Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PINS પાયલોટ પ્રોજેક્ટને રાજ્ય સરકારની મંજૂરી‎:પ્રથમવાર દાંતીવાડા ડેમ પર પ્રેસરાઇઝ ઇરિગેશન સિસ્ટમથી 2600 એકર જમીનને સીધો ફાયદો થશે

    15 hours ago

    બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે સિંચાઈ ક્ષેત્રે એક ઐતિહાસિક પહેલ થવા જઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા ₹67 કરોડના ખર્ચે ‘પ્રેસરાઇઝ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમ’ (PINS) પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલ આધારિત આ યોજના ગુજરાતમાં પ્રથમ વખત અમલમાં મુકાઈ રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ 2600 એકર વિસ્તારમાં ભૂગર્ભ પાઇપલાઇન મારફતે દબાણયુક્ત પાણી સીધું ખેતરો સુધી પહોંચાડાશે. બનાસકાંઠામાં અમલમાં મુકાનાર PINS પ્રોજેક્ટને કૃષિ અને સિંચાઈ ક્ષેત્રે ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી રહ્યો છે. પરંપરાગત કેનાલ પદ્ધતિમાં પાણી બાષ્પીભવન, લીકેજ અને જમીનમાં શોષાઈ જવાના કારણે મોટા પ્રમાણમાં બગડે છે. ઉપરાંત છેવાડાનાં ખેડૂતો સુધી પાણી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી. નવી પ્રેશરાઇઝ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમ આ તમામ સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ માનવામાં આવે છે. આ યોજના હેઠળ કેનાલ નજીક આધુનિક પમ્પિંગ સ્ટેશન અને ઓટોમેટિક ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભા કરાશે. અહીંથી પાણી દબાણ સાથે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે સીધું ખેડૂતોના ખેતર સુધી પહોંચાડાશે. ખેડૂતોએ માત્ર પોતાના ટપક અથવા ફુવારા સેટને આ નેટવર્ક સાથે જોડવાનું રહેશે. ₹67 કરોડના આ પ્રોજેક્ટમાં મુખ્ય પાઇપલાઇન, પેટા પાઇપલાઇન, ઓટોમેટિક ફિલ્ટર યુનિટ્સ અને ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ ઉભી કરાશે. સમગ્ર નેટવર્ક ‘SCADA’ ટેકનોલોજીથી સંચાલિત રહેશે, જેના દ્વારા પાણીનો પ્રવાહ અને દબાણ ઓનલાઇન મોનિટર થઈ શકશે. ખેડૂતો માટે સૌથી મોટો ફાયદો વીજળી અને ડીઝલના ખર્ચમાં ઘટાડો રહેશે. અત્યાર સુધી કેનાલમાંથી પાણી ખેંચવા માટે ખેડૂતોને પંપ સેટ ચલાવવો પડતો હતો, જ્યારે હવે સરકાર પ્રેશર સાથે સીધું પાણી આપશે. ટપક પદ્ધતિથી પાણી અને ખાતરનો અસરકારક ઉપયોગ થશે, જેથી ઉત્પાદન વધશે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહેશે. દાંતીવાડાના નાંદોત્રા ડિસ્ટ્રીબ્યુટ કેનાલ સાથે સંકળાયેલા ખેડૂતો આ આધુનિક પ્રયોગના પ્રથમ સાક્ષી બનશે. પ્રોજેક્ટની ખાસિયતો
    Click here to Read More
    Previous Article
    હુમલો:પૈસા નહીં આપતાં વેપારી પર ત્રણ મહિલા સહિત 5 શખ્સોનો હુમલો
    Next Article
    હનીટ્રેપ:ચડોતરના વેપારીને ચંડીસર બોલાવી મહિલા સાથે વીડિયો બનાવી રૂ.5 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment