Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'PicsArt' અને 'ChatGPT' બનાવતા ડુપ્લીકેટ RC બૂક:સુરતમાં રેપિડો રાઇડરે રેકી કરી યામાહા FZ સહિતના વાહન ચોરી કર્યા, લિંબાયત પોલીસે 12 બાઈક સાથે 2ને દબોચ્યા

    10 hours ago

    સુરતમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી વાહનચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડ્યા છે. નીલગીરી સર્કલ પાસેથી બે શાતિર ચોરોને પકડી તેમની પાસેથી 12 મોટરસાયકલો રિકવર કરી છે. આ આરોપીઓ સુરતના અલગ-અલગ વિસ્તારોમાંથી વાહનોની રેકી કરી ચોરી કરતા હતા. ચોંકાવનારી વાત એ છે કે, આરોપીઓ વાહનોને વેચવા માટે 'PicsArt' અને 'ChatGPT' જેવી AI એપ્લિકેશનનો ઉપયોગ કરતા અને ડુપ્લીકેટ RC બુક તૈયાર કરી ગ્રાહકોને અસલી દસ્તાવેજ તરીકે બતાવી વાહનોનું વેચાણ કરતા હતા. ઝડપાયેલા બંને આરોપીઓની પ્રોફાઇલ અને ઓળખ આરોપી મોઇન સુલતાન શેખ (ઉ.વ. 28) રેપિડોમાં રાઇડર તરીકે નોકરી કરે છે અને લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં નૂરાની મસ્જિદ પાસે પ્લોટ નં. 532માં રહે છે. જ્યારે બીજો આરોપી સોયેબ યુસુફ શેખ (ઉ.વ. 22) મજૂરી કામ કરે છે અને મીઠીખાડી વિસ્તારમાં નૂરાની મસ્જિદ પાસે પ્લોટ નં. 572માં રહે છે. રેપિડો રાઇડર મોઇન શેખ શહેરના રસ્તાઓ અને વિવિધ વિસ્તારોથી સારી રીતે વાકેફ હતો અને પાર્કિંગમાં રહેલા વાહનોની રેકી કરતો હતો. પોલીસે રૂ.4.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો લિંબાયતના પીએસઆઇ કે.પી. જાડેજા અને તેમની ટીમે બંને આરોપીઓના કબજામાંથી કુલ 12 મોટરસાયકલો રિકવર કરી છે. રિકવર કરાયેલા વાહનોમાં યામાહા FZ, હોન્ડા સાઇન, હીરો સ્પ્લેન્ડર+, પેશન પ્રો, સુઝુકી એક્સેસ અને TVS જ્યુપીટર જેવા મોપેડ અને બાઇક સામેલ છે. વાહનોની કુલ કિંમત રૂ. 4,85,000/- થાય છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલા રૂ. 10,000 ની કિંમતના 2 મોબાઇલ ફોન મળીને પોલીસે કુલ રૂ.4,95,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના 6 પોલીસ સ્ટેશનોના 12 ગુનાઓનો ઉકેલ આરોપીઓની ધરપકડ સાથે જ સુરત શહેરના અલગ-અલગ 6 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના 12 અન-ડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જેમાં લિંબાયત પોલીસ સ્ટેશનના 4 ગુના (2 ઇ-એફઆઇઆર સહિત), ગોડાદરાના 4, સારોલીના 3, અને ઉધના તથા પુણા પોલીસ સ્ટેશનનો 1-1 ગુનો ડિટેક્ટ થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ PhonePe અને AI ટૂલ્સની મદદથી ગ્રાહકોને અસલી જેવી જ ફેક RC બુક બતાવી વાહનો પચાવી પાડતા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના ઇમિટેશનના વેપારીનો ચોટીલામાં આપઘાત:​રક્ષાબંધનના પખવાડિયા પૂર્વે ત્રણ બહેનના એકના એક ભાઈએ આર્થિક ભીંસથી કંટાળી જીવન ટૂંકાવ્યું, અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો'તો
    Next Article
    મોડાસા બજારમાં દશામા વ્રતનો માહોલ જામ્યો:શ્રદ્ધાળુઓ ₹300 થી ₹5,000 સુધીની મૂર્તિઓની ખરીદી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment