Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PIT NDPS હેઠળ બે અસામાજિક તત્વોની અટકાયત કરાઈ:જૂનાગઢ SOG ની મોટી કાર્યવાહી: માદક પદાર્થોના વેચાણ સાથે સંકળાયેલા બે આરોપીઓની PIT NDPS હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલમાં ધકેલાયા

    15 hours ago

    જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કેફી અને માદક પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લોકોની આર્થિક અને સામાજિક સુખાકારી જોખમાય નહીં તથા યુવાધન નશાની બદી તરફ ન ધકેલાય તેવા ઉદ્દેશ્યથી કાયદાનો કડક અમલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે અગાઉ માદક પદાર્થોના ગુનામાં પકડાયેલા બે રીઢા આરોપીઓ સામે PIT NDPS કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરવામાં આવી હતી, જેને મંજૂરી મળતા જુનાગઢના બે અસામાજિક ઇસમો સામે અટકાયતી કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ​પોલીસ ટીમ દ્વારા કાયદાની કલમ હેઠળ વોરન્ટ ઈશ્યુ કરીને બંને આરોપીઓની બજવણી સાથે અટકાયત કરવામાં આવી છે. અટકાયત બાદ એક આરોપીને મધ્યસ્થ જેલ અમદાવાદ અને બીજા આરોપીને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે.અટકાયત કરાયેલા પ્રથમ અબ્દુલ ઉર્ફે યાસીન ઉર્ફે કાલીયો ઉર્ફે બકરાવાળો ગુલામહુશેન શેખ છે, જે જૂનાગઢના દાતાર રોડ પર આવેલી વાણંદ સોસાયટી, ધોબીવાડ તથા હાલ ધરાનગર વિસ્તારનો રહેવાસી છે. આ આરોપી સામે અગાઉ જૂનાગઢ શહેર 'એ' ડિવિઝન, જૂનાગઢ તાલુકા તથા પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ તથા ગુજરાત પોલીસ એક્ટ હેઠળ પાંચ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ​અટકાયત કરાયેલો બીજો આરોપી સમીર ઉર્ફે છોટુ ઈકબાલખાન અશરફખાન યુસુફજય પઠાણ છે, જે જૂનાગઢના જમાલવાડી ખાડિયા વિસ્તારનો રહેવાસી છે. આ આરોપી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે જૂનાગઢ શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ તેમજ હત્યાના પ્રયાસ અને મારામારી જેવા ચાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે.જૂનાગઢ SOG ની ટીમે આ સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પાર પાડીને માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તત્વો સામે કડક સંદેશો આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પંજાબના CMના કાફલા પર પૂર્વ મંત્રીએ ઈંડાં-ટામેટાં ફેંક્યાં:બિટ્ટૂને કસ્ટડીમાં લેવાયા; બોલ્યા- માન દારૂની મજા માણે, કેજરીવાલને પંજાબ લૂંટવા દે
    Next Article
    વલસાડના પ્રવીણ પટેલ બાર કાઉન્સિલના ચેરમેન બિનહરીફ ચૂંટાયા:વલસાડ કોર્ટમાં વકીલોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment