Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના પ્રવીણ પટેલ બાર કાઉન્સિલના ચેરમેન બિનહરીફ ચૂંટાયા:વલસાડ કોર્ટમાં વકીલોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરી

    15 hours ago

    વલસાડના સિનિયર વકીલ પ્રવીણ પટેલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે. તેમની ચૂંટણી થતાં વલસાડ જિલ્લાના વકીલોમાં ખુશી જોવા મળી હતી. આ ઉજવણીમાં વલસાડ કોર્ટ સંકુલમાં વકીલોએ ફટાકડા ફોડ્યા અને એકબીજાને મીઠાઈ ખવડાવી. વલસાડ જિલ્લા કોર્ટ ખાતે વકીલોએ જણાવ્યું કે, વલસાડ જેવા નાના શહેર અને ખેડૂત પરિવારમાંથી આવતા પ્રવીણ પટેલે પોતાની નિષ્ઠા અને સખત મહેનતથી આ સ્થાન મેળવ્યું છે. આ દક્ષિણ ગુજરાત અને વલસાડ માટે ગર્વની વાત છે. વકીલ અગ્રણી ભરતભાઈ દેસાઈએ જણાવ્યું કે, વલસાડના પ્રવીણભાઈ પટેલ બાર કાઉન્સિલના ચેરમેન બન્યા છે. અગાઉ છીકુભાઈ દેસાઈ અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જમશેદજી પારડીવાલા જેવા અગ્રણીઓએ પણ વલસાડનું નામ રોશન કર્યું હતું. પ્રવીણભાઈને સમગ્ર ગુજરાતના વકીલોએ વધુ મતોથી સભ્ય બનાવ્યા અને પછી સર્વાનુમતે ચેરમેન બનાવ્યા છે. અમને આશા છે કે તેઓ વકીલોના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવશે. વકીલ અગ્રણી ધર્મીન દેસાઈએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, બાર કાઉન્સિલના મેમ્બર બનવું પણ મુશ્કેલ હોય છે. ત્યારે પ્રવીણભાઈ વકીલોની પેરન્ટ બોડી એવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન બન્યા છે, જે એક મહત્વની સિદ્ધિ છે. વકીલો માટે વેલ્ફેર ફંડમાંથી જરૂરિયાત સમયે જીવતા હોય ત્યારે પણ અમુક ટકા સહાય મળે તેવી વર્ષો જૂની માંગણી છે. તમામ વકીલોને આશા છે કે પ્રવીણભાઈ આ દિશામાં યોગ્ય નિર્ણય લેશે. આ ચૂંટણી પછી વલસાડ કોર્ટ સંકુલમાં વકીલોએ 'જય હિંદ'ના નારા લગાવીને વાતાવરણ ઉત્સવ જેવું બનાવી દીધું હતું.
    Click here to Read More
    Previous Article
    PIT NDPS હેઠળ બે અસામાજિક તત્વોની અટકાયત કરાઈ:જૂનાગઢ SOG ની મોટી કાર્યવાહી: માદક પદાર્થોના વેચાણ સાથે સંકળાયેલા બે આરોપીઓની PIT NDPS હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલમાં ધકેલાયા
    Next Article
    Asian Games Opening Ceremony 2026 LIVE: Manu Bhaker Leads India In Parade, USD 50 Million Opening Ceremony On

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment