવા માટે પણ મહિલાઓ વલખાં મારી રહી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 છે, પરંતુ વહીવટી મંજૂરી અને સ્લિપ માટે સ્ટાફ ગાયબ છે. અરજદાર કરિશ્માએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, "મેં 29 તારીખે તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા હતા. આજે 11મો દિવસ છે અને હું 5 વખત ધક્કા ખાઈ ચૂકી છું. હડતાળ ક્યારે પૂરી થશે તેની કોઈ ગેરંટી નથી. અમારું આખું વર્ષ બગડશે. જે લોકોએ હડતાળ પહેલાં ફોર્મ આપ્યા છે, તેમને તો સહી-સિક્કા કરીને આપવા જોઈએ જેથી મુશ્કેલી ન થાય." વહેલી તકે હડતાળ સમેટાય તેવી જનતાની માંગ તલાટીઓ અને મામલતદારો સહિતનો મહેસૂલી સ્ટાફ સામૂહિક હડતાળ પર ઉતરી જતાં સમગ્ર સરકારી તંત્ર લકવાગ્રસ્ત બની ગયું છે. કલાકોના ધક્કા અને સમયનો બગાડ થતાં અરજદારોની ધીરજ હવે ખૂટી રહી છે. આ પરિસ્થિતિમાં સામાન્ય જનતા, સિનિયર સિટિઝનો અને મહિલાઓની એક જ માંગ છે કે સરકાર કર્મચારીઓ સાથે યોગ્ય વાટાઘાટો કરીને વહેલી તકે આ હડતાળનો અંત લાવે, જેથી અટકેલા સરકારી કામકાજ રાબેતા મુજબ શરૂ થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 54માં યુવક મહોત્સવનો પ્રારંભ:રાજકોટમાં 92 કોલેજોના 2370 થી વધુ વિદ્યાર્થીઓ 33 સ્પર્ધાઓમાં પોતાની કલાત્મક પ્રતિભા બતાવશે, વિજેતાઓને પરીક્ષા ફી માફ કરાશે
    Next Article
    કુંજાળ પાસે રીક્ષા ભાડાના ₹30 બાબતે રિક્ષાચાલકને લાફા માર્યાં:ભાડું આપવાની ના પાડી 3 શખસે જાનથી મારી નાખવાની ધમકી, એક આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment